ગોંડલની મહિલા કોલેજના પ્રોફેસરોની મનમાની
ગોંડલ નગરપાલિકા સંચાલિત મહિલાકોલેજના અધ્યાપકો ખુબ જ અનિયમિત હોવાથી વિદ્યાર્થીઓનો અભ્યાસ બગડી રહ્યો છે.
સરકાર શિક્ષણ માટે કરોડોનો ખર્ચ કરે છે ત્યારે પ્રોફેસરોની અનિયમીતના અને ગેરહાજરીથી શિક્ષણ કથળી રહ્યું છે. નગરપાલિકા સંચાલીત મહિલાકોલેજના કેટલાય શિક્ષકો બહારગામથી અપડાઉન કરતા હોવાથી ખુબ જ અનિયમિત હોય છે. અધ્યાપકો અનિયમીત અને ગેરહાજર રહેતા હોવાથી વિદ્યાર્થીઓનો અભ્યાસ બગડી રહ્યો છે. અધ્યાપકો અનિયમીત એટલાબધા છે કે પ્રોફેસર મહિના સુધી ડોકાતા જ નથી. અને મહિને દહાડે એકી સાથે હાજરી પુરી સહિ કરતા હોવાની વિદ્યાર્થીઓમાં રાવ ઉઠી છે.
ત્રણ લાખ સુધીનો પગાર ધરાવતા અધ્યાપકો અનિયમીત હોય અને વિદ્યાર્થીઓનો અભ્યાસ બગડી રહ્યો હોય ત્યારે સૌરાષ્ટ્ર યુનિવર્સિટી, શિક્ષણ મંત્ર, ઉશિક્ષણ કમીશન અને મુખ્યમંત્રી સુધીના સબંધો આ બાબતે તપાસ કરાવે અને વિદ્યાર્થીઓનું શિક્ષણ કથળી ન જાય તે માટે જરૂરી પગલા લેવા તેવી લોકમાંગ ઉઠી રહી છે.
હાલના સમયમાં શિક્ષણ જરૂરી બની ગયું છે. અને સરકાર તેના માટે કરોડો રૂપિયા ખર્ચ કરે છે ત્યારે જરૂરી પગલા લેવાય તેવીપ્રબળ માંગ ઉઠી છે.