For the best experience, open
https://m.gujaratmirror.in
on your mobile browser.
Advertisement

15 પીધેલામાંથી 10 પાટીદાર હોય છે? મહિલા પીએસઆઈએ અરીસો બતાવતા સમાજમાં ચકચાર

04:02 PM Feb 13, 2025 IST | Bhumika
15 પીધેલામાંથી 10 પાટીદાર હોય છે  મહિલા પીએસઆઈએ અરીસો બતાવતા સમાજમાં ચકચાર

સુરત ખાતે પાટીદાર સમાજના એક સામાજિક કાર્યક્રમમાં પાટીદાર સમાજમાંથી આવતા મહિલા પીએસઆઇ ઉર્વિશા મેંદપરાએ પાટીદાર સમાજમાં દારૂના દૂષણ અને સાઇબરફોડમાં સંડોવણી અંગે જાહેર મંચ પરથી કરેલી વાતથી સમગ્ર ગુજરાતમાં ભારે ચર્ચા જાગી છે અને સમાજના આગેવાનોમાંથી અલગ અલગ મંતવ્યો શરૂ થયા છે.
આ બારામાં ઠેર ઠેર ચર્ચા શરૂ થઇ છે કે, મહિલા પીએસઆઇની વાત કેટલી સાચી અને કટેલી અતિસંયોકિત ભરી? જો કે, મોટાભાગના આગેવાનો સાવધાનીભર્યો સૂર કાઢી રહ્યા છે.

Advertisement

સુરતના સરથાણા વિસ્તારમાં ફરજ બજાવતાં પીએસઆઇ અને પાણીદાર પાટીદાર દીકરી એવા ઉર્વીશા મેંદપરાએ હિંમતવાન બનીને પટેલ સમાજના કાર્યક્રમમાં જ સમાજને અરીસો બતાવ્યો છે.

સરથાણા વિસ્તારનાં મહિલા પીએસઆઇ અને પાટીદાર દીકરીએ સમાજના કાર્યક્રમમાં જણાવ્યું હતું કે હું તમને સરથાણા પોલીસ સ્ટેશનની વાત કરું. સાંજે અમારા લકોકોનું કામ છે કે સૌથી વધારે નશાની હાલતમાં હોય તેમના કેસ કરવા. એટલે અમે અમારા ટાર્ગેટ પર નીકળીએ છીએ, એટલે કે આટલા કેસ આજે કરવાના છે. દારૂૂકેસમાં 15 છોકરામાંથી 10 તો પટેલ સમાજના હોય છે. આ વસ્તુ વિચારવાની વાત છે. મને જોઇને બહુ દુ:ખ થાય છે અને પછી તમે હાથ જોડો છો આવીને કે સાહેબ, તમે તો પટેલ છો, તમે તો સમજો. મને કોઇક આવું કહે એટલે વધારે ગુસ્સો આવે છે અને હું એમ કહું છું કે કોઇપણની ભલામણ આવે...

Advertisement

કોઇપણની ભલામણ આવે, પણ મારા પટેલ સમાજને છોડવાનો નથી. એક રાત એ અંદર લોકઅપમાં રહેશે તો તેને ખ્યાલ આવશે કે આ વસ્તુ ના કરાય. ખૂબ વિચારવાની વાત છે. અત્યારે સમાજની તમામ વ્યક્તિઓ બેઠી છે એટલે હું કહેવા માગું છું કે આ વસ્તુ વિચારવાની વાત છે. શું કામ આવું કરો છો. તમારી પાસે પૈસા છે તો સારી જગ્યાએ વાપરોને અને જે સાયબર ફ્રોડના કેસ આવે છે એમાં 50 ટકા પટેલ સમાજના હોય છે. શું કામ અવળા રસ્તે ચડો છો. પટેલ સમાજે આટલી નામના મેળવી છે. આટલું આગળ વધ્યા છે તો શું કામ પતન તરફ જવાનું. આજુબાજુની વ્યક્તિ પણ અમને કહેતી હોય છે કે સાહેબ, તમારો સમાજ છે. તમારો સમાજ છે. કેટલી શરમ આવે છે, એટલે થોડું વિચારવાની વાત છે.

ટકાવારીમાં અતિશયોક્તિ: જેરામભાઇ
આ બારામાં સિદસર ઉમિયાધામના પ્રમુખ જેરામભાઇ વાંસજાળીયાએ જણાવ્યુ હતુ કે, મહિલા પીએસઆઇએ આપેલી ટકાવારી સાથે હુ સહમત નથી. દરેક સમાજમાં વ્યસનનું દૂષણ વધ્યુ છે. પાટીદાર સમાજ મોટો હોવાથી તેની સંખ્યા દેખાય છે. પણ સમાજ આવા દૂષણને સહકાર આપતો નથી. કોઇ પણ સમાજમાં 90 ટકા વ્યસની હોતા નથી.

સમાજે વિચારવું પડશે: મનહર પટેલ

પાટીદાર અગ્રણી અને કોંગ્રેસ નેતા મનહર પટેલનું પણ આ મામલે નિવેદન સામે આવ્યું છે. જેમાં તેમણે કહ્યું કે, આ નિવેદન બાદ આપણે હવે વિચારવું જોઈએ આપનો સમાજ અને ગુજરાત કઈ દિશામાં જઈ રહ્યા છે. પાટીદાર સમાજે વિચારવું પડશે કે આપણી ક્યાં ચૂક રહી ગઈ ? સાથે જ સરકારે આ મામલે એક્શન લેવાની જરૂર છે કે એક દારૂબંધીવાળા રાજ્યમાં ખુલ્લેઆમ દારૂ મળે છે, લોકો પીવે છે અને છતાં તેના પર સરકાર કોઈ કડક પગલાં લઇ રહી નથી. આપણું ગુજરાત હવે ઉડતા પંજાબની જેમ ઉડતા ગુજરાત બની જાય તો નવાઈ નહિ હોય.

Advertisement
Tags :
Advertisement
Advertisement