ભાવવધારાની ઇફેક્ટ: સોનામાં ખરીદીના બદલે જૂના-નવાનો ટ્રેન્ડ
- લગ્નગાળાની સિઝન છતાં જરૂરિયાત પૂરતી જ ખરીદી, રિસાઈક્લિગંના પ્રમાણમાં વધારો, રોકાણકારો પણ ગાયબ
લગ્નસરાની સીઝન ચાલી રહી છે તેમ છતાં સોની બજારમાં શુષ્ક વાતાવરણ જોવા મળી રહ્યું છે. તેને પગલે સોની બજાર ચિંતામાં છે. એક તરફ સોનાના ભાવો સતત વધી રહ્યા છે. બીજી તરફ આંતરરાષ્ટ્રીય સ્થિતિ પણ રોજબરોજ દામાદોર થતી જઈ રહી છે. તેને પગલે સોની બજાર માટે ચિંતાનું કારણ વધ્યું છે. બીજી તરફ સોનાની જરૂૂરિયાત પૂરી કરવા લોકો હવે રિસાયકલ મૂડમાં આવ્યા છે. એટલે કે સોનાના જૂના દાગીના ને ભગાવીને નવા દાગીના બનાવવા એ એક ટ્રેન્ડ વધી રહ્યો છે જયારે રોકાણકારો ગાયબ થઇ ગયા છે. એ પણ સોની બજારને ચિંતા કરાવી રહ્યું છે.
રાજકોટ સહિત દેશભરમાં છેલ્લા બે દિવસમાં સોનાના રૂૂપિયા 3 થી 4 હજારનો ભાવ વધારો જોવા મળ્યો છે. સોના ચાંદીના ભાવને લઈને વર્ષોથી રાજકોટના પેલેસ રોડ ઉપર સોના ચાંદીની દુકાન ધરાવતા વેપારીઓનું હાલમાં સોના ચાંદીના ભાવમાં વધારો જોવા મળી રહ્યો છે. જે સોનાના ભાવ થોડા દિવસો પહેલા રૂૂપિયા 55,000 હતા. તે અત્યારે રૂૂપિયા 67,500એ પહોંચ્યા છે. જ્યારે ચાંદીના ભાવતો સોના કરતા પણ વધારે જોવા મળી રહ્યા છે. જેનો 1 કિલોએ અગાઉ 60,000 ભાવ ગતો. તે અત્યારે રૂૂપિયા 76000 સુધી પહોંચ્યો છે. આ સાથે જ છેલ્લા બે-ત્રણ દિવસોમાં જ સોનાનો ભાવ ત્રણથી ચાર હજાર રૂૂપિયા વધ્યો છે. જ્યારે ચાંદીનો ભાવ આઠથી દસ હજાર રૂૂપિયા વધ્યો હોવાનું સોની વેપારીઓ જણાવી રહ્યા છે. જ્યારે સોના ચાંદીના ભાવની અસરો બજાર ઉપર પણ જોવા મળી રહી છે અને હાલ ગ્રાહકો પણ ખરીદી કરી રહ્યા નથી. તેમજ ગ્રાહકો પણ હવે જરૂૂરિયાત પૂરતી જ ખરીદી કરી રહ્યા છે.
સોની બજારમાં પરિવાર સાથે સોનાની ખરીદી કરવા આવેલા લોકોએ જણાવ્યું હતું કે, હમણાં ટૂંક સમયમાં જ મારા લગ્ન થવાના છે. જેના કારણે અમે પરિવાર સાથે દાગીના લેવા આવ્યા છીએ. જ્યારે સોનાના સતત ભાવ વધી રહ્યા છે. જેને લઇને અમે અત્યારથી જ આ દાગીના ખરીદી કરી રહ્યા છીએ. જેના કારણે સોનાના ભાવ વધે તો અમારે આગામી દિવસોમાં ચિંતા રહે નહીં.
હાલમાં સોની બજારમાં પણ એક તરફ મંદીનો માહોલ જોવા મળી રહ્યો છે. ત્યારે બીજી તરફ સતત સોના ચાંદીના ભાવ પણ વધી રહ્યા છે જેના કારણે સૌની વેપારીઓ ચિંતામાં મુકાયા છે. ત્યારે આગામી દિવસોમાં હજુ પણ સોના ચાંદીના ભાવ વધે તેવી પૂરેપૂરી શક્યતાઓ સોની વેપારીઓ માની રહ્યા છે.
છેલ્લા ત્રણ-ચાર મહિનામાં પાંચથી સાત હજાર રૂૂપિયા જેટલો ભાવ વધારો થયો છે આ તમામ પરિબળો એવા છે કે જેમના ઘરમાં નજીકના સમયમાં લગ્ન પ્રસંગ સુપ્રસંગ આવી રહ્યા છે. તેઓ સોનું ખરીદવાને બદલે ઘરમાં જે સોનાના જુના દાગીના પડ્યા છે તેને રિસાયકલ કરાવી નવા કરાવવાનું એક ટ્રેન્ડ જોવા મળી રહ્યો છે. એક અંદાજ મુજબ દર વર્ષે 15 થી 20% ની વચ્ચે સોનાના દાગીના રિસાયકલ કરવાનું પ્રમાણ હોય છે પરંતુ હાલમાં આ પ્રમાણ 35 ટકા જેટલું વધી ગયું છે. લોકોમાં નવું સોનું ખરીદવાને બદલે જુના સોનાને નવ્યા દાગીના કરાવવાનું જે ચલણ છે એ સોની બજાર માટે ચિંતા નો વિષય હોવાનું નિષ્ણાતો માની રહ્યા છે અલબત્ત હાલ જે ષશજ્ઞ પોલિટિકલ અને આંતરરાષ્ટ્રીય સ્થિતિ જોવા મળી રહી છે તે જોતા હજુ પણ આગામી સમયમાં સોનાના ભાવમાં સતત વધારો જોવા મળે તેવું એક અનુમાન કરવામાં આવી રહ્યું છે.