રાજકોટ
સૌરાષ્ટ્ર | સુરેન્દ્રનગરમોરબીપોરબંદરજુનાગઢકચ્છઅમરેલીભાવનગર
ગુજરાતરાષ્ટ્રીયઆંતરરાષ્ટ્રીયવ્યવસાયવિશેષ અંકReligious
Advertisement

મહંતસ્વામી મહારાજનું રવિવારે ગોંડલમાં આગમન

04:11 PM Oct 11, 2024 IST | admin
Advertisement

તા.2/11ના રોજ દિવ્ય અન્નકૂટ દર્શનનું આયોજન

Advertisement

તા.13/9/2024, રવિવારે સાંજે, બોચાસણવાસી શ્રીઅક્ષર-પુરુષોત્તમ સ્વામી નારાયણ સંસ્થાના સુત્રધાર પ્રકટ બ્રહ્મસ્વરૂૂપ મહંતસ્વામી મહારાજનું રવિવારે સોરઠના પ્રવેશદ્વાર ગોંડલમાં પાવનકારી આગમન થશે. શ્રી સ્વામિ નારાયણ ભગવાનના પદ પંકજથી પુનિત થયેલા, સાક્ષાત સ્થાન શ્રી અક્ષરતીર્થ, ગોંડલના આંગણે, સમગ્ર વિશ્વમાં સનાતન હિંદુ ધર્મનો ધ્વજ લહેરાવનાર ગુણવંત ગુણાતીત સંત મહંતસ્વામી મહારાજ 23 દિવસ સુધી શ્રીઅક્ષર મંદિરમાં બિરાજી દિવ્ય સત્સંગલાભ આપશે. તા.16/10/2024ના રોજ શરદપૂનમે અક્ષરબ્રહ્મ ગુણાતીતાનંદ સ્વામીનો 240મો જન્મોત્સવ, સાંજે 07 થી 10 વાગ્યા દરમ્યાન અતિ ભવ્યતાથી ઉજવાશે. તા.23 અને તા.25ના રોજ સવારે 9 વાગ્યે દીક્ષા મહોત્સવ યોજાશે.

જેમાં મહંત સ્વામી મહારાજના હસ્તે, બુધવારે પાર્ષદી દીક્ષા અને શુક્રવારે ભાગવતી દીક્ષા નવયુવાનો ગ્રહણ કરશે. તા.29/10/2024 મંગળવાર, ધનતેરશના શુભ દિવસે વિશ્વશાંતિ મહાયાગ, બ્રાહ્મ મુહૂર્તમાં વહેલી સવારે 4થી 8 વાગ્યા દરમ્યાન પવિત્ર ગોંડલી નદીના કિનારે શ્રીઅક્ષરઘાટ પર યોજાશે. તા.31,ગુરુવારને દીપોત્સવી દીને ચોપડા પૂજન નિમિત્તે મહાપુજા સાંજે 04:30 વાગ્યે શરૂૂ થશે. અને તા.02/11/2024 શનિવાર, નૂતનવર્ષના પવિત્ર દિને અન્નકૂટ દર્શનનો લાભ સવારે 9 થી સાંજે 7 વાગ્યા સુધી પ્રાપ્ત થશે.

આ ઉપરાંત તા.13 ઓક્ટોબરથી 04 નવેમ્બર દરમ્યાન, યોગી સભામંડપમ્ ખાતે સવારે 6 વાગ્યે સ્વામીના પ્રાત:પૂજા દર્શન,આશીર્વચન અને સાંજે 6 વાગ્યે પારાયણમાં સંતોના મુખે કથામૃતનો લાભ પ્રાપ્ત થશે.પરમ સાધુતા અને દિવ્યતાની મૂર્તિ સમાન મહંત સ્વામી મહારાજના દર્શનાર્થે અને સત્સંગનો લાભ પ્રાપ્ત કરવા સર્વે ભક્ત જનોને અક્ષર મંદિરના કોઠારી દિવ્યપુરુષ સ્વામીએ હરિ ભક્તોને અનુરોધ ર્ક્યો છે.

Tags :
gondalgondalnewsgujaratgujarat newsmahantswamirajkotrajkot news
Advertisement
Next Article
Advertisement