રાજકોટ
સૌરાષ્ટ્ર | સુરેન્દ્રનગરમોરબીપોરબંદરજુનાગઢકચ્છઅમરેલીભાવનગર
ગુજરાતરાષ્ટ્રીયઆંતરરાષ્ટ્રીયવ્યવસાયવિશેષ અંકReligious
Advertisement

વિદ્યુત સહાયકની ભરતી રદ થતા ઉમેદવારો વિફર્યા, જેટકો સામે હંગામો

04:10 PM Dec 21, 2023 IST | Bhumika
Advertisement

જેટકો દ્વારા 1224 જગ્યા માટે ઇલેક્ટ્રિકલ આસિસ્ટન્ટની ભરતી જાહેરાત કરી હતી. ઝોન કક્ષાએ યોજાયેલા પોલ ટેસ્ટમાં ક્ષતિ હોવાનું જેટકોની તપાસમાં સામે આવતા ભરતી જ રદ કરી દેવાઈ છે. વિભાગની ભૂલનો ભોગ ઉમેદવારો બન્યા છે. ભરતી રદ કરાતા ઉમેદવારો મોટી સંખ્યામાં વડોદરા જેટકોની ઓફિસ બહાર વિરોધ પ્રદર્શન કરવા પહોંચ્યા છે. અગાઉ મેરીટ લિસ્ટમાં આવેલા ઉમેદવારોએ જેટકોના ઓફિસ બાર નિમણૂક પત્ર આપવા માટે વિરોધ કર્યો હતો. જેટકો હવે નવેસરથી ઇલેક્ટ્રિકલ આસિસ્ટન્ટની ભરતીની પરીક્ષા લેશે. યુવરાજસિંહ પણ વડોદરા સર્કલ ખાતે આવેલી મધ્ય ગુજરાત વીજ કંપની લિમિટેડની ઓફિસ બહાર પહોંચ્યા હતા. રજુઆત માટે ઓફિસમાં ગયેલા યુવરાજસિંહ સહિતના ને મેનેજર હડધુત કરી કાઢી મુકયાનો આક્ષેપ કરવામાં આવ્યો છે.

Advertisement

ઉમેદવારો મોટી સંખ્યામાં જેટકો કંપની સામે નારા લાગાવી રહ્યા છે. ન્યાય આપો ન્યાય આપો, યુવરાજ સિંહ તુમ આગે બઢો હમ તુમ્હારે સાથ હૈ...ના નારા વિદ્યાર્થીઓ લગાવી રહ્યા છે. સમગ્ર ગુજરાતમાંથી મોટી સંખ્યામાં વિદ્યાર્થીઓ વડોદરા જેટકોની ઓફિસ બહાર ધરણા પર બેસી ગયા છે.

આ અંગે વિદ્યાર્થી નેતા યુવરાજસિંહે જણાવ્યું હતું કે, અમે વર્તમાનમાં સરકારને આવેદન અને નિવેદનના માધ્યમથી રજૂઆત કરીએ છીએ. જે અમારી માગણી નહીં સ્વીકારમાં આવે તો ચોક્કસ પણે ગાંધીનગર સત્યાગ્રસાવણીમાં જશું. આદોલન, સત્યાગ્રહ, ભૂખ હડતાળ તમામ કરીશું. જે બાદ પણ માગ નહીં સ્વીકારે તો ઉર્જામંત્રી કનુભાઈ દેસાઈના ઘરનો ઘેરાવો કરવો પડે તો પણ અમે એક હજાર વિદ્યાર્થીઓ ભેગા થઈને કનુભાઈ દેસાઈના ઘરનો ઘેરાવ કરીશું.

Tags :
gujaratgujarat newsJETCOvadodaravadodara news
Advertisement
Next Article
Advertisement