રાજકોટ
સૌરાષ્ટ્ર | સુરેન્દ્રનગરમોરબીપોરબંદરજુનાગઢકચ્છઅમરેલીભાવનગર
ગુજરાતરાષ્ટ્રીયઆંતરરાષ્ટ્રીયવ્યવસાયવિશેષ અંકReligious
Advertisement

હોર્ડિંગ્સ સાઈટમાં ગોટાળાની આશંકા: દરખાસ્ત પેન્ડિંગ

03:39 PM Sep 11, 2024 IST | Bhumika
Advertisement
Advertisement

મનપાની સ્ટેન્ડિંગની બેઠકમાં 33 નવી હોર્ડિંગ્સ સાઈટના ભાવમાં શંકા ઉપજતા અભ્યાસ અર્થે દરખાસ્ત રોકી દેવાઈ

રેસકોર્સ ગ્રાઉન્ડ ભાડે આપવાની દરખાસ્ત રદ કરી બાકીની 44 દરખાસ્તના રૂા.38.15 કરોડના ખર્ચને બહાલી

મહાનગરપાલિકાની સ્ટેન્ડીંગ કમિટીની બેઠક આજરોજ મળેલ કમિશનર વિભાગમાંથી રજૂ કરવામાં આવેલ 46 દરખાસ્ત પૈકી ધાર્મિક હેતુ માટે રેસકોર્સ ગ્રાઉન્ડ ભાડે આપવાની દરખાસ્ત કાર્યક્રમ સંસ્થાએ બંધ રાખતા રદ કરાવમાં આવી હતી. જ્યારે અલગ અલગ સ્થળે નવી 33 સાઈટ ઉપર હોર્ડિંગ બોર્ડ સાઈટ આપવાની દરખાસ્ત અગમ્ય કારણોસર અભ્યાસ અર્થે પેન્ડિંગ રાખવામાં આવી હતી. જ્યારે બાકી રહેલ અલગ અલગ કામોની 44 દરખાસ્તના રૂા. 38.15 કરોડના ખર્ચે બહાલી આપવામાં આવી હતી.

મનપાની સ્ટેન્ડીંગ કમિટીની બેઠકમાં આજે તમામ દરખાસ્તો પૈકી અલગ અલગ 33 સ્થળે જાહેરાતના હોર્ડિંગ બોર્ડની જગ્યા ફાળવવા માટેની અભ્યાસ અર્થે પેન્ડિંગ રાખવામાં આવી હતી. આ દરકાસ્ત પૈકી 23 સાઈટ ક્વોલીફાઈ કરવામાં આવી હોવાનું ચેરમેને જણાવ્યું હતું. જ્યારે બાકી રહી ગયેલ 10 દરખાસ્તમાં ભાવમાં ગોટાળા હોય અથવા ઓછોભાવ આવ્યો હોય અભ્યાસ કરવા માટે પેન્ડિંગ રાખી આગામી સ્ટેન્ડિંગમાં રજૂ કરવાની સૂચના આપવામાં આવી હતી. જ્યારે ફાયર વિભાગનું સેટપ વધારવા માટેની દરખાસ્તને મંજુરી અપાતા આગામી દિવસોમાં 696 નું મહેકમ ફાયર વિભાગમાં કાર્યરત થઈ જશે તેમ જયમીનભાઈ ઠાકરે જણાવ્યું હતું.

મહાનગરપાલિકાની સ્ટેન્ડિંગ કમિટીની બેઠક આજે મળી હતી. કમિશનર વિભાગમાંથી અલગ-અલગ કામોની 46 દરખાસ્ત રજુ કરવામાં આવી હતી. જે પૈકી એક દરખાસ્ત રદ કરી એક દરખાસ્ત પેન્ડિંગ રાખી બાકીની 44 દરખાસ્તના ખર્ચને મંજુરી આપવામાં આવીહતી. જેમાં ખાસ કરીને ફાયર વિભાગના સેટઅપમાં મોટો ફેરફાર કરવાની સરકારે મંજૂરી આપતા હવે ફાયર વિભાગનું મહેકમ ત્રણ ગણુ થશે. તેવી જ રીતે ડેપ્યુટી ફાયર ઓફીસર અને સ્ટેશન ઓફિસરની ભરતીના નિયમોમાં પણ સુધારા કરી નિયમો કડક બનાવવા આવ્યા છે. હાલના 225 સેટઅપ સામે ફાયર વિભાગમાં 696 અધિકારીઓ અને કર્મચારીઓ કાર્યરત થશે. તેવી જ રીતે ત્વરીત કામગીરી માટે વસ્તી આધારીત ઓપરશેનલ અને પ્રીપેન્શન એમ બે પ્રકારની રીંગ તૈયાર કરવામાં આવશે. આજે દરખાસ્ત મંજુર થતાં હવે ભરતી પ્રક્રિયા સહિતની કામગીરી હાથ ધરી જરૂર મુજબના નવા ફાયર સ્ટેશન પણ બનાવવામાં આવશે. તેમ સ્ટે.ચેરમેન જયમીનભાઇ ઠાકરે જણાવ્યુ હતું.

મનપાની સ્ટેન્ડિંગ કમિટીની બેઠક આજે મળી હતી. જેમાં અન્ય દરખાસ્તોની સાથો-સાથ ફાયર વિભાગમાં નવું સેટઅપ ઉભુ કરવાની દરખાસ્ત રજુ કરવામાં આવી હતી. હાલ 225 મહેકમ હાયત છે જેમાં 423નો વધારો કરી કુલ 696નું સેટઅપ ઉભુ કરવામાં આવશે., સરકારના અદેશ મુજબ ફાયર વિભાગનું બે વિભાગમાં વિભાજન કરવામાં આવ્યું છે. ેજમાં ઓપરેશનલ વિંગમાં 626નું મહેકમ જે ફિલ્ડ વર્કનું કામ કરશે. જ્યારે પ્રિપીન્શન વિંગમાં 70નું મહેકમ રાખવામાં આવ્યું છે. જે ઓફીસની કામગીરી કરશે. તેવી જ રીતે ડેપ્યુટી ફાયર ઓફીસર અને સ્ટેશન ઓફીસરની ભરતીની લાયકાતમાં સુધારો કરી ઓફીસરનો અનુભવ પાંચ વર્ષ માંથી 7 વર્ષનો કરવાની સાથો-સાથ સાતમાં પગાર પંચ મુજબ વેતન મળશે. તેમજ વોકળા ઉપરના રિટેનીંગ વોલ તથા લાયન સફારી પાર્કના ગેઈટ અને પેવીંગ બ્લોક તેમજ ડીઆઈ પાઈપલાઈન નાખવા સહિતની દરખાસ્તો મંજુર કરવામાં આવી હતી.

દબાણો થયા બાદ વોંકળા પર રિટેઈનિંગ વોલ બનશે
મનપાની સ્ટેન્ડીંગ કમિટીની બેઠકમાં અન્ય દરખાસ્તો પૈકી વોર્ડ નં. 12માં રામધણથી પુનિત નગર-વાવડી સુધીના વોકળા ઉપર રિટેઈનીંગ વોલ બનાવવાનો 11.25 કરોડનો ખર્ચ મંજુર કરવામાં આવ્યો હતો. 1800 રનિંગ મિટરની આરસીસી વોલનું પ્રથમ ફેઈઝનું કામ કરવામાં આવશે. ત્યાર બાદ બીજા ફેઈઝ માટેનીકામગીરી હાથ ધરાશે. પરંતુ વાવડીથી રામધણ સુધીના વોકળા ઉપર બન્નેસાઈડ અમુક સ્કૂલો તેમજ સોસાયટીઓના ભયંકર દબાણો થઈ ગયાની અગાઉ ફરિયાદો ઉઠી હતી. ખરેખર વોકળાની પહોળાઈ કેટલી છે તેની જાણકારી મનપાના અધિકારીઓ પાસે પણ ન હોવાનું તે સમયે જાણવા મળેલ આથી આ ચોમાસા દરમિયાન પ્રથમ વખત વોકળાનું પાણી મહુડી સ્મશાન પાસેના બ્રીજ ઉપરથી પસાર થતું જોવા મળ્યું હતું. જેના કારણે અનેક સોસાયટીઓનો માર્ગ બંધ થઈ ગયેલ છતાં તંત્રની આંખ હવે ઉઘડી હોય તેમ વોકળાના દબાણ અટકાવવા 11.25 કરોડના ખર્ચે રિટેઈનીંગ વોલ બનાવવાનો નિર્ણય લેવામાં આવ્ય છે. પરંતુ થયેલા દબાણો દૂર કરીને વોલનું કામ થશે કે, દબાણો યથાવત રહી જશે અને વોકળાનું પાણી અવરોધાતા આજુબાજુના વિસ્તારો અને સોસાયટીઓમાં વરસાદી પાણી ભરાશે તે આગમી દિવસોમાં ખબર પડશે.

આવાસ યોજનાની દુકાન ન ખરીદી શકતા રૂપિયા બે લાખ કાપી લેવાયા
મનપાએ તાજેતરમાં લોકાર્પણ કરેલ સહિદ સુખદેવ ટાઉનશીપની દુકાનની હરાજી કરવામાં આવેલ તે સમયે એક ગરીબ ધંધાર્થી વિનોદભાઈ દામજીભાઈ પ્રજાપતિએ લોન લઈને ધંધો ચાલુ થઈ જશે તેવું વિચારી હરાજીમાં ભાગ લઈ રૂા. 8 લાખ 25% દુકાનની પ્રાઈઝ લેખે ભરપાઈ કર્યા હતાં. ત્યાર બાદ આજ સુધી પૈસાનો વેત ન થતાં આ ગરીબ ધંધાર્થીએ પોતે ભરેલ પૈસા પરત આપવાની અરજી કરેલ જેથી સ્ટેન્ડીંગ કમિટીએ માનવતા દાખવી આ ધંધાર્થીને રૂપિયા પરત આપવાનો નિર્ણય લીધો છે. પરંતુ ડિપોઝીટ પેટે લેવામાં આવેલા રૂા. બે લાખ અરજદારને પરત ન આપવા તેવો પણ નિર્ણય લેવાતા સ્ટેન્ડીંગ કમિટીએ જતાવેલ શહાનભૂતિનું સુરસુરિયુ થઈ ગયું હતું અને ગરીબ અરજદારને રૂા. બે લાખનો ડામ ખમવાનો વારો આવ્યો છે.

સ્ટેન્ડિંગમાં પણ પાણીની બુમરાણ બોલાવતા મહિલા કોર્પોરેટર
મહાનગરપાલિકાની સ્ટેન્ડીંગ કમિટીમાં સભ્યો દ્વારા ફક્ત દરખાસ્તની ચર્ચા કરવાની હોય છે. સ્ટેન્ડીંગ કમિટીના સભ્યો કમિશનર વિભાગમાંથી આવેલ પ્રોજેક્ટના ખર્ચ અંગેની ચર્ચા કરી સંકલન સાધી દરખાસ્તને મંજુરી આપતા હોય છે. તે સિવાયની કોઈ કામગીરી સ્ટેન્ડીંગ કમિટીની બેઠકમાં થતી નથી પરંતુ આજની સ્ટેન્ડીંગમાં સંકલન દરમિયાન અમુક મહિલા કોર્પોરેટરોએ પોતાના વિસ્તારમાં બે દિવસથી પાણી ન આવ્યાની જણાવતા એક સમયે સોપો બોલી ગયો હતો. છતાં પાણીની મોકાણ કે જેની ફરિયાદો શહેરભરમાંથી ઉઠી રહી છે. તે પ્રશ્ર્ન સ્ટેન્ડીંગમાં ઉભો થતાં ચેરમેન સહિતના કોર્પોરેટરોએ પણ પાણીની મોકાણને સાચી માનવી પડી હતી. છતાં મહિલા કોર્પોરેટરોએ આ મુદ્દે બેઠક પૂર્ણ થયા બાદ કહેવાનું ટાળ્યું હતું પરંતુ સુત્રોના જણાવ્યા મુજબ પીવાના પાણીનો મુદ્દો સ્ટેન્ડીંગ કમિટીની બેઠકમાં કોર્પોરેટરો જ ઉઠાવી તેનો મતલબ આ સમસ્યા ગંભીર છે. તેમ અન્ય સભ્યોએ પણ માનવું પડ્યુ હતું.

Tags :
gujaratgujarat newsrajkotrajkot newsStanding meeting of RMC
Advertisement
Next Article
Advertisement