ઈ પેપરવિશેષ અંકવ્યવસાયઆંતરરાષ્ટ્રીય
સૌરાષ્ટ્ર | સુરેન્દ્રનગરમોરબીપોરબંદરજુનાગઢકચ્છઅમરેલીભાવનગર
રાજકોટSportsક્રાઇમગુજરાતરાષ્ટ્રીયReligious
Advertisement

સત્તાધીશોની મનમાની : રજૂઆત છતાં બસપોર્ટમાં રૂટ બોર્ડ વગર દોડાવાતી બસો

04:51 PM Aug 07, 2025 IST | Bhumika
Advertisement

આજરોજ સવારે 9-45 કલાકે ઉપડેલી જામનગર ડેપોની બસ નંબર GJ-18Z 3395 મીની બસ કાલાવડ-રાજકોટ-જામનગર જામનગર પ્લેટફોર્મ નંબર 11 પર હતી ત્યારે આ બસમાં રૂૂટ બોર્ડ હતું જ નહીં ચોક થી દેખાય નહીં તે પ્રકારે લખાણ કાલાવડ રાજકોટ જામનગર લખેલ હતું. જેમાં પણ કાલાવડ તો સાવ ઝાંખું હતું કે જે પ્રથમ નજરે તમને દેખાય નહીં બસની અંદર બારી નંબર 13-14 પાસે મોટો હોલ હતો બાળક જ્યારે બારી પર બેસવા જાય ત્યારે આ હોલ ની અંદર પગ ફસાઈ જાય અને લોહી લુહાણ થઈ જાય કારણ કે તે હોલ હતો એ સીધો જ બસમાંથી રસ્તા સુધીનો હતો એટલે નીચે બધું આરપાર દેખાતું હતું અને મુસાફરોનો સામાન પણ ધ્યાન ન રહેતો બસમાંથી સીધો હાઇવે રસ્તા પર જતો રહે અને આ મોટા હોલ ને પગલે ખાસ કરીને રાત્રે બસમાં મુસાફરી કરતા મુસાફરો માટે જોખમી સાબિત થાય તેમ છે. રસ્તા પર પણ ખાડા, બસ સ્ટેશનમાં પણ ખાડા, બસની અંદર પણ ખાડા વિકાસ હવે પૂરપાટ ગતિએ ચાલી રહ્યો છે.

Advertisement

આ બસમાં વાઇપર પણ બંધ હાલતમાં હતું બસમાં સાફ-સફાઈ નો અભાવ હતો ત્યાં કચરો અપરંપાર હતો કંડકટર પાસે ફરિયાદ બુક હતી નહીં કારણ કે દરેક કંડક્ટરોને ડેપો મેનેજરો ફરિયાદ બુક આપતા નથી જો ફરિયાદ બુક આપે તો મુસાફરો ફરિયાદ કરે એટલા માટે ફરિયાદ બુક અપાતી નથી અને ઓનલાઇન ફરિયાદ કરવાનો આગ્રહ રાખવામાં આવે છે રાજકોટ ડેપોમાં નિયમિત હજારો મુસાફરો આવે છે પણ કોઈ મુસાફર ફરિયાદ કરવા ફરજ પરના સ્ટેન્ડ ઇન્ચાર્જ અધિકારી પાસે જાય તો આપવામાં આવતી નથી જો કે મુસાફરોને ફરિયાદ બુક આપવી ફરજીયાત છે. ફરિયાદ બુક ના આપીને મુસાફરોના ફરિયાદ કરવાના અધિકારને છીનવી લેવામાં આવ્યો છે એના માટે રાજકોટના સિનિયર ડેપો મેનેજર જવાબદાર છે. તેમ મુસાફર હિતરક્ષક સમિતિએ આક્ષેપ કર્યા છે.

જામનગર ડેપોની બસની ત્રુટીઓ અંગે જામનગર ડેપો મેનેજરને અને જામનગર વિભાગીય નિયામકને ગુજરાત રાજ્ય એસ.ટી મુસાફર હિતરક્ષક સમિતિના દ્વારા લેખિત ફરિયાદ કરી બસપોર્ટ પર પરથી ટેલીફોનિક ફરિયાદ કરી છે જે પગલે જામનગરના ડેપો મેનેજર દ્વારા અકારાત્મક અપનાવી આ અંગે બસ જામનગર આવતા જ તાત્કાલિક જે કાંઈ ત્રુટીઓ છે તેનું નિરાકરણ કરવા ખાતરી આપવામાં આવી છે.

Tags :
bus portgujaratgujarat newsrajkotrajkot news
Advertisement
Next Article
Advertisement