For the best experience, open
https://m.gujaratmirror.in
on your mobile browser.
Advertisement

ગુજરાત પ્રદેશ એબીવીપીના પ્રદેશ મંત્રી તરીકે જામનગરના સમર્થ ભટ્ટની નિયુક્તિ

01:07 PM Dec 04, 2023 IST | Sejal barot
ગુજરાત પ્રદેશ એબીવીપીના પ્રદેશ મંત્રી તરીકે જામનગરના સમર્થ ભટ્ટની નિયુક્તિ

અમદાવાદમાં ગુજરાત પ્રદેશ અખિલ ભારતીય વિદ્યાર્થી પરિષદના પ્રદેશ મંત્રી તરીકે જામનગરના યુવા વિદ્યાર્થી સમર્થ હિતેનભાઈ ભટ્ટની નિમણૂક કરવામાં આવી છે.
આગામી સપ્તાહે 7 ડિસેમ્બરથી 19 ડિસેમ્બરના પરિષદનું 69 મું રાષ્ટ્રીય અધિવેશન દિલ્હીમાં મળવા જઈ રહ્યું છે. વિદ્યાર્થી પરિષદની આ 7પ વર્ષની યાત્રાના આગામી પડાવ માટે અતિ મહત્ત્વની જવાબદારી જામનગરના સમર્થ ભટ્ટને સોંપવામાં આવેલ છે. તે જામનગર માટે ગૌરવ સમાન છે. સમર્થ ભટ્ટ તેનો 1ર મા સુધીનો અભ્યાસ જામનગરની સત્ય સાઈ વિદ્યાલયમાં મેળવી અને કાયદાના સ્નાતક માટેનો અભ્યાસ અમદાવાદની ગુજરાત લો સોસાયટીની કોલેજમાં પૂર્ણ કર્યો છે. તેઓએ એલએલ.બી. અને એલએલ.એમ. સુધીનો અભ્યાસ કર્યો છે.
વિદ્યાર્થી પરિષદમાં પાયાના કાર્યકરથી જી.એલ.એસ. કોલેજના અધ્યક્ષ, કાર્યાલય મંત્રી, પ્રદેશ સહમંત્રી, પ્રદેશના મીડિયાના સંયોજક તરીકે જવાબદારી સંભાળ્યા પછી હવે તેવો પ્રદેશ મંત્રી તરીકેની જવાબદારી નિભાવશે. સમર્થ ભટ્ટે અનેક આંદોલનો તેમજ શિક્ષણના પ્રશ્નો માટે તથા સામાજિક સમરસ્તા માટે આદિવાસી વિસ્તારમાં શ્રમાનુભવ શિબિરો તેમજ કુદરતી આપત્તી વેળાએ તથા સેવા કાર્યો સુંદર કામગીરી કરેલ છે, અને સરહદ સુરક્ષા અંગે વિદ્યાર્થીઓને જાગૃત કરવા કાર્ય કરેલ છે. તેઓ છેલ્લા બે વર્ષથી પૂર્ણ કાલીન (વિસ્તારક) તરીકે કાર્યરત છે. ટી.વી. મીડિયાની અનેક પરિચર્ચાના માધ્યમથી રાષ્ટ્રીય વિચાર સાથે જોડવાનું કાર્ય કરેલ છે. તેઓએ વિશ્વ હિન્દુ કોંગ્રેસની ગત્ વર્ષની કોન્ફરન્સમાં સહસંયોજક તરીકે જવાબદારી સંભાળેલ. તાજેતરમાં થાઈલેન્ડ-બેંગકોકમાં આયોજીત વિશ્વ હિન્દુ કોંગ્રેસમાં ભારતીય સંસ્કૃતિ અને વિચાર માટે યુવાઓનું પ્રતિનિધિત્વ કરેલ છે. તેઓનું કેન્દ્ર ગાંધીનગર છે. સમર્થ ભટ્ટ કાલાવડના બાલ્યકાળથી સ્વયં સંઘ તથા જામનગર પૂર્વ અધ્યક્ષ ભાજપા, તેમજ સિનિયર એડવોકેટ, હિતેન ભટ્ટ અને પ્રો. ડો. મીરા પાઠકના પુત્ર છે. તેમના ફૈબા પ્રિન્સિપાલ ડિસ્ટ્રીક્ટ જજ તરીકે સેવા આપી રહ્યા છે. સમર્થ ભટ્ટની આ નિમણૂકથી જામનગર વિદ્યાર્થી જગતમાં અને જામનગરમાં ખુશી વ્યાપી છે.

Advertisement

Advertisement
Tags :
Advertisement
Advertisement