ઈ પેપરવિશેષ અંકવ્યવસાયઆંતરરાષ્ટ્રીય
સૌરાષ્ટ્ર | સુરેન્દ્રનગરમોરબીપોરબંદરજુનાગઢકચ્છઅમરેલીભાવનગર
રાજકોટSportsક્રાઇમગુજરાતરાષ્ટ્રીયReligious
Advertisement

માળિયા હાટીના પાસે બાઇક અકસ્માતમાં આર્મી જવાનનું મોત

12:34 PM Aug 21, 2024 IST | Bhumika
Advertisement

જૂનાગઢ જિલ્લાના માળિયા હાટીના તાલુકાના ચરખડી ગામ નજીક બાઈકના અકસ્માતમાં સેનાના જવાનનું મોત થયું છે. ત્રિપલ સવારીમાં બાઈક સ્પિડ બ્રેકર ઓળંગવા જતાં આ અકસ્માતમાં સર્જાયો હતો. આ ત્રણેય યુવકો વેરાવળ તરફ જઈ રહ્યાં હતાં ત્યારે માળિયા હાટિનાના ચરખડી ગામ નજીક અકસ્માત સર્જાયો હતો.

Advertisement

બનાવની વિગત મુજબ, ચરખડી ગામ પાસે સર્જાયેલ અકસ્માતમાં બાઈક પર ભારતીય સેનામાં ફરજ બજાવતા જવાન વિશાલકુમાર સુરેન્દ્રભાઈ ગોંડ અને અન્ય બે યુવકો સવાર હતા. ત્રણેયને ગંભીર ઈજાઓ થતા માળિયા બાદ કેશોદ રિફર કરાયા હતા,

જ્યાં કેશોદ સરકારી હોસ્પિટલે હાજર ડોકટરે સેનાના જવાન વિશાલકુમારનું મોત થયાનું જાહેર કર્યું હતું.
અકસ્માતમાં મોતને ભેટનાર સેના જવાન વિશાલકુમાર સુરેન્દ્રભાઈ ગોંડ ગીર સોમનાથના વેરાવળના હોવાનું અને ભારતીય સશસ્ત્ર સેના તેમજ એરફોર્સમાં ફરજ બજાવતાં હોવાનું જાણવા મળ્યું છે. ઘટનાની જાણ થતા તેમનો પરિવાર વેરાવળથી કેશોદ સરકારી હોસ્પિટલે દોડી ગયો હતો, જ્યાં પરિવારના સભ્યોએ ભારે આક્રન્દ કર્યો હતો.

Tags :
accidentArmy jawangujaratgujarat newsMalia Hatina
Advertisement
Next Article
Advertisement