હડકવા વિરોધી ઝુંબેશ: મનપા તમામ કૂતરાઓનું વેક્સિનેશન કરશે
શહેરમાં રખડતા કુતરાઓનો ત્રાસ વધતા મહાનગપાલિકાએ હડકવા વિરોધી ઝુંબેશ અંતગર્ત ફરી એક વખત શ્ર્વાન વેકિસનેશન ઝુંબેશ શરૂ કરવા માટે ટેન્કર પ્રક્રિયા હાથ ધરી અલગ અલગ પ્રકારના વેકિસનેશન માટે એજન્સીને તંત્ર દ્વારા એક શ્ર્વાન દીઠ રૂા.3705 ચૂકવવામાં આવશેે તેમજ શ્ર્વાન વ્યંધીકરણની કામગીરી પણ સતત ચાલુ રાખવામાં આવશે તેમ જાણવા મળેલ છે.
મહાનગપાલિકાના પ્રાણી રંઝાડ વિભાગમાંથી પ્રાપ્ત થેયલ વિગત મુજબ શહેરમાં રખડતા શ્ર્વાનના કરડવાથી હડકવાની ભીતી સતત રહેતી હોય છે. જેના લીધે વખતો વખત શ્ર્વાન રસીકરણ કાર્યક્રમ યોજવામાં આવે છે. જે અંતર્ગત ફરી વખત શહેરના તમામ વોર્ડમાં શ્ર્વાન રસીકરણ માટે ટેન્ડર પ્રક્રિયા હાથ ધરવામાં આવી છે. એક શ્ર્વાનને મૂકવામાં આવતી અલગ અલગ રસી માટે એજન્સીને કુલ રૂા.3705 ચૂકવવામાં આવશે એજન્સીની ટીમ દ્વારા રખડતા કુતરાઓને માર્કેગિં કરી વેકિસનેશનની કામગીરી હાથ ધરવામાં આવશે તેવી જ રીતે શ્ર્વાનોની વસ્તીમાં થતો વધારો રોકવા માટે પણ વ્યંધીકરણ કામગીરી શરૂ કરવામાં આવી છે. જે સતત ચાલુ રહેશે તેવી જ રીતે જે વિસ્તારોમાંથી શ્ર્વાનો આંતક હોય અને અમૂક ચોક્કસ શ્ર્વાનના કરડવાના બનાવોમાં વધારો થયો હોય અને વધુ ફરિયાદ હોય ત્યારે આ શ્ર્વાનને પકડી તેને મહાનગર પાલિકા શ્ર્વન કેન્દ્ર ખાતે રાખી તેને ટ્રેન કરી હિંસકતા ખતમ થઇ જયારે ત્યારે આ શ્ર્વાનુ શારીરિક ટેસ્ટીંગ કર્યા બાદ પરત તેના સ્થળે છોડી મુકવામાં આવેશ હાલ ટેન્ડર પ્રસિદ્ધ કરવામાં આવેલ હોય પ્રક્રિયા પૂર્ણ થયા બાદ વર્કઓર્ડર આપી તુરંત કામગીરી શરૂ કરવામાં આવશે.