કાલાવડ રોડથી ઈશ્ર્વરિયા સુધીના ડીપી રોડના કામને મંજૂરી
રોણકી અને મનહરપુર ગામના પાણી પુરવઠા યોજનાને રૂડાના જનરલ બોર્ડમાં બહાલી
રાજકોટ શહેરી વિકાસ સત્તા મંડળ દ્વારા 170મી બોર્ડ બેઠક ચેરમેન આનંદ પટેલના અધ્યક્ષ સ્થાને યોજાયેલ આ બોર્ડ બેઠકમાં રૂડા વિસ્તારના ચાલુ કામો તેમજ હવે પછી કરવામાં આવતા કામો અંગે ચર્ચા હાથ ધરવામાં આવી હતી. તેમજ મુંજકા, ઈશ્ર્વરિયા, રોણકી, મનહરપુર સહિતના ગામોમાં પાયાની સુવિધાઓ આપવા માટેના ખર્ચને બહાલી આપી સત્તામંડળના નાણાકીય વર્ષ 2022-23ના વાર્ષિક હિસાબોને મંજુરી આપવામાં આવી હતી.
રાજકોટ શહેરી વિકાસ સત્તામંડળની બોર્ડ બેઠકમાં આજે અગત્યના કામોના ખર્ચને મંજુરી આપવામાં આવી હતી તેમજ હાલમાં મહાનગરપાલિકાની હદ સિવાયના રીંગરોડ-2ના કામોની હાલની સ્થિતિની જાણકારી અધિકારીઓ પાસેથી મેળવી હતી તેમજ ગત બોર્ડમાં મંજુર થયેલા રોડ-રસ્તા, ડ્રેનેજ, પીવાનાપાણી સહિતના કામોની સમિક્ષા કરી હતી અને તમામ કામો ટેન્ડરના નિયત સમયમાં પૂર્ણ કરવા માટેની પણ સુચના અપાઈ હતી.
રાજકોટ શહેરી વિકાસ સત્તામંડળ દ્વારા તા.31-01-2024ના રોજ 170મી બોર્ડ બેઠક ચેરમેન આનંદ પટેલનાં અધ્યક્ષતાને યોજાયેલ. બોર્ડ બેઠકમાં નીચેના મુદાઓને બહાલી આપવામાં આવી હતી. કાલાવડ રોડથી મુંજકા-ઇશ્વરીયા રોડ સુધીનાં 20.0મી ડી.પી રોડ(અવધ રોડ)નાં 2.80 કી.મી લંબાઇ અને 10.5મી પહોળાઇમાં વાઇડનીંગ અને સ્ટ્રેંધનીંગ કામગીરી રકમ રૂૂ 9.21 કરોડનાં કામની બહાલી આપવામાં આવી. રાજકોટ શહેરી વિકાસ સત્તામંડળ વિસ્તારના કાંગશીયાળી ગામમાં અને રોણકી(મનહરપર)ની ડી.ટી.પી. સ્કીમ નં 38/2 માં પાણી પુરવઠા યોજનાની કામગીરીને બહાલી આપવામાં આવી હતી.
સત્તામંડળનાં નાણાકિય વર્ષ 2022-23ના વાર્ષિક હિસાબોને બહાલી આપવામાં આવી. આ બોર્ડ બેઠકમાં રૂૂડાના ચેરમેન તથા મ્યુનિસિપલ કમિશ્નર આનંદ પટેલ, મ્યુનિ. રિઝીયોનલ કમિશ્નર ઓફ મ્યુનિસિપાલીટી અનિલ.ટી.ધામેલીયા, જિલ્લા પંચાયત પ્રમુખ પ્રવિણાબેન રંગાણી, રૂૂડાના સી.ઈ.એ. જી.વી.મીયાણી, કલેકટરના પ્રતિનિધિ તરીકે આઈ.જી.ઝાલા, મુખ્ય નગર નિયોજક પ્રતિનિધિ તરીકે કે.આર.સુમરા તથા આરએમસીના સીટી એન્જી. કે.કે.મહેતા હાજર રહેલ હતાં.