સોમનાથમાં શ્રાવણ માસમાં ભાવિક ભક્તોને દર્શન માટે અગવડ ન પડે તે માટે તંત્ર સજ્જ
આવતીકાલથી હિન્દુઓના પવિત્ર શ્રાવણ માસની શરૂૂઆત થઈ રહી છે, ત્યારે દ્વાદશ જ્યોતિર્લિંગ પૈકીના પ્રથમ જ્યોતિર્લિંગ એવા સોમનાથ મંદિર ખાતે ભાવિક ભક્તોની દર્શન માટે સમગ્ર માસ દરમિયાન ભીડ રહે છે.
શ્રાવણ માસ દરમિયાન ભાવિક ભક્તોને કોઈ અગવડ ન પડે અને શાંતિપૂર્વક દર્શન થઈ શકે તે માટે તંત્ર દ્વારા વિવિધ વ્યવસ્થાઓ ઊભી કરવામાં આવી છે. મંદિર અને તેના આસપાસના પરિસર ખાતે સુરક્ષા અને સલામતી જળવાય તે માટે આજે જિલ્લા કલેકટર એન.વી. ઉપાધ્યાય અને જિલ્લા પોલીસ વડા મનોહરસિંહ જાડેજાની અગવાઈમાં જિલ્લાના વિવિધ વિભાગોના અધિકારીઓ અને કર્મચારીઓએ સ્થળ મુલાકાત લઈ તેની સમીક્ષા કરી હતી. કલેકટર ઉપાધ્યાયે જિલ્લા વહીવટી તંત્ર દ્વારા ભાવિક ભક્તોને મંદિરમાં દર્શન અને સલામતી બાબતે કોઈ અગવડ ના પડે તે માટે તંત્ર દ્વારા કરવામાં આવેલી વિવિધ વ્યવસ્થાઓની ચકાસણી કરી હતી.
ભીડમાં કોઈ દર્શનાથીને સ્વાસ્થ્યની સમસ્યા સર્જાય તો અ ારોગ્યની ફર્સ્ટ એઈડ સારવાર મળી રહે તે માટે ડેસ્ક, સલામતી અને પૂછપરછ માટેનો ડેસ્ક, પ્રસાદ અને ભોજન સહિતની વ્યવસ્થાઓ નિહાળીને ઉપસ્થિત કર્મચારીઓને જરૂૂરી સૂચનાઓ આપી હતી. તેમની આ મુલાકાતમાં નિવાસી અધિક કલેક્ટર રાજેશ આલ, પ્રાંત અધિકારી વિનોદ જોશી, સોમનાથ ટ્રસ્ટના જનરલ મેનેજર વિજયસિંહ ચાવડા સહિતના અધિકારીઓ કર્મચારીઓ તથા મંદિર ટ્રસ્ટના અધિકારીઓ- કર્મચારીઓ જોડાયાં હતાં.