ભડકાઉ ભાષણ કરનાર મૌલાના સામે અરવલ્લી પોલીસમાં ત્રીજો ગુનો નોંધાયો
ભડકાઉ ભાષણો આપવામાં મૌલાના મુફ્તી સલમાન અઝહરીની મુસીબતો ઓછી થવાના સંકેત દેખાઈ રહ્યા નથી. જૂનાગઢ જિલ્લા કોર્ટે તેમને એક કેસમાં જામીન આપ્યા હોવા છતાં હજુ સુધી તેમને મુક્ત કરવામાં આવ્યા નથી. મૌલાના હાલ પૂર્વ કચ્છ પોલીસની કસ્ટડીમાં છે. જ્યાં તે ત્રણ દિવસના રિમાન્ડ પર છે.
અહીં ત્રણ દિવસના રિમાન્ડ પૂરા થાય તે પહેલા જ અરવલ્લી પોલીસે મૌલાના સામે અન્ય એક કેસમાં ગુનો નોંધ્યો છે. 24 ડિસેમ્બર 2023ના રોજ ભડકાઉ ભાષણ આપવા બદલ મૌલાના વિરુદ્ધ કેસ નોંધવામાં આવ્યો છે. પોલીસનો પ્લાન એવો છે કે જો મૌલાના કચ્છ જિલ્લાની પોલીસ કસ્ટડીમાંથી મુક્ત થશે તો અરવલ્લી પોલીસ તેમની ધરપકડ કરશે.
એક તરફ મૌલાના મુસ્તી સલમાન અઝહરી પોલીસની કસ્ટડીમાં છે તો બીજી તરફ તેમના ત્રણ ટ્રસ્ટ અને ફંડિંગની પણ તપાસ ચાલી રહી છે. જો કે આ તપાસમાં શું સામે આવ્યું છે તે હજુ સુધી જાણી શકાયું નથી, પરંતુ આ વખતે પોલીસ કેસને વધુ મજબૂત બનાવવામાં વ્યસ્ત છે. નોંધનીય છે કે ગુજરાત એન્ટી ટેરરિસ્ટ સ્ક્વોડે (એટીએસ) રવિવારે મુંબઈમાં મૌલાનાની ધરપકડ કરી હતી.