રાજકોટ
સૌરાષ્ટ્ર | સુરેન્દ્રનગરમોરબીપોરબંદરજુનાગઢકચ્છઅમરેલીભાવનગર
ગુજરાતરાષ્ટ્રીયઆંતરરાષ્ટ્રીયવ્યવસાયવિશેષ અંકReligious
Advertisement

વઢવાણમાં બંધ મકાનમાં બુકાનીધારી તસ્કરો ત્રાટક્યા, 4.85 લાખની તસ્કરી

12:12 PM Sep 12, 2024 IST | admin
Advertisement

વઢવાણમાં બંધ મકાનમાં બુકાનીધારી તસ્કરો ત્રાટક્યા, 4.85 લાખની તસ્કરીદંપતી મકાન બંધ કરી પુત્રના ઘરે આંટો મારવા ગયું હતું: સીસીટીવીમાં ઘટના કેદ

Advertisement

વઢવાણ લીંબડી રોડ પોલીસ ચોકી સામે વિશ્વકર્મા ટાઉનમાં રહેતુ દંપતી ઘરના તાળા મારીને 27-7-2024ના દિવસે દીકરાને ત્યાં ગયા હતા. ઘરની ચાવી તેમજ દેખરેખ રાખવાનું તેમના નાના ભાઈના દીકરાને કહ્યું હતું. પરંતુ 9-9-2024ના દિવસે નાનાભાઇનો દીકરો ઘરે આંટો મારવા ગયો તો ઘરમાં ચોરી થયાનું બહાર આવ્યું હતું. આથી રૂૂ. 4 લાખની રોકડ, સોનાનો હાર, ચાંદીના છડા સહિત રૂૂ. 4,85,000ની ચોરી થયાની 3 અજાણ્યા શખસો સામે વઢવાણ પોલીસ મથકમાં ફરિયાદ નોંધાવી હતી.

વઢવાણ લીંબડી રોડ પોલીસ ચોકી સામે વિશ્વકર્મા ટાઉન પાછળ સિધ્ધનાથનગરમાં રહેતા અને ફોટોગ્રાફી તેમજ ખેતી કામ કરતા ભરતભાઈ બેચરભાઈ પરમાર વઢવાણ પોલીસ મથકે ફરિયાદ નોંધાવી હતી. જેમાં જણાવ્યું કે, તા. 27-7-2024ના રોજ સવારના સાડા અગિયાર વાગ્યે વઢવાણ લીંબડી રોડ પોલીસ ચોકી સામે વિશ્વકર્મા ટાઉનવાળા તેમના પિતાના મોટાભાઈ કમલેશભાઈ માનસંગભાઈ પરમાર અને તેમના પત્ની કાંતાબેન પરમાર પોતાના ઘરે તાળાં મારી તેમના સગા દીકરા ઈઈઝટમાં તસ્કરો રોડની સાઇડની દીવાલ કૂદીને ઘરમાં આવ્યા તે કેદ થયું ચોરીની ઘટનામાં ઘરમાં લાગેલા સીસીટીવી કેમેરા ચેક કરાયા હતા.

જેમાં તા. 8-9-2024ના રોજ રાતના 3.10 વાગ્યાની આસપાસ ત્રણ અજાણ્યા શખસો મોઢે કપડુ બાંધી, રોડની સાઇડમાં દીવાલ કૂદીને ઘરમાં આવે છે. કોઇ લોખંડના સાધન વડે દરવાજાનું તાળું તોડી ઘરમાં આવે છે. ઘરની બહાર કેમેરા લગાવેલા હોવાની ખબર પડી જતા 1 માણસ કેમેરા ફેરવી નાંખતો જોવા મળે છે. આ પછી કેમેરામાં દેખાવવાનું બંધ થયું છે.

Tags :
gujaratgujarat newstheftvadhvan
Advertisement
Next Article
Advertisement