એક પરિવારના ચાર સભ્યોની અર્થી ઉઠતાં હાલાર હીબકે ચડ્યું, આ કરુણ દૃશ્યો જોઇને તમામ લોકોની આંખો ભીની થઈ
દ્વારકાના ભાણવડના ધારાગઢ ગામમાં ગઈ કાલે જામનગરના એક જ પરિવારના 4 સભ્યોએ ઝેરી દવા ગટગટાવી સામૂહિક આપઘાત કર્યો હતો. આ ઘટનાએ સમગ્ર પંથકને હચમચાવી નાખી છે. પરિવારના 4 સભ્યોએ ઝેરી દવા પીને આત્મહત્યા કરી હતી. ત્યારબાદ મોડી રાત્રે ચારેયના મૃતદેહને જામનગરની જીજી હોસ્પિટલમાં ખાતે પોસ્ટમોર્ટમ અઠેલાવવામાં આવ્યા હતા. ત્યારબાદ આજે તમામની અંતિમ યાત્રા નીકળી હતી. ચાર લોકોની એક સાથે અર્થી ઉઠતાં હાલાર હીબકે ચડ્યું હતું. અંતિમ યાત્રામાં હજારોની સંખ્યામાં લોકો જોડાયા હતા. અને તમામનીઓ આંખો આ દૃશ્યો જોઇને ભીની થાય ગયા હતી.
મળતી વિગતો અનુસાર ,જામનગરનાં માધવબાગ-1માં રહેતાં એક જ પરિવારના ચાર સભ્યો ઝેરી દવા ગટગટાવી આપઘાત કર્યો હતો. તકોની ઓળખ અશોકભાઈ જેઠાભાઈ ધુંવા (ઉંમર 42) તેમના પત્ની લીલુબેન અશોકભાઈ ધુંવા (ઉંમર 42) તેમનો પુત્ર જીજ્ઞેશભાઈ અશોકભાઈ ધુંવા (ઉંમર 20) અને તેમની પુત્રી કિંજલબેન અશોકભાઈ ધુંવા (ઉંમર 18) તરીકે થઈ હતી.હાલ પોલીસે આપઘાત કરવાનું કારણ જાણવા ચારે દિશામાં તપાસ હાથ ધરી છે. નાના એવા ધારાગઢ ગામમાં એકી સાથે એક જ પરિવારના ચાર લોકોના આપઘાતથી લોકોમાં હાહાકાર મચી જવા પામ્યો છે તથા અનેક તર્ક વિતર્કોએ જન્મ લીધો છે. આ ઘટના એ આખા પંથકમાં ખળભળાટ મચાવી દીધો છે.
પ્રાથમિક તપાસમાં જાણવા મળ્યું છે કે, આ પરિવાર મૂળ લાલપુરના મોડપર ગામનો હતો અને હાલ જામનગરના ગોકુલનગર તરફ આવેલા માધવબાગ -1 વિસ્તારમાં રહેતો હતો. મૃતદેહો ધારાગઢ ગામ નજીક રેલવે ફાટક પાસેથી મળી આવ્યા હતા, જેના પછી પોલીસ તાત્કાલિક ઘટનાસ્થળે પહોંચી ગઈ હતી. હાલ પોલીસ આપઘાતના કારણોની તપાસ કરી રહી છે. જો કે હાલમાં કોઈ સ્પષ્ટ કારણ જાણવા મળ્યું નથી.