For the best experience, open
https://m.gujaratmirror.in
on your mobile browser.
Advertisement

આજી રિવરફ્રન્ટની પ્રથમ તબક્કાની કામગીરી માટે કન્સલ્ટન્ટની નિમણૂક

04:00 PM Mar 06, 2024 IST | Bhumika
આજી રિવરફ્રન્ટની પ્રથમ તબક્કાની કામગીરી માટે કન્સલ્ટન્ટની નિમણૂક

મહાનગરપાલિકાનો ડ્રિમ પ્રોજેક્ટ આજી રિવરફ્રન્ટનું કામ હવે ગણતરીના દિવસોમાં શરૂ થાય તેવું લાગી રહ્યું છે. આવતી કાલની સ્ટેન્ડીંગ કમિટીની બેઠકમાં આજીનદી કાંઠે બિરાજતા શ્રી રામનાથ મહાદેવનું મંદિર અને 1.1 કિ.મી.ના આજી રિવરફ્રન્ટના કામ માટે ક્ધસલ્ટન્ટની નિમણુંક કરવાની દરખાસ્ત રજૂ કરવામાં આવી છે. જે મંજુર કર્યાબાદ ક્ધસલટન્ટ કંપનીના રિપોર્ટના આધારે કામ શરૂ કરવામાં આવશે. આજી રીવર ફ્રન્ટ ડેવલપમેન્ટ પ્રોજેક્ટ માટે સ્થાનિક ધારા સભ્ય, સંસદ સભ્ય અને લોક પ્રતિનિધિ દ્વારા વારંવાર રજૂઆત આવે છે. તેથી સંપુર્ણ પ્રોજેક્ટ માટે સૈધાંતિક રીતે મંજુરી આપીને રામનાથપરા દેવસ્થાન અને તેની આસપાસના 1.1 કિ.મી. એરિયામાં કામગીરી શરુ કરાવીએ. ગુજરાત મ્યુનીસીપલ ફાઈનાન્સ બોર્ડ દ્વારા સંદર્ભ 3 ના હુકમથી આગવી ઓળખના કામો અંતર્ગત આજી રીવરફ્રન્ટ ડેવલપમેન્ટ માટે રૂૂ. 51 કરોડ મંજુર કરવામાં આવેલ. જે પૈકી હાલ રૂૂ. 12.89 કરોડની બચત રહેલ છે.પ્રોજેક્ટ ક્ધસલ્ટન્ટ દ્વારા આવેલ અંદાજ પત્ર અન્વયે હાલ રૂૂ. 200,00 કરોડ નો ખર્ચ અપેક્ષિત છે. આ માટે મ્યુનીસીપલ ફાઈનાન્સ બોર્ડમાં સંદર્ભ 5 થી દરખાસ્ત કરવામાં આવેલ. જે માટે ગુજરાત મ્યુનીસીપલ ફાઈનાન્સ બોર્ડ દ્વારા સંદર્ભ 6 ના હુકમથી મંજુરી આપવામાં આવેલ. જેમાં રાજકોટ મહાનગરપાલિકાને ફાળવવામાં આવેલ ગ્રાન્ટમાંથી તબક્કાવાર રૂૂ. 49 કરોડ મેળવવાની શરતે સૈધાંતિક મંજુરી આપવામાં આવેલ છે અને અન્ય રકમ પણ ફાળવવામા આવશે તે મુજબ બાંહેધરી આપવામા આવેલ છે. સંદર્ભ 7 ના સ્થાયી સમિતિ ઠરાવમાં મળેલ સૈધાંતિક મંજુરી અન્વયે સંદર્ભ 9 ના પત્રથી ગુજરાત મ્યુનીસીપલ ફાઈનાન્સ બોર્ડ દ્વારા રૂૂ. 2 કરોડની ગ્રાન્ટ ફાળવવામાં આવેલ છે. જઉંખખજટઢ ગ્રાન્ટ હેઠળ સુચવામાં આવેલ કામો પૈકી સને 2020-21 થી 2022-23 સુધીના ગ્રાન્ટ આધારિત કામોમાં રહેલ બચત અન્વયે રામનાથ મહાદેવ મંદિર તથા આજી રીવરફ્રન્ટ ડેવલપમેન્ટ પ્રોજેક્ટ માટે રૂૂ. 49 કરોડની ગ્રાન્ટ ફાળવેલ છે.

Advertisement

Advertisement
Tags :
Advertisement
Advertisement