For the best experience, open
https://m.gujaratmirror.in
on your mobile browser.
Advertisement

કલોલમાં 2 કિ.મી.સુધીનો વિસ્તાર કોલેરાગ્રસ્ત જાહેર, 32 ટીમ દ્વારા સેવા

01:16 PM Mar 05, 2024 IST | admin
કલોલમાં 2 કિ મી સુધીનો વિસ્તાર કોલેરાગ્રસ્ત જાહેર  32 ટીમ દ્વારા સેવા

કલોલ પૂર્વના રોગચાળાગ્રસ્ત વિસ્તારમાંથી કોલેરાના 2 કેસ સામે આવ્યા છે. જેને પગલે અહીં 2 કિલોમીટર વિસ્તારને કોલેરાગ્રસ્ત જાહેર કરાયો છે. જેમાં મામલતદારને કોલેરા નિયંત્રણ અધિકારી તરીકે કામગીરી સોંપાઈ છે. છેલ્લા 1 અઠવાડિયાથી અહીં ઝાડા-ઊલ્ટીના કેસો થંભવાનું નામ નથી લઈ રહ્યાં. ગત સોમવારે નવા 9 કેસ સાથે કુલ કેસનો આંકડો 201 પર પહોંચ્યો છે. કોલેરાના નવા કેસમાં એક 3 વર્ષનો બાળક અને 22 વર્ષની યુવતીનો સમાવેશ થાય છે.
કલોલના પૂર્વ વિસ્તારમાં 15 જેટલી સોસાટીના વિસ્તારમાંથી 27 ફેબ્રુઆરીના રોજ એક જ દિવસમાં ઝાડા-ઊલટીના 36 કેસો સામે આવતા આરોગ્ય તંત્ર દોડતું થઈ ગયું હતું. સંભવિત દૂષિત પાણીના કારણે ફેલાયેલા રોગચાળાને પગલે એક અઠવાડિયાથી ઝાડા-ઊલટીના કેસો સામે આવી રહ્યાં છે. પેન્ડિંગ રહેલાં 2 રિપોર્ટ સોમવારે આવ્યા હતા. જેમાં બંને કેસ કોલેરા પોઝિટિવ આવતા તંત્ર દોડતું થઈ ગયું હતું.

Advertisement

જેમાંથી એક ત્રણ વર્ષનું બાળક છે, જે હાલ હોસ્પિટલમાં સારવાર હેઠળ છે અને સ્ટેબલ છે. જ્યારે 22 વર્ષની યુવતીને પણ કોલેરા હોવાનું સામે આવ્યું છે. યુવતીને હોસ્પિટલમાં રજા પણ આપી દેવામાં આવી છે. આરોગ્ય તંત્ર દ્વારા આ અંગે જિલ્લા તંત્રનું ધ્યાન દોરવામાં આવ્યું હતું. જેને પગલે કલેક્ટર મેહુલ દવે દ્વારા અહીં ત્રિકમનગર મજૂર હાઉસિંગ સોસાયટીના આજુબાજુનો 2 કિલોમીટરનો વિસ્તાર 3 મહિના માટે કોલેરાગ્રસ્ત જાહેર કરી દેવામાં આવ્યો છે.

Advertisement
Advertisement
Tags :
Advertisement
Advertisement