For the best experience, open
https://m.gujaratmirror.in
on your mobile browser.
Advertisement

દક્ષિણ ગુજરાતમાં અનરાધાર : વાપીમાં 7॥ ઈંચ

11:50 AM Aug 03, 2024 IST | Bhumika
દક્ષિણ ગુજરાતમાં અનરાધાર   વાપીમાં 7॥ ઈંચ
Advertisement

કપરાડા 6॥, પારડી 5, ધરમપુર 4, ઉબેરગામ 3॥ અને સૌરાષ્ટ્રમાં જોડિયા તથા તાલાલામાં 1 થી 2 ઈંચ વરસાદ

હવામાન વિભાગની આગાહીના પગલે ગઈકાલે રાજ્યના વધુ 172 તાલુકાઓમાં એક ઈંચથી 7॥ ઈંચ જેટલો વરસાદ ખાબક્યો છે. જેમાં વલસાડ જિલ્લાના વાપીમાં 7॥ ઈંચ, વલસાડ 6॥, પારડી 5 તેમજ સૌરાષ્ટ્રમાં જોડિયા અને તાલાલા પંથકમાં 1થી 2 ઈંચ વરસાદ વરસ્યો છે. તેમજ અન્ય તાલુકાઓમાં દિવસભર હળવા ભારે વરસાદી ઝાપટા વરસ્યાના અહેવાલ પાપ્ત થયા છે.

Advertisement

બંગાળની ખાડીમાં લો પ્રેસર સર્જાતા હવામાન વિભાગ દ્વારા તા. 5 ઓગસ્ટ સુધી દક્ષિણ ગુજરાત અને સૌરાષ્ટ્રના અમુક વિસ્તારોમાં ભારેથી અતિભારે વરસાદની આગાહી કરવામાં આવી છે. જેના લીધે ગઈકાલે વલસાડ જિલ્લાના વાપી ખાતે 7॥ ઈંચ જેટલો ભારે વરસાદ વરસી જતાં શહેરોમાં નિચાણવાળા વિસ્તારો પાણીમાં ગરકાવ થઈ ગયા હતાં. જિલ્લાના કપરાડામાં 6॥, પારડી 5, ધરમપુર 4, ઉમરગાવ 3॥, નવસારી 2, જલાલપુર 2, વાલોડ 2, બોડેલી 2, સોનગઢ 2, ડાંગ આહવા 2, વ્યારા 2 તેમજ સૌરાષ્ટ્રમાં વાદળછાયા વાતાવરણ વચ્ચે જામનગરના જોડિયામાં 2॥ ઈંચ અને ગીર સોમનાથના તાલાલામાં 1 ઈંચથી વધુ પાણી વરસી ગયું હતું. સૌરાષ્ટ્ર કચ્છના અન્ય વિસ્તારોમાં પણ હળવાથી ભારે ઝાપટાઓ દિવસ દરમિયાન ચાલુ રહ્યા હતાં. છેલ્લા ચાર દિવસથી ઝાપટા સ્વરૂપે વરસાદ વરસતા કુવા અને બોરના ભુગર્ભ જળમાં સતત વધારો જોવા મળ્યો છે. તેમજ ઉભા પાક ઉપર સમયસર વરસાદથી કૃષિ ચિત્ર સારુ ઉપસ્યું હોવાનું ખેડુતો જણાવી રહ્યા છે.

રાજ્યમાં ગઈકાલે 172 તાલુકાઓમાં એક ઈંચથી 7॥ ઈંચ જેટલો વરસાદ વરસી જતાં ખાસ કરીને દક્ષિણ ગુજરાતમાં છેલ્લા એક સપ્તાહથી પડી રહેલા અનરાધાર વરસાદના પગલે જળાશયોમાં નવા નીરની આવક નોંધાઈ છે. જ્યારે વધુ વરસાદના કારણે ખેતરોમાં સતત પાણી ભરાવાના કારણે ખેતીના પાકને નુક્શાની જવાની ભીતી ઉભી થઈ છે. છતાં હવામાન વિભાગ દ્વારા તા. 5 સુધી દક્ષિણ ગુજરાત અને ઉત્તર ગુજરાતમાં ભારે વરસાદની આગાહી કરવામાં આવેલ હોય આગામી બે દિવસ વધુ વરસાદ પડવાની શક્યતા જોવાઈ રહી છે.

રાજ્યમાં વધુ ચાર દિવસ વરસાદની આગાહી

હવામાન નિષ્ણાતના જણાવ્યા અનુસાર, અત્યારે બંગાળની ખાડીમાં એક લો પ્રેશર તૈયાર થયું છે. જોકે, આ લો પ્રેશર જોઇએ તેટલું પ્રબળ નથી, છતાં તેની અસર અડધા ભારતમાં થવાની છે. ખાસ કરી મધ્ય અને ઉત્તર ભારતનાં તમામ રાજ્યો પર તેની અસર થવાની છે. આ નબળા લો પ્રેશરનું શિયર ઝોન ગુજરાત પર આવશે અને તેના કારણે વરસાદ પડવાની વકી છે. આ સિસ્ટમને કારણે બે-ચાર દિવસ સુધી વરસાદ પડવાનો છે. આ વરસાદની વાત કરીએ તો મધ્ય ગુજરાતમાં અમદાવાદ, ગાંધીનગર, ખેડા, આણંદ, નડિયાદ, છોટા ઉદેપુર, દાહોદ, મહીસાગરમાં પણ જોવા મળશે. ઉત્તર ગુજરાતના સાબરકાંઠા, બનાસકાંઠા, પાટણ, મહેસાણામાં વરસાદ જોવા મળશે. ઉત્તર ગુજરાત અને મધ્ય ગુજરાતમાં અમુક વિસ્તારમાં એકથી લઇને 3 ઇંચ વરસાદ અને અમુક વિસ્તારમાં 2થી લઇને 4 ઇંચ સુધીના વરસાદ નોંધાશે. જ્યારે દક્ષિણ ગુજરાતમાં એકથી બે ઇંચ જેવા સામાન્ય-હળવો વરસાદ નોંધાશે. દક્ષિણ ગુજરાતમાં વરસાદની શક્યતા નથી. હાલ સૌરાષ્ટ્ર-કચ્છમાં કોઇ મોટા પાયે વરસાદની શક્યતા નથી. આમ છતાં મોરબી, સુરેન્દ્રનગર, બોટાદના અમુક ભાગોમાં બેથી પાંચ ઓગસ્ટ દરમિયાન સારો વરસાદ પડી શકે છે. લો પ્રેશરના કારણે ઉત્તર ગુજરાત અને મધ્ય ગુજરાતમાં સારો વરસાદ પડશે.

Advertisement
Tags :
Advertisement
Advertisement