રાજકોટ
સૌરાષ્ટ્ર | સુરેન્દ્રનગરમોરબીપોરબંદરજુનાગઢકચ્છઅમરેલીભાવનગર
ગુજરાતરાષ્ટ્રીયઆંતરરાષ્ટ્રીયવ્યવસાયવિશેષ અંકReligious
Advertisement

કોંગ્રેસમાં વધુ એક વિકેટ પડી! રાષ્ટ્રીય પ્રવક્તા રોહન ગુપ્તાએ અચાનક આપ્યું રાજીનામું

03:06 PM Mar 22, 2024 IST | Bhumika
Advertisement

 

Advertisement

લોકસભા ચૂંટણી પહેલા કોંગ્રેસને વધુ એક ઝટકો લાગ્યો છે. અમદાવાદ પૂર્વ બેઠકથી કોંગ્રેસના ઉમેદવાર રોહન ગુપ્તાએ તાજેતરમાં કોંગ્રેસે લોકસભા ચુંટણી માટે અમદાવાદ પૂર્વની બેઠક પર ઉમેદવાર જાહેર કરેલરોહન ગુપ્તાએ કોંગ્રેસમાંથી રાજીનામું આપી દીધું છે. અગાઉ રોહન ગુપ્તાએ અમદાવાદ પૂર્વ પર ટિકિટ મળ્યા બાદ પોતાની ઉમેદવારી પરત ખેંચી હતી.

કોંગ્રેસના રાષ્ટ્રિય પ્રવક્તા રોહન ગુપ્તાએ કોંગ્રેસમાંથી રાજીનામુ ધરી દેતાં રાજકીય ગરમાવો આવી ગયો છે. વિગતો મુજબ અગાઉ અમદાવાદ પૂર્વ બેઠક પરથી કોંગ્રેસના ઉમેદવાર રોહન ગુપ્તાના ચૂંટણી લડવાનો ઈન્કાર કર્યો હતો. જ્યારે તેમના પિતાએ કોંગ્રેસમાંથી રાજીનામુ આપ્યુ છે. કોંગ્રેસના રોહન ગુપ્તાને અમદાવાદ પૂર્વ બેઠક પરથી ટિકિટ મળી હતી. ઉમેદવારી પરત ખેંચવાને લઈ તેમણે કારણમાં પિતાની નાદુરસ્ત તબિયત અંગે જણાવ્યું છે.

રોહને મંગળવારે (19 માર્ચ) કહ્યું હતું કે તેમના પિતા ચૂંટણી લડવાના તેમના નિર્ણયથી ખુશ ન હતા અને તેમના પર દબાણ લાવવા માટે તેમણે થોડા દિવસો પહેલા કોંગ્રેસમાંથી રાજીનામું આપી દીધું હતું અને પાર્ટી સાથેના દાયકાઓ જૂના સંબંધો પણ તોડી નાખ્યા હતા.

કૉંગ્રેસના નેતા રોહન ગુપ્તા દ્વારા એક્સ પર પોસ્ટ કરી આ અંગે જાણકારી આપવામાં આવી છે. તેમણે એક્સ પર પોસ્ટ કરતા લખ્યું કે, ગંભીર તબીબી સ્થિતિને લીધે, મારા પિતા હોસ્પિટલમાં દાખલ છે અને હું કોંગ્રેસના ઉમેદવાર તરીકે અમદાવાદ પૂર્વ સંસદ બેઠક માટે મારી ઉમેદવારી પરત ખેંચી રહ્યો છું. હું પક્ષ દ્વારા નામાંકિત નવા ઉમેદવારને સંપૂર્ણ સમર્થન આપીશ.

 

Tags :
Congressgujaratgujarat newsRohan Gupta
Advertisement
Next Article
Advertisement