રાજકોટ
સૌરાષ્ટ્ર | સુરેન્દ્રનગરમોરબીપોરબંદરજુનાગઢકચ્છઅમરેલીભાવનગર
ગુજરાતરાષ્ટ્રીયઆંતરરાષ્ટ્રીયવ્યવસાયવિશેષ અંકReligious
Advertisement

બાર કાઉન્સિલ ઓફ ગુજરાતના ચેરમેન પદે જે.જે. પટેલ બીજી વખત બિનહરીફ

05:27 PM Feb 26, 2024 IST | Bhumika
Advertisement

રાજ્યભરના વકીલોની માતૃ સંસ્થા બાર કાઉન્સિલ ઓફ ગુજરાતની ગત શનિવારે સાંજે યોજાયેલી સાધારણ સભામાં બિનહરીફ થયેલા સમરસ પેનલના પ્રણેતા જે. જે. પટેલને ચેરમેન ઘોષિત કરવા સાથે યોજાયેલી ચૂંટણીમાં વાઇસ ચેરમેન તરીકે મુકેશ કામદાર, એક્ઝિક્યુટિવ ચેરમેન તરીકે વડોદરાના નલીન પટેલ સહિતના હોદ્દેદારો ચૂંટાઈ આવ્યા હતા.

Advertisement

બીસીજીની યોજાયેલી સામાન્ય સભામાં ચૂંટાઈ આવેલા અન્ય હોદ્દેદારોમાં એનરોલમેન્ટ કમિટીમાં જામનગરના મનોજ અનડકટ, ફાઇનાન્સ કમિટીમાં અનિલ કેલા, રુલ્સ કમિટીમાં પીડી પટેલ, જી એલ એચ કમિટીમાં ભરતભાઈ ભગત, લીગલ એજ્યુકેશન કમિટીમાં વિજયભાઈ પટેલ, બિલ્ડીંગ કમિટીમાં કરણસિંહ વાઘેલા સહિતના બિનહરીફ ચૂંટાયેલા જાહેર થયા હતા.

દરમિયાન જે.જે. પટેલ બિનહરીફ થયા હોય તે ચેરમેન તરીકે નિમાવાના હોવાથી સમગ્ર ગુજરાતના વિવિધ બાર એસએસએશનોના 700થી વધુ વકીલ ભાઈબહેનો જે. જે. પટેલને ફૂલહાર કરવા અભિનંદન, શુભેચ્છા આપવા પહોંચી ગયા હતા. બાર કાઉન્સિલની સામાન્ય સભામાં અનેરો ઉત્સાહ જોવા મળ્યો હતો.

 

જિલ્લા કક્ષાએ લીગલ સેમિનાર યોજીશું : વકીલોનું અપમાન સાંખી નહીં લેવાય : જે.જે.પટેલ
બાર કાઉન્સિલ ઓફ ગુજરાતમાં ચાલુ વર્ષે બિનહરીફ ચૂંટાઈ આવેલા ચેરમેન જે જે પટેલ બીજી વખત ચેરમેન બનવાનું માન મેળવી રહ્યા છે.હાલ 1.20 લાખથી વધુ સભ્યસંખ્યા (33790 મહિલા) બાર કાઉન્સિલમાં છેલ્લા 24 વર્ષથી સમરસ પેનલને સત્તામાં રાખવામાં વરિષ્ઠ ધારાશાસ્ત્રી જે.જે. પટેલનું મહત્વપૂર્ણ યોગદાન રહ્યું છે. અત્રે એ પણ નોંધવું જરૂૂરી છે કે સમગ્ર ગુજરાતમાં 272 તાલુકા જિલ્લા વકીલ મંડળોમાં મોટા ભાગના વકીલ મંડળોમાં જે જે પટેલની સંગઠનાત્મક વ્યુહરચનાને કારણે ભાજપ સમર્થકો સત્તામાં છે. બાર કાઉન્સીલ ઓફ ગુજરાત 272 બાર એસો. ધરાવે છે. જે જે પટેલ છેલ્લા પાંચ ટર્મથી ભાજપ લીગલ સેલ ક્ધવીનર તરીકે કામ કરી વિશાળ રાજયવ્યાપી વકીલોનું સંગઠન ઉભુ કર્યું છે. આ તકે ચેરમેન જે જે પટેલે રાજ્યના વકીલો માટે ગુજરાત સરકાર દ્વારા આજ સુધી 24 કરોડ જેટલી માત્ર રકમ ફાળવવા બદલ તત્કાલીન મુખ્યમંત્રીઓ નરેન્દ્ર મોદી, વિજય રૂૂપાણી, મુખ્યમંત્રી ભુપેન્દ્રભાઈ પટેલ, મંત્રી, કાનુન મંત્રી ઋષિકેશ પટેલ સહિતની સરકારનો આભાર વ્યક્ત કર્યો છે. વકીલો માટે વિશાળ ભવનનું નિર્માણ કરવાનો, એજ્યુકેશન એકેડેમીની રચના કરી કાયદા જ્ઞાનનો વધુમાં વધુ પ્રસાર કરવાનો નિર્ધાર વ્યક્ત કર્યો છે. તેમણે દેશની જનતાને નવા કલ્યાણકારી કાયદાઓ આપનાર પીએમ મોદી, ગૃહ મંત્રી અમિત શાહનો પણ ઋણસ્વિકાર કર્યો છે.

Tags :
Bar Council of Gujaratgujaratgujarat news
Advertisement
Next Article
Advertisement