For the best experience, open
https://m.gujaratmirror.in
on your mobile browser.
Advertisement

અરજદારોને હવે હેરાન નહીં થવું પડે, તમામ પોલીસ મથકોને કાયમી મોબાઈલ નંબર અપાયા

01:02 PM Dec 22, 2023 IST | Sejal barot
અરજદારોને હવે હેરાન નહીં થવું પડે  તમામ પોલીસ મથકોને કાયમી મોબાઈલ નંબર અપાયા

ગુજરાતમાં પોલીસ તંત્રની કામગીરી વધુ અસરકારક બનાવવા રાજ્ય સરકારના ગૃહ વિભાગે તમામ પોલીસ મથકો તેમજ પોલીસની વિવિધ બ્રાન્ચોના મોબાઈલ નંબર એક જ રાખવાનો નિર્ણય લેવાયો છે અને તમામ પોલીસ મથકો બ્રાંચોના પીએસઓ તથા પોલીસ ઈન્સ.ને કાયમી મોબાઈલ નંબરો ફાળવી દેવામાં આવ્યા છે.
રાજ્યના તમામ પોલીસ મથકોના કે એલસીબી એસઓજી જેવી મહત્વની શાખાઓના મુખ્ય અધિકારીઓ અને સ્ટેશન ઓફિસરોના સંપર્ક માટે સમસ્યા નહીં રહે. પોલીસ સ્ટેશનના પીઆઈ કે પીએસઆઈ ના મોબાઈલ નંબર હવે વારે વારે શોધવા નહીં પડે. હવે રાજ્યના તમામ પોલીસ મથકોના અધિકારીઓને કાયમી મોબાઈલ નંબર આપવાનું શરુ કરવામાં આવ્યું છે. જે સ્માર્ટ ફોનમાં વ્હોટસેપ એપની સુવિધા હશે.
લો એન્ડ ઓર્ડરના ડીજી શમશેર સિંઘ હિંમતનગરની મુલાકાતે ગુરુવારે પહોંચ્યા હતા. આ દરમિયાન તેઓ સાબરકાંઠા જિલ્લાના તમામ પોલીસ મથકના પીઆઈ, પીએસઆઈ અને પીએસઓના સરકારી કાયમી મોબાઈલ નંબર શેર કર્યા હતા. આમ હવે પ્રથા સમગ્ર ગુજરાતમાં લાગુ કરી હોવાનું ડીજી શમશેર સિંઘે મીડિયાને જણાવ્યું હતું. તેઓએ કહ્યુ કે, હવે આમ કરવાથી લોકોની મોટી અગવડતા દૂર થશે અને અધિકારીઓ બદલાતા રહેવાની સ્થિતિમાં મોબાઈલ નંબર એ જ રહેશે. હિંમતનગરના એ ડિવિઝન પોલીસ સ્ટેશનની તેમના દ્વારા સ્વચ્છતાને લઈ મુલાકાત લેવામાં આવી હતી. જે દરમિયાન સાબરકાંઠા એસપી વિજય પટેલ ઉપસ્થિત રહ્યા હતા.

Advertisement

Advertisement
Tags :
Advertisement
Advertisement