રાજકોટ
સૌરાષ્ટ્ર | સુરેન્દ્રનગરમોરબીપોરબંદરજુનાગઢકચ્છઅમરેલીભાવનગર
ગુજરાતરાષ્ટ્રીયઆંતરરાષ્ટ્રીયવ્યવસાયવિશેષ અંકReligious
Advertisement

અમદાવાદમાં અસામાજિક તત્ત્વો બેફામ, PSIસહિત પોલીસકર્મી પર હુમલો

03:56 PM Mar 27, 2024 IST | Bhumika
Advertisement

અમદાવાદ શહેરમાં અસામાજિક તત્વો ફરી બેફામ બન્યા છે. પોલીસના ડરની વાત તો દૂર, હવે પોલીસ કાફલા પર હુમલાની ઘટના ઘટી છે. બાપુનગર વિસ્તારમાં ગરીબનગર ચાર રસ્તા પાસે પેટ્રોલિંગ દરમિયાન બાપુનગર પોલીસ સ્ટેશનના PSI સહિત અન્ય પોલીસકર્મીઓ પર અસામાજિક તત્વોએ હુમલો કર્યો હતો, જેમાં પથ્થરમારો કરી પોલીસ વાનનો કાચ તોડી નાંખ્યો અને ગાડીના દરવાજાને પણ નુકસાન પહોચાડ્યું છે.

Advertisement

ગઈકાલે 26 માર્ચે રાત્રે બાપુનગર પોલીસ સ્ટેશનના PSI ડી.ડી.પ્રજાપતિ, અઇંઈ પ્રભાતસિંહ પ્રતાપસિંહ, પોલીસ કોન્સ્ટેબલ હરદેવસિંહ ભીખુભા, હોમગાર્ડ વિકાસ શાહ બાપુનગર વિસ્તારમાં ગરીબનગર ચાર રસ્તા પાસે નાઈટ પેટ્રિ્ંલગમાં હતા. આ દરમિયાન સાતથી આઠ લોકોનું ટોળું રસ્તા પર ઉભું હતું. જેથી પોલીસે આ તમામને ઘરે જતા રહેવાનું કહ્યું હતું.

આ દરમિયાન ટોળામાં રહેલા ફઝલ ફરીદ અહેમદ શેખ અને મહેફુઝે બુમાબુમ કરી હતી અને પોલીસને બિભસ્ત ગાળો આપી હતી. પોલીસ તેને પકડવા જતા આ લોકો થોડા દૂર ગયા હતા અને હાથમાં પથ્થરો લઇ પોલીસ પર પથ્થરમારો કર્યો હતો. આ પથ્થરમારામાં પોલીસ વાનનો આગળનો કાચ તૂટી ગયો હતો અને દરવાજાને પણ નુકસાન થયું હતું. આ ઉપરાંત આરોપી ફઝલે તલવાર હાથમાં લઇ પોલીસને જાનથી મારી નાખવની ધમકી પણ આપી હતી. પોલીસે કંટ્રોલરૂૂમને જાણ કરતા અન્ય પોલીસ ગાડીઓ ઘટનાસ્થળે આવતા આ આરોપીઓ ભાગી ગયા હતા. આ સમગ્ર ઘટનામાં બાપુનગર પોલીસે ફઝલ ફરીદ અહેમદ શેખ, મહેફુઝ, ફઝલ ફરીદ અહેમદ શેખની બહેન તથા ભાભી વિરુદ્ધ ઈ.પી.કો. કલમ-143, 144, 147, 148, 186, 294(ખ), 427, 506(2) તથા જી.પી.એક્ટ કલમ-135(1) મુજબ ફરિયાદ નોંધી છે.

Tags :
AhmedabadAhmedabad newsgujaratgujarat newsPSI
Advertisement
Next Article
Advertisement