રાજકોટ
સૌરાષ્ટ્ર | સુરેન્દ્રનગરમોરબીપોરબંદરજુનાગઢકચ્છઅમરેલીભાવનગર
ગુજરાતરાષ્ટ્રીયઆંતરરાષ્ટ્રીયવ્યવસાયવિશેષ અંકReligious
Advertisement

વિપક્ષીનેતા તરીકે સાગઠિયાની નિમણૂક, પદ આપવા શાસકપક્ષનો ઈનકાર

04:35 PM Jul 25, 2024 IST | Bhumika
Advertisement
Advertisement

ગુજરાત કોંગ્રેસ પ્રદેશમાં મતદાન પ્રક્રિયામાં ત્રણ મત મળતા નિયુક્તિ કરાઈ

મહાનગરપાલિકાના વિપક્ષી નેતા તરીકે અંતે વોર્ડ નં. 15ના કોંગ્રેસના કોર્પોરેટર વસરામભાઈ સાગઠિયાની ત્રીજી વખત નિમણુંક કરવામાં આવી છે. કોંગ્રેસના ચાર નગરસેવક દ્વારા મતદાન પ્રક્રિયા હાથ ધરી વસરામભાઈની નિયુક્તી કરવામાં આવી હતી. પરંતુ શાસકપક્ષ દ્વારા તેમને વિપક્ષી પદ આપવાનો ઈનકાર કરી દેવામાં આવ્યો છે. કારણ કે, 10 ટકા સદસ્ય વિપક્ષમાં હોય ત્યારે જ વિપક્ષી નેતા ઉપર મળી શકે છે. આથી તેમની પાસે 6 ટકા સભ્યો હોવાથી આવા કોઈ અધિકાર મળવા પાત્ર નથી.

ગુજરાત કોંગ્રેસ દ્વારા લોકશાહી ઢબે ચૂંટણી પંચમાં મતદાન થતા આજરોજ રાજકોટ મહાનગરપાલિકાના વિરોધ પક્ષના નેતા તરીકે વોર્ડ નંબર 15 ના કોર્પોરેટર અને મહાનગરપાલિકામાં અગાઉ વિરોધ પક્ષના નેતા તરીકે રહી ચૂકેલા અનુભવી અને અભ્યાસુ એવા વશરામભાઈ આલાભાઇ સાગઠીયા ને પુન: આગામી રાજકોટ મહાનગરપાલિકાની ચૂંટણીને નજર સમક્ષ રાખી સંગઠનને મજબૂત બનાવવા અને રાજકોટ મહાનગરપાલિકામાં ચાલી રહેલા ભ્રષ્ટાચારને નાથવા અને રાજકોટ મહાનગરપાલિકામાં મામકાવાદની ભરતીની પ્રક્રિયાઓ પર બ્રેક લગાવવા માટે રાજકોટ મહાનગરપાલિકાના વિરોધ પક્ષના નેતા તરીકે ગુજરાત પ્રદેશ કોંગ્રેસમાં આજરોજ મતદાન થતાં ચૂંટાયેલા ચાર સભ્યોમાંથી ત્રણ મત મળતા વશરામભાઈ નિયુક્તિ કરવામાં આવી છે.

અગાઉ રાજકોટ મહાનગરપાલિકામાં બે વખત વિરોધ પક્ષના નેતા તરીકે સબળ કામગીરી કરી ભાજપને છેલ્લા જનરલ બોર્ડમાં ધોળે દિવસે તારા દેખાડનાર બધા પદાધિકારીઓ અને ભારતીય જનતા પાર્ટીના કોર્પોરેટરો વશરામભાઈ ને કોર્પોરેટર પદે પણ ચાલુ ન રહે તે માટે શહેરી વિકાસ મંત્રી અને ગુજરાત સરકારમાં રજૂઆતો કરી હતી. છતાં શાસકપક્ષ દ્વારા વસરામભાઈ સાગઠિયાને વિપક્ષી પદ આપવાનો ઈનકાર કરવામાં આવ્યો છે.

Tags :
Congress corporator Vasarambhai Sagathiagujaratgujarat newsrajkotrajkot news
Advertisement
Next Article
Advertisement