For the best experience, open
https://m.gujaratmirror.in
on your mobile browser.
Advertisement

આર્યન નેહરાએ સ્વિમિંગમાં પાંચમો મેડલ જીતીને નેશનલ ગેમ્સમાં મેદાન માર્યુ

04:58 PM Feb 04, 2025 IST | Bhumika
આર્યન નેહરાએ સ્વિમિંગમાં પાંચમો મેડલ જીતીને નેશનલ ગેમ્સમાં મેદાન માર્યુ

હાલમાં ઉત્તરાખંડમાં યોજાયેલી 38મી નેશનલ ગેમ્સમાં પાંચ મેડલ જીતીને સ્વિમર આર્યન નહેરાએ દેશભરમાં ગુજરાતનું નામ રોશન કર્યું છે. ગુજરાતના યુવાન સ્વિમર આર્યને દહેરાદૂન ખાતે ચાલી રહેલી નેશનલ ગેમ્સની સ્વિમિંગમાં પાંચમો મેડલ જીતીને શાનદાર સફળતા હાંસલ કરી છે. નેશનલ ગેમ્સમાં આર્યને અત્યાર સુધીમાં 400 મીટર વ્યક્તિગત મિડલેમાં સિલ્વર, 4ડ્ઢ200 મીટર ફ્રી સ્ટાઇલમાં સિલ્વર, 400 મીટર ફ્રી સ્ટાઇલમાં બ્રોન્ઝ, 1500 મીટર ફ્રી સ્ટાઇલમાં બ્રોન્ઝ અને 4ડ્ઢ100 મીટર ફ્રી સ્ટાઇલ રિલેમાં બ્રોન્ઝ મેડલ જીત્યા છે.

Advertisement

આર્યન નેહરાએ 400 મીટર ફ્રી સ્ટાઇલ ઇવેન્ટમાં ચાર મિનિટ અને 2.60 સેક્ધડનો સમય લઈને બ્રોન્ઝ મેડલ જીત્યો હતો. ઉલ્લેખનીય છે કે ઉત્તરાખંડમાં ચાલી રહેલી 38મી નેશનલ ગેમ્સમાં ગુજરાતે 10 મેડલ જીત્યા છે. જેમાં ગુજરાતે 10માંથી 7 મેડલ સ્વિમિંગમાં જ જીત્યા છે.

અગાઉ ગયા વર્ષે માર્ચમાં આર્યન નેહરાએ ફિલિપાઈન્સમાં યોજાયેલી 11મી એશિયન એજ ગ્રુપ એક્વેટિક ચેમ્પિયનશિપમાં એક ગોલ્ડ મેડલ અને ત્રણ સિલ્વર મેડલ જીત્યા હતા. સ્વિમર આર્યન નેહરા માટે આ પહેલો આંતરરાષ્ટ્રીય મેડલ હતો. વર્ષ 2023માં આર્યન નેહરાએ એક રાષ્ટ્રીય રેકોર્ડ બનાવ્યો હતો.

Advertisement

ઉલ્લેખનીય છે કે ઉત્તરાખંડમાં યોજાયેલી 38મી નેશનલ ગેમ્સમાં ગુજરાત માટે શાનદાર પ્રદર્શન કરનાર આર્યન નેહરા રાજ્યના વરિષ્ઠ ઈંઅજ અધિકારી વિજય નેહરાના દીકરા છે.મૂળ રાજસ્થાનના સીકરના વિજય નેહરા રસાયણશાસ્ત્રમાં એમએસસી છે અને તેમણે આઈઆઈટી બોમ્બેમાં અભ્યાસ કર્યો છે. આ ઉપરાંત તેઓ વડોદરાના જિલ્લા કલેક્ટર, મ્યુનિસિપલ કમિશનર રાજકોટ, અમદાવાદ જિલ્લાના કલેક્ટર જેવા પદો પર પણ રહી ચૂકેલા છે. વડોદરા કલેક્ટર તરીકે તેમને નરેન્દ્ર મોદીના હસ્તે સર્વ શ્રેષ્ઠ કલેક્ટરનો પુરસ્કાર પણ મળ્યો હતો.

Advertisement
Tags :
Advertisement
Advertisement