For the best experience, open
https://m.gujaratmirror.in
on your mobile browser.
Advertisement

જીમાકોન કોન્ફરન્સમાં આંતરરાષ્ટ્રીય કક્ષાના તબીબોનું આગમન

03:51 PM Oct 19, 2024 IST | admin
જીમાકોન કોન્ફરન્સમાં આંતરરાષ્ટ્રીય કક્ષાના તબીબોનું આગમન

રાજકોટમાં તબીબોના બે દિવસના મનોમંથન, આયોજન બદલ આઇએમએ-રાજકોટને અભિનંદન આપતા ડો.અનિલ નાયક

Advertisement

ઇન્ડીયન મેડિકલ એસોસીએશનની રાજ્ય કક્ષાની કોન્ફરન્સ જીમાકોન-2024 નું આયોજન રાષ્ટ્રીય કક્ષાનું છે અને ચાર પદ્મશ્રીથી નવાજાયેલ તબીબો સહિત આંતરરાષ્ટ્રીય કક્ષાના તબીબો ઉપસ્થિત રહેવાના છે એ પ્રશંસનીય છે એમ ઈન્ડીયન મેડિકલ એસોસીએશન - હેડ ક્વાર્ટર નવી દિલ્હીના ઇલેક્ટ પ્રેસીડન્ટ ડો. અનિલ નાયકે જણાવ્યું હતું. સૌરાષ્ટ્રના તબીબી જગત માટે ગૌરવરૂૂપ એવી ઇન્ડીયન મેડીકલ એસોસીએશન-ગુજરાતની 76મી રાજ્ય કક્ષાની કોન્ફરન્સના સાયન્ટીફીક સેશનનો શુભારંભ થયો છે.

ડો. અનિલ નાયકના જણાવ્યા અનુસાર ગુજરાતભરના ત્રણ હજાર જેટલાં તબીબો તથા દેશભરમાંથી વિવિધ રોગના નિષ્ણાત તબીબોની ઉપસ્થિતિમાં યોજાયેલાં સમારોહમાં કોન્ફરન્સના સાયન્ટીફીક સેશનનો પ્રારંભ થયો છે. રાષ્ટ્રીય અગ્રણી તરીકે હું દેશભરના તમામ રાજ્યમાં વિવિધ કોન્ફરન્સમાં ઉપસ્થિત રહુ છુ પણ રાજકોટની આ કોન્ફરન્સ તમામ ક્ષેત્રે ઉત્કૃષ્ટ છે. વિવિધ વિષયોના નિષ્ણાત ફેકલ્ટી, એકેડમીક કાર્યક્રમો, પ્રદર્શન, પેપરપ્રેઝન્ટેશન દરેક ક્ષેત્રે ઉમદા આયોજન થયુ છે એ માટે ઈન્ડીયન મેડિકલ એસોસીએશન-રાજકોટ અને જીમાકોનની ટીમ અભીનંદનને પાત્ર છે. રાષ્ટ્રીય કક્ષાએ આની નોંધ લેવાશે. તેમણે વધુમાં જણાવ્યું કે, નિષ્ણાત તબીબોના મતે જીવન શૈલીમાં થોડા ફેરફાર થકી આપણે તંદુરસ્ત રહી શકીએ છીએ અને તંદુરસ્ત સમાજની રચના માટેના અમારા ધ્યેયની પરીપૂર્તિ માટે આ કોન્ફરન્સ મહત્વની સાબીત થશે. દેશભરમાંથી આવેલાં વિવિધ રોગના નિષ્ણાત તબીબો કોન્ફરન્સમાં વિવિધ રોગ અને તેની અદ્યતન સારવાર અંગે વિસ્તૃત છણાવટ કરશે જેનો લાભ સૌરાષ્ટ્રના તબીબો તથા સૌરાષ્ટ્રના લોકોને થશે.

Advertisement

ગુજરાત આઈ.એમ.એ.ના પ્રેસીડન્ટ ડો. ભરત કાકડીયાએ જણાવ્યું હતું કે, હાલમાં સમાજમાં ખાનપાનની ફુટેવો, વ્યસનો અને પરિશ્રમ વગરના જીવનના કારણે જીવનશૈલી સંબંધીત અનેક સમસ્યાઓ જોવા મળે છે. બાળકો અને યુવાનોમાં આજકાલ સોડાયુક્ત ઠંડા પીણા, જંકફુડ વગેરેનો વપરાશ બહુ વધ્યો છે જેમાંથી શરીરને કોઈ પણ પ્રકારનું પોષણ મળતુ નથી ઉલ્ટા આ પ્રકારના પીણા અને કુડમાં વધુ પ્રમાણ રહેલ સુગરના કારણે પાચનમાં તકલીફ ઉભી થાય છે જે અંતે હોજરી, સ્વાદ પિંડુ, આંતરડાને નુકસાન કરે છે.

શહેરોમાં રમત-ગમતના મેદાનનો અભાવ જોવા મળે છે તો ભયંકર ટ્રાફીકના કારણે રોડ પર લોકો ચાલી શક્તા નથી. વધતા જતાં વાહન વ્યવહારના કારણે લોકોમાં ચાલવાનુ પ્રમાણ ઘટતુ જાય છે. કામવાળા કલ્ચરના કારણે ગૃહિણીઓને રોજના કામમાં થતી કસરત બંધ થતી જાય છે. યુવાનો અને ખાસ કરીને કોર્પોરેટ કલ્ચરમાં સીગારેટનું વ્યસન વધ્યુ છે. ગુજરાતમાં દારૂૂબંધીના કારણે પણ તમાકુ, ગુટકા વગેરેના વ્યસન વધ્યા હોય એવુ લાગે છે. એક અભ્યાસ પ્રમાણે દેશમાં મો-ગલોફા-ગળાના કેન્સર સૌથી વધુ સૌરાષ્ટ્ર-ગુજરાતમાં જોવા મળે છે.
જીમાકોન-2024ના ચેરમેન ડો.અતુલ પંડયાએ જણાવ્યું હતું કે, આઠ વર્ષ બાદ એલોપેથી તબીબોના સૌથી મોટા સંગઠન આઈ. એમ. એ.ની રાજ્યકક્ષાની કોન્ફરન્સના યજમાન બનવાની રાજકોટને તક મળી છે ત્યારે અમોએ આ વખતે વર્તમાન જીવન શૈલી સંબંધી વિવિધ રોગ અને તેની સારવાર પર ભાર મુક્યો છે.

અમારો હેતુ લોકો લાઈફ સ્ટાઈલ વ્યવસ્થિત કરે અને રોગના સપડાય જ નહી એ મુખ્ય છે.
રાજકોટ આઈ.એમ.એ.ના પ્રેસીડન્ટ ડો. કાંત જોગાણી અને સેક્રેટરી ડો. અમીપ મહેતાની સંયુક્ત યાદીમાં જણાવ્યા અનુસાર રાજકોટમાં કાલાવડ રોડ પર આવેલી હોટલ સિઝન્સ ખાતે આજથી શરૂૂ થયેલી કોન્ફરન્સ જીમાકોન-2024 બે દિવસ ચાલશે. શનિ-રવિ બે દિવસ દરમિયાન અનેક નિષ્ણાત ફેકલ્ટી પોતાના જ્ઞાન અને અનુભવના આધારે દર્દીની સારામાં સારી સારવાર કઈ રીતે થઈ શકે એ અંગે માર્ગદર્શન આપશે. એલોપેથી સારવારને વિશ્વમાં એવિશન બેઈઝડ મેડિસન ગણવામાં આવે છે.

સાયન્ટીફીક સેશનના શુભારંભ પ્રસંગે જાણીતા બિલ્ડર દિલીપભાઈ લાડાણી સહિત વિવિધ સમાજના આગેવાનો ઉપસ્થિત રહ્યા હતાં. કોન્ફરન્સ સાથે મેડિકલને સંલગ્ન એક્ઝીબિશન, પોસ્ટર પ્રેઝન્ટેશન વગેરે આયોજન જોઈ અધિકારી અને આગેવાનોએ કોન્ફરન્સના યજમાન આઈ.એમ. એ.ની ટીમને બિરદાવી હતી. ગુજરાત આઈ. એમ. એ. ના પ્રેસીડન્ટ ડો. ભરત કાકડીયા, સેક્રેટરી ડો. મેહુલ શાહ, ઝોન ઉપપ્રમુખ ડો. ભાવેશ સચદે, જીમાકોન-2024ના ચેરમેન ડો. અતુલ પંડયા, કોન્ફરન્સ કો.ઓર્ડીનેટર ડો. યજ્ઞેશ પોપટ, ઓર્ગેનાઈઝીંગ સેક્રેટરી (ચીફ) ડો. ચેતન લાલસેતા, ઓર્ગેનાઈઝીંગ સેક્રેટરી (સાયન્ટીફીક) ડો. સંજય ભટ્ટ, ઓર્ગેનાઈઝીંગ સેક્રેટરી (ઈવેન્ટ) ડો. પારસ શાહ, રાજકોટ આઈ. એમ.એ. ના પ્રમુખ ડો. કાંત જોગાણી, સેક્રેટરી ડો. અમીષ મહેતા, જીમાકોન-2024ના કો. ચેરમેન ડો. એમ. કે. કોરવાડીયા, ડો.હિરેન કોઠારી, ડો. દિપેશ ભાલાણી, સાયન્ટીફીક કમીર્ટી ચેરમેન ડો. અમીત અગ્રાવત, ટ્રેઝરર ડો. તેજસ કરમટા, સોવેનિયર એડીટર ડો. જય ધીરવાણી, જોઈન્ટ સેક્રેટરી પ્રફુલ કમાણી, ડો. રૂૂકેશ ઘોડાસરા, ડો. સંજય ટીલાળા, જોઈન્ટ ટ્રેઝરર ડો. પિયુષ ઉનડકટ, ડો. જયેશ ડોબરીયા, રાજકોટના વરીષ્ઠ તબીબો ડો. એસ. ટી. હેમાણી, ડો. સી. આર. બાલધા, ડો. ડી. કે. શાહ, ડો. સુશિલ કારીઆ, ડો. પ્રકાશ મોઢા, ડો. કિરીટ દેવાણીના માર્ગદર્શન હેઠળ તબીબોની ટીમ કોન્ફરન્સના આયોજન માટે કાર્યરત છે. કોન્ફરન્સના મિડિયા કો. ઓર્ડિનેટર તરીકે વૈભવ ગ્રાફિક્સના વિજય મહેતા સેવા આપે છે.

જીમાકોન-24 ના સફળ આયોજન માટે રીશેપ્શન કમીટીના ચેરમેન ડો. ડી. કે. શાહ, સાયન્ટીફીક કમીટીના ચેરમેન ડો. અમીત અગ્રાવત, સુવેનિયર કમીટીના ચેરમેન ડો. જય ધીરવાણી, ઓડિયો વિઝ્યુઅલ કમીટીના ચેરમેન ડો. મિહિર તન્ના, ઈનોગ્રેશન ફંક્શન કમીટીના ચેરમેન ડો. અમીત હપાણી, ફાયનાન્સ કમીટીના ચેરમેન ડો. મયંક ઠક્કર, વેન્યુ અને સ્ટોલ કમીટીના ચેરમેન ડો. સંકલ્પ વણઝારા, એન્ટરટેઈનમેન્ટ કમીટીના ચેરમેન ડો. નિતિન લાલ, હોલ મેનેજમેન્ટ કમીટીના ચેરમેન ડો. વિજય નાગેચા, સ્પાઉસ પ્રોગ્રામ કમીટીના ચેરમેન ડો. સ્વાતિબેન પોપટ, રજીસ્ટ્રેશન કમીટીના ચેરમેન ડો. રશ્મી ઉપાધ્યાય, એકોમોડેશન અને ટ્રાન્સપોર્ટ કમીટીના ચેરમેન ડો. નિતીન ટોલીયા, ફુડ એન્ડ બેવરેજીસ કમીટીના ચેરમેન ડો. કમલેશ કાલરીયા, કીટ એન્ડ મેમેન્ટો કમીટીના ચેરમેન ડો. દેવેન્દ્ર રાખોલીયા, એસ.ડબલ્યુ.સી. કમીટીના ચેરમેન ડો. વી. બી. કાસુન્દ્રાની આગેવાની હેઠળ વિવિધ કમીટીમાં તબીબોની ટીમ કાર્યરત છે.

Advertisement
Tags :
Advertisement
Advertisement