જેતપુર નગરપાલિકાની વિવિધ કમિટિઓના ચેરમેનોની નિમણૂક
જેતપુર નગર પાલીકાની 17 કમીટિઓની વરણી કરવા આવેલ. ધારાસભ્ય જયેશભાઈ રાદડીયા, ટેક્ષટાઇલ એશોશિએશનના પ્રમુખ જયંતીભાઈ રામોલીયાના માર્ગદર્શન હેઠળ જેતપુર નગર પાલીકાના પ્રમુખ મેનાબેન રાજેશભાઈ ઉસદડીયાના અદયક્ષ સ્થાને નગર પાલીકાના સભાખંડમાં વિવિધ સમિતિના ચેરમેન ની નિમણૂંક કરવામાં આવેલ. વિજય ગુજરાતી કારોબારી સમિતિ, કિરણબેન વોરા વોટરવર્કસ કમિટી. ચંદ્રેશ વિછી પવડી કમિટી. કિરણભાઈ લુણી ઈલેકટ્રીક કમિટી. બિનદીયાબેન મકવાણા સેનિટેશન કમિટી.સંદીપભાઈ કંડોરીયા વાહન કમિટી. ઉમેશભાઈ પાદરીયા ટેક્ષ કમિટી, મીતલબેન મકવાણા શોપ કમિટી.
સતયેનભાઈ ગોસાઈ લો કમિટી. અભિષેક કાછડીયા ટાઉન પ્લાનિંગ કમિટી, ધર્મેન્દ્રસિંહ જાડેજા શાળા લાયબ્રેરી કમિટી, કિરણબેન રાદડીયા ગાર્ડન કમિટી. શૈલેષભાઈ રામાણી પસંદગી કમિટી, જીગ્નેશભાઈ ઠેસીયા સ્મશાન કમિટી, આશિતાબેન ચાવડા રમતગમત કમિટી, દુર્ગાગીરીબેન જોશી એનયુએલ એમ. કમિટી, જીજ્ઞાશાબેન ડોબરીયા ભુગર્ભ ગટર કમિટી. કુલ 17 કમિટીના ચેરમેનની વરણી કરવામાં આવેલ. નગર પાલીકાની ચુટણીમાં ભાજપને 32 સભ્યો સાથે સ્પષ્ટ બહુમતી સાથે સતા સંભાળયા બાદ આજે પ્રથમ વખત જનરલ બોર્ડની મીટિંગ પ્રમુખ મેનાબેન રાજેશભાઈ ઉસદડીયાના અદયક્ષ સ્થાને મળી હતી જેમાં વિવિધ 17 કમિટીની વરણી કરી અને ચેરમેનોને જવાબદારી સોંપવામાં આવેલી હવે આગામી દિવસોમાં શહેરના વિકાસના ખુબજ ઝડપથી કરવામાં આવશે.