રાજકોટ
સૌરાષ્ટ્ર | સુરેન્દ્રનગરમોરબીપોરબંદરજુનાગઢકચ્છઅમરેલીભાવનગર
ગુજરાતરાષ્ટ્રીયઆંતરરાષ્ટ્રીયવ્યવસાયવિશેષ અંકReligious
Advertisement

સિવિલ હોસ્પિટલમાં હડકવા વિરોધી રસી ખલાસ!

05:01 PM Oct 11, 2024 IST | Bhumika
oplus_2097152
Advertisement
Advertisement

4 મહિનાથી હડકવાના ઇન્જેકશનો ઉપલબ્ધ ન હોવાનો કોંગ્રેસનો આક્ષેપ

કોઇને હડકાયું શ્ર્વાન કરડશે તો ગંભીર પરિણામની વકી: કોંગ્રેસે ફરિયાદ કરી માગી માહિતી

રાજકોટ શહેર કોંગ્રેસ સમિતિના પ્રમુખ અતુલ રાજાણીની યાદી મુજબ રાજકોટના સિવિલ હોસ્પિટલમાં હડકવા કુતરાના ઇન્જેક્શનનો ચારેક મહિનાથી ઉપલબ્ધ છે નહીં. રાજકોટ એ સૌરાષ્ટ્રનું પાટનગર સમાન શહેર છે અને આજુબાજુ સો કિલોમીટર માંથી દવા લેવા માટે દર્દીઓનો ઘસારો રહે છે જેમાં ઉપલેટા, ગોંડલ, જેતપુર, વાકાનેર, જામકંડોણા કાલાવડ સહિતના વિસ્તારોના આજુબાજુ માંથી હડકાયા કુતરા કરડવાના દર્દીઓ જ્યારે આવે ત્યારે તેવા દર્દીને આપવાના થતા ઇન્જેક્શનો (રસી) ઉપલબ્ધ ન હોવાને બદલે હાડમારી ભોગવવી તાત્કાલિક સારવાર મળતી નથી. જે પગલે જીવનું પણ જોખમ રહે છે. આ પ્રકારના દર્દીઓ જ્યારે આવે છે ત્યારે પ્રાઇવેટ મેડિકલ માંથી ઇન્જેક્શન મગાવવાની ફરજ પડે છે.

સૌ પ્રથમ ઇન્જેક્શન રૂૂમમાં પુછપરછ કરતા ચારેક માસથી હડકાયા કૂતરા ના ઇન્જેક્શનનો સ્ટોક ખલાસ છે. રૂૂબરૂૂ પૂછપરછમાં ગયેલા કોંગ્રેસ સમિતિના આગેવાન એ જણાવ્યું કે આરોગ્ય વિભાગ રાજ્ય સરકાર પાસે ઇન્જેક્શનોની ડિમાન્ડ રાજ્ય સરકારના આરોગ્ય વિભાગ પાસે કરી છે કે કેમ ત્યારે જવાબ મળ્યો કે આ બાબતે આરએમઓને મળવું પડે આરએમઓ મિટિંગમાં હોવાને પગલે આરએમઓ ઓફિસમાંથી દવાઓના સ્ટોક અંગેના રેકોર્ડ રાખવા અંગેની જેની જવાબદારી છે તે ડોક્ટર જે કે નથવાણી પાસેથી માહિતી મળશે ડોક્ટર નથવાણી ને મળતા તેઓએ જણાવ્યું કે આ અંગે સુપ્રિન્ટેન્ડેન્ટ મેડમ ને મળવું પડે મેડમ ને મળતા મેડમે ફરીથી ડોક્ટર નથવાણી તરફ ખો આપી. આ રીતે દર્દીઓના હિતમાં સામાન્ય માહિતી માટે ચલક ચલણુ રમી ખો આપવામાં આવતા રાજકોટ શહેર કોંગ્રેસ સમિતિએ સિવિલ સુપ્રિન્ટેન્ડેન્ટ મેડમ ને લેખિત રજૂઆત કરી છેલ્લા ત્રણેક માસમાં વાર્ષિક સ્ટોક માની ઉપલબ્ધ દવાઓનો અને હડકાયા કુતરા કરડવાના ઇન્જેક્શનનો અંગેનો સ્ટોક ખાલી થઈ ગયેલ છે તે અંગેની વિસ્તૃત લેખિતમાં માહિતી માગવામાં આવી છે.

હડકવા વિરોધી રસીના 200 ઇન્જેકશન આવ્યા
સિવિલમાં હડકવા વિરોધી રસીના ઇન્જેકશનનો સ્ટોક ખલ્લાસ થઇ ગયો હોવાની કોંગ્રેસની ફરીયાદને સમર્થન મળ્યુ હતું પણ સંબંધીત દાકતરી સ્ટાફની પ્રતિષ્ઠા વધુ જોખમાય તે પહેલા જ આજે નિયત સ્ટોરમાં હડકવા વિરોધી રસીના 200 ઇન્જેકશનનો સ્ટોક ઉપલબ્ધ થઇ ગયાનું આધારભુત રીતે જાણવા મળ્યું છે.

Tags :
Civil Hospitalcrimegujaratgujarat newsrajkotrajkot newsvaccine
Advertisement
Next Article
Advertisement