રાજકોટ
સૌરાષ્ટ્ર | સુરેન્દ્રનગરમોરબીપોરબંદરજુનાગઢકચ્છઅમરેલીભાવનગર
ગુજરાતરાષ્ટ્રીયઆંતરરાષ્ટ્રીયવ્યવસાયવિશેષ અંકReligious
Advertisement

બસપોર્ટમાં મુસાફરોની નજર ચૂકવી દાગીના સેરવી લેનાર શખ્સની ધરપકડ

04:35 PM Jul 19, 2024 IST | Bhumika
Advertisement
Advertisement

શહેરના ઢેબર રોડ પર આવેલા બસપોર્ટમાં મુસાફરોની નજર ચૂકવી દાગીના અને રોકડ સેરવી લેનાર સુત્રાપાડાના શખ્સની એ ડીવીઝન પોલીસે ધરપકડ કરી મુદ્દામાલ જપ્ત કર્યો છે.વધુ વિગતો મુજબ ગઇ તા.11ના રોજ બપોરના સમયે બસપોર્ટમાં મહિલા મુસાફર તેમનું બેગ લઇ બસની રાહ જોતા હતા ત્યારે કોઇ અજાણ્યા શખ્સે બેગની ચોરી કરી હતી. આ બેગમાં સોનાનું મંગલસુત્ર, વીંટી હોવાની ફરિયાદ એ ડિવીઝન પોલીસ મથકમાં કરવામાં આવી હતી. આ બનાવમાં પોલીસ મથકના પીઆઇ આર.જી.બારોટની રાહબરીમાં એએસઆઇ એમ.વી.લુવા, કલ્પેશભાઇ બોરીચા, ધરાભાઇ ગઢવી અને ધવલભાઇ સહિતનો સ્ટાફ બસપોર્ટ પહોંચી ગયો હતો અને સીસીટીવી ફૂટેજ ચકાસી ચોરની ઓળખ મેળવી હતી અને બસપોર્ટની પાછળ જય અંબે ચા વાડી શેરીમાંથી આ શખ્સને ઝડપી લીધો હતો.

તેની પૂછપરછ કરતા પોતે સુત્રાપાડાનો રહેવાસી હોવાનું અને તેમનું નામ ધર્મેશ ઉર્ફે ધમો હિંમતભાઇ બાંભણીયા હોવાનું જણાવ્યું હતુ. તેની પાસે રહેલા થેલા અંગે પૂછપરછ કરતા બેગના કોઇ અધાર પુરવા નહોતા તેમની પોલીસ મથકે લઇ જઇ સઘન પૂછપરછ કરતા આરોપીએ કબૂલાત આપી હતી. પોતે આ બેગ બસ સ્ટેશનમાંથી ચોરી ર્ક્યુ છે. તેમજ બેગમાંથી ઘરેણા કબ્જે લીધા હતા. તેમની પાસેથી મળી આવેલ બાઇક અંગે પૂછતા બાઇક શાપર-વેરાવળ પાસેથી એક બાઇક ચોરી કરી હતી. તેમજ આરોપીની પૂછપરછમાં અમદાવાદના ઇસ્કોન મોલ પાસે બસમાંથી એક મહિલાની બેગની ચોરી કરી હતી. જેમાંથી સોનાની બૂંટી, સોનાની ત્રણ વીટી અને ચાંદીના બે જોડી પાયલની ચોરી કર્યાની કબૂલાત આપી હતી

Tags :
crimegujaratgujarat newsrajkotrajkot newsstole jewelry
Advertisement
Next Article
Advertisement