For the best experience, open
https://m.gujaratmirror.in
on your mobile browser.
Advertisement

સુરત જિલ્લામાં પતંગની કાતિલ દોરીએ વધુ એક યુવાનનો ભોગ લીધો

04:01 PM Dec 03, 2024 IST | Bhumika
સુરત જિલ્લામાં પતંગની કાતિલ દોરીએ વધુ એક યુવાનનો ભોગ લીધો
Advertisement

શારદાગામના યુવાનનું બાઇક પર જતા ગળું કપાયું

હજુ તો ઉતરાયણ પર્વને દોઢ મહિના જેટલો સમય બાકી છે એવામાં પતંગની દોરીથી એક યુવકનું ગળું કપાઈ જતા મોત નીપજ્યું હોવાનો બનાવ સામે આવ્યો છે. કીમ રેલ્વે ઓવરબ્રીજ પર આ ઘટના બની હતી કે જ્યાં પતિ-પત્ની બાઈક પર ઘરે જઈ રહ્યા હતા તે દરમ્યાન પતંગની દોરીથી પતિને ગળાના ભાગે ગંભીર ઈજાઓ થઇ હતી અને તેનું મોત નીપજ્યું હતું. આ પહેલા પણ આવી જ ઘટનામા એક યુવાનનું મોત નિપજ્યુ હતુ.

Advertisement

મળતી માહિતી મુજબ સુરત જિલ્લાના ઉમરપાડા તાલુકાના શારદાગામ ખાતે રહેતા શૈલેષભાઈ છીડીયાભાઈ વસાવા (ઉ.40) પત્ની સાથે બાઈક પર સાયણથી પોતાના ઘરે આવી રહ્યા હતા અને તેઓ કીમથી કીમ ચોકડી તરફ જતા કીમ રેલ્વે ઓવરબ્રીજ પરથી પસાર થતા હતા. ત્યારે પતંગનો દોરો અચાનક શૈલેષભાઈના ગળાના ભાગે વાગી આવી જતા તેઓને ગળાના ભાગે ગંભીર ઈજા થઇ હતી.

ગળાના ભાગે ગંભીર ઈજા થતા શૈલેષભાઈનું ગળું કપાઈ ગયું હતું. તેઓને સૌ પ્રથમ કીમ સ્થિત હોસ્પિટલ લઇ જવાયા હતા. જ્યાં પ્રાથમિક સારવાર બાદ વધુ સારવાર અર્થે સુરતની સિવિલ હોસ્પિટલ ખસેડવામાં આવ્યા હતા, પરંતુ સિવિલ હોસ્પિટલમાં સારવાર મળે તે પહેલા જ તેઓનું મોત નીપજ્યું હતું. શૈલેષભાઈના મોતને લઈને પરિવાર શોકમાં ગરકાવ થઇ ગયો હતો.

આ અંગે ડોકટરે જણાવ્યું હતું કે, કીમ ઓવરબ્રીજ પર દંપતી બાઈક પર પસાર થતું હતું. ત્યારે દોર વડે ગળું કપાઈ ગયું હતું. તેઓ ગંભીર હાલતમાં હતા. જેથી પ્રાથમિક સારવાર આપીને અમારી જ એમ્બ્યુલન્સમાં વધુ સારવાર અર્થે સિવિલ હોસ્પિટલ ખસેડ્યા હતા. તેઓનું ગળું કવર થઇ જાય એવી મોટી ઈજા થઇ હતી.

Advertisement
Tags :
Advertisement
Advertisement