For the best experience, open
https://m.gujaratmirror.in
on your mobile browser.
Advertisement

અમરેલી-હળવદમાં મોટી દુર્ઘટના: ડૂબવાની 2 ઘટનામાં 4 બાળકોના મોત

06:40 PM May 30, 2025 IST | Bhumika
અમરેલી હળવદમાં મોટી દુર્ઘટના  ડૂબવાની 2 ઘટનામાં 4 બાળકોના મોત

Advertisement

આ કાળઝાળ ગરમીમાંથી રાહત મેળવવા લોકો નાડુ કેનળમાં નાહવા પડતા હોય છે, જેના લીધે ડૂબી જવાન ઈ ઘટના બનતી હોય છે. ત્યારે આજે રાજ્યમાં ડૂબવાની અલગ- અલગ ઘટનાઓમાં 4 બાળકોના મોત થયાં છે. જયારે 3ને બચાવી લેવામાં આવ્યા છે.

આજે હળવદના કડીયાણા ગામે બે બાળકોના ડૂબી જવાથી મોત નીપજ્યા છે, જ્યારે સાવરકુંડલામાં ભેંસણીયા ડેમમાં નહાવા પડતા ત્રણ બાળકોમાંથી 2 બાળકોના ડૂબી જવાથી મોત થયાં છે.જયરે એક બાળકને બચાવી લેવામાં આવ્યો હતો. તો બીજી તરફ જુનાગઢ જિલ્લાના શીલ ગામે નદીમાં નહાવા પડેલા ત્રણ બાળકોને ડૂબતા બચાવી લેવામાં આવ્યા છે.

Advertisement

હળવદમાં બે બાળકો ડૂબી જતાં મોત

મળતી માહિતી અનુસાર હળવદ તાલુકાના કડીયાણા ગામે વોકળામાં નહાવા પડેલા બે બાળકોના મોત નીપજ્યા છે. આદિત્ય ભરવાડ (ઉં.વ. 13) અને પ્રિન્સ ભરવાડ (ઉં.વ. 12) નામના બે બાળકો પોતાના દાદાની સાથે ખેતરમાં ગયા હતા. ત્યારે ખેતરની બાજુમાંથી પસાર થતાં વોકળામાં નહાવા પડ્યા હતા અને ડૂબવા લાગ્યા હતા. ઘટનાની જાણ થતાં ગ્રામજનો અને પરિવારજનો ઘટનાસ્થળે પહોંચ્યા હતા. ત્યારબાદ ત્યારબાદ બંને બાળકોને બહાર કાઢી સરકારી હોસ્પિટલ ખાતે લઇ જવામાં આવ્યા હતા. જ્યાં ફરજ પરના તબીબોએ બંને બાળકોને મૃત જાહેર કર્યા છે.

સાવરકુંડલાના ભેંસણીયા ડેમમાં ત્રણ બાળક ડૂબ્યાં, બેનાં કરુણ મોત, એકનો આબાદ બચાવ

સાવરકુંડલામાં ભેંસણિયા ડેમમાં ત્રણ બાળક નાહવા પડતાં બેનાં ડૂબી જવાથી મોત થયાં છે જયારે એકનો આબાદ બચાવ થયો છે. મળતી માહિતી અનુસાર અમરેલી જિલ્લાના સાવરકુંડલા નજીક આકાશી મેલડી મંદિર પાસે આવેલા ભેંસણિયા ડેમમાં ત્રણ બાળક નાહવા પડતાં આ દુર્ઘટના સર્જાઈ હતી. આ દુર્ઘટનામાં બે બાળકનાં કરુણ મોત થયાં છે, જ્યારે એક બાળકનો આબાદ બચાવ થયો છે, જ્યારે એક બાળક કૃણાલના ફઈએ આઘાતમાં પોતાના માથામાં ઈજા પહોંચાડી હતી.

આ ઘટનામાં કૃણાલ અશ્વિનભાઈ સોલંકી ઉ.વર્ષ 14) અને મંત્ર રાજદીપભાઈ મસરાણી (ઉ.વર્ષ 10)નું ડૂબી જવાથી મોત નીપજ્યું હતું. જ્યારે મોહિત મનીષભાઈ સોલંકી (ઉ.વર્ષ.13) નો આબાદ બચાવ થયો હતો. ઉલ્લેખનીય છે કે ત્રણેય બાળકો સાવરકુંડલાના જેસર રોડ પાસે રહે છે.

Advertisement
Tags :
Advertisement
Advertisement