For the best experience, open
https://m.gujaratmirror.in
on your mobile browser.
Advertisement

રાજકોટ જિલ્લાનો ડિઝાસ્ટર પ્લાન મેળવતી આર્મી

05:36 PM Jul 01, 2024 IST | Bhumika
રાજકોટ જિલ્લાનો ડિઝાસ્ટર પ્લાન મેળવતી આર્મી
Advertisement

ભારે વરસાદની આગાહી વચ્ચે SDRFની ટીમ ધોરાજીમાં મૂકાઈ: NDRFની ટીમે રાજકોટ જિલ્લામાં સર્ચ કરી ભુગોળથી વાકેફ થયા

રાજકોટ સહિત સૌરાષ્ટ્રભરમાં ભારે વરસાદની આગાહી કરવામાં આવી છે ત્યારે હવામાન ખાતાની આગાહી પહેલા જ કેન્દ્ર સરકાર દ્વારા રાજકોટ સહિત તમામ જિલ્લાઓમાં એનડીઆરએફની ટીમ ફાળવી દેવામાં આવી છે. જે ટીમે રાજકોટ જિલ્લામાં પેટ્રોલીંગ કરી ભુગોળથી વાકેફ થયા હતાં. બીજી બાજુ ગઈકાલે એસડીઆરએફની ટીમ રાજકોટ આવી પહોંચતાં આ ટીમને ધોરાજી ખાતે ફાળવી દેવામાં આવી છે.

Advertisement

જ્યારે આર્મીના અધિકારીઓએ જિલ્લા કલેકટર અને એડીશ્નલ કલેકટર સાથે મુલાકાત કરી રાજકોટ જિલ્લાનો ડિઝાસ્ટર પ્લાન મેળવ્યો હતો.ચોમાસુ ધીમે ધીમે જામતું જાય છે ત્યારે હવામાન ખાતા દ્વારા રાજકોટ સહિત સમગ્ર સૌરાષ્ટ્રમાં ભારેથી અતિભારે વરસાદની આગાહી કરવામાં આવી છે. જેના ભાગરૂપે તંત્રને એલર્ટ મોડ પર રાખવામાં આવ્યા છે. કેન્દ્ર સરકાર દ્વારા આ વખતે ચોમાસા પહેલા જ સૌરાષ્ટ્ર ગુજરાતના મોટા જિલ્લાઓમાં અગાઉથી જ એનડીઆરએફની ટીમ ફાળવી દીધી છે. જ્યારે આજે રાજકોટ જિલ્લાને એસડીઆરએફની ટીમ પણ ફાળવવામાં આવી હતી. અને એસડીઆરએફની ટીમ રાજકોટ આવી પહોંચતાં કલેકટર પ્રભવ જોષીએ ભારે વરસાદની આગાહીને ધ્યાને રાખીને એસડીઆરએફની ટીમને ધોરાજીમાં કેમ્પ કરવા આદેશ કર્યો છે.

બીજી બાજુ ત્રણ દિવસથી રાજકોટ આવી પહોંચેલી એનડીઆરએફની ટીમે સ્થાનિક અધિકારીઓને સાથે રાખી રાજકોટ જિલ્લામાં આવેલ ડેમ, નદી, નાળાઓની મુલાકાત લઈ ભુગોળથી વાકેફ થયા હતાં. બીજી બાજુ જામનગરથી આર્મીના અધિકારીઓ પણ રાજકોટ આવી પહોંચ્યા હતાં અને એડીશ્નલ કલેકટર ચેતન ગાંધી સાથે મુલાકાત કરી રાજકોટ જિલ્લાનું ડીઝાસ્ટર પ્લાન મેળવી લીધો હતો.

રાજકોટ શહેર જિલ્લામાં જો ભારે વરસાદના કારણે પૂર જેવી સ્થિતિ સર્જાય તો શું કાર્યવાહી કરવી ? તે માટે આર્મીના અધિકારીઓ, એડીઆરએફની ટીમ અને એસડીઆરએફની ટીમ દ્વારા તાત્કાલીક રાહત મળી રહે તે માટેની તૈયારીઓ પૂર્ણ કરી દીધી છે.

Advertisement
Tags :
Advertisement
Advertisement