રાજકોટ
સૌરાષ્ટ્ર | સુરેન્દ્રનગરમોરબીપોરબંદરજુનાગઢકચ્છઅમરેલીભાવનગર
ગુજરાતરાષ્ટ્રીયઆંતરરાષ્ટ્રીયવ્યવસાયવિશેષ અંકReligious
Advertisement

રેસિડેન્ટ તબીબોની ફરી રાજ્યવ્યાપી હડતાળ, દર્દીઓની માઠી

12:34 PM Sep 02, 2024 IST | Bhumika
Advertisement
Advertisement

અમદાવાદમાં દશ હજારથી વધુ ઓપીડી રદ, કોલકાત્તા રેપ કેસમાં વિરોધ બાદ હવે સ્ટાઈપેન્ડ વધારાની માંગ: વરસાદ બાદ ફાટી નીકળેલ રોગચાળો વધવાનો ભય

કોલકાતામાં જુનિયર ડોક્ટર પર રેપ-મર્ડર કેસના વિરોધમાં હડતાળ પર ઊતરેલા રાજ્યભરના રેસિડેન્ટ ડોક્ટરો વધુ એકવાર સ્ટાઈપેન્ડના મુદ્દે આજે હડતાળ પર ઊતરી રહ્યા છે. આ હડતાળ દરમિયાન રેસિડેન્ટ ડોક્ટરો ઈમર્જન્સી સહિતની તમામ સેવાઓથી અળગા રહેશે. તેઓ સરકાર સામે આક્રોશ વ્યક્ત કરતા કહે છે કે, દર ત્રણ વર્ષે સ્ટાઈપેન્ડ વધારવાનું હોય છે પણ હવેથી 5 વર્ષે વધારવાનો નિર્ણય કર્યો છે. જેનો અમે વિરોધ કરી રહ્યા છીએ. તેમજ સ્ટાઇપેન્ડ પણ 40 ટકાને બદલે માત્ર 20 ટકા જ વધાર્યું છે. ઉલ્લેખનીય છે કે, એક તરફ સિઝનલ રોગચાળો ફાટી નિકળ્યો છે અને બીજી તરફ રેસિડેન્ટ ડોક્ટરો હડતાળ પર છે. ત્યારે દર્દીઓએ આજે ભારે હાલાકીનો સામનો કરવો પડશે. આજે અમદાવાદમાં 10 હજારથી વધુ ઓપીડી રદ કરવામાં આવી છે.

રાજ્ય સરકાર દ્વારા અખબારી યાદી જાહેર કરી જણાવવામાં આવ્યું હતું કે, જુનિયર ડોક્ટર્સ એસોસિએશન દ્વારા 40 ટકા સ્ટાઇપેન્ડ વધારા માટે હડતાળ કરવાની રાજ્ય સરકારને ચીમકી અપાઈ છે જે સંપૂર્ણપણે ગેરવ્યાજબી છે. દર્દીઓની સારવારના ભોગે તેમનો આ નિર્ણય અમાનવીય છે. આ ચીમકી દ્વારા દર્દીઓને બાનમાં લેવાની પ્રવૃત્તિ બિલકુલ સાંખી લેવાય તેમ નથી. ખરી પરિસ્થિતિ તો એ છે કે, રેસિડેન્ટ ડોક્ટરોને દેશમાં સૌથી વધુ સ્ટાઇપેન્ડ આપનાર રાજ્યોમાં ગુજરાત અન્ય રાજ્યોની સરખામણીમાં અગ્રેસર છે. ગુજરાતમાં ઇન્ટર્ન અને રેસિડેન્ટ ડોક્ટરોને અપાતું સ્ટાઇપેન્ડ ટેક્સ ફ્રી છે. જ્યારે આ રેસિડેન્ટ ડોક્ટરોને ભણાવતા પ્રોફેસરના પગાર ઉપર પણ ટેક્સ લાગે છે. અમદાવાદમાં સિવિલ હોસ્પિટલમાં 3500, સોલા સિવિલ હોસ્પિટલમાં 1500, એલજી હોસ્પિટલ 2000, શારદાબહેન હોસ્પિટલમાં 1500 અને એસવીપીમાં 1200 ઓપીડી રદ કરાઈ છે.

40% સ્ટાઇપેન્ડ વધારવાની માગ હતી બી.જે. મેડિકલ કોલેજ, અમદાવાદના પ્રતિનિધિઓેએ જણાવ્યું કે, સતત છેલ્લા છ મહિનાથી સ્ટાઈપેન્ડ વધારા બાબતે આરોગ્યમંત્રી તથા આરોગ્ય વિભાગના અધિકારીઓ સમક્ષ કાયદાકીય રીતે રજૂઆત કરી છે. આ રજૂઆતો મુજબ દર ત્રણ વર્ષે જુનિયર ડોક્ટરોના સ્ટાઈપેન્ડમાં 40% વધારો થતો હોય છે. જેનો આખરી વધારો 1 એપ્રિલ, 2021માં થયો હતો. જેના ત્રણ વર્ષ 31 માર્ચ, 2024ના રોજ પૂર્ણ થયાં હતાં. આથી અમારી માંગ સરકારના પરિપત્ર મુજબ 1 એપ્રિલ, 2024થી અમારા સ્ટાઈપેન્ડમાં 40%ના વધારા માટે હતી.

તારીખ 9 જુલાઈ, 2024ના રોજ આરોગ્યમંત્રી સાથે થયેલી મુલાકાતમાં અમને સ્ટાઈપેન્ડમાં 40%ના વધારાનું આશ્વાસન આપ્યું હતું. જેથી લોકશાહી સરકાર પર વિશ્વાસ રાખીને આંદોલન મોકૂફ રાખ્યો હતું. ત્યાર બાદ સતત 10 થી 12 મુલાકાતો તેમજ છેલ્લા છ મહિનાની મહેનત તથા સરકાર પર પૂર્ણ ભરોસો રાખવા છતાં માત્ર 20%નો અસંતોષકારક વધારો આપ્યો છે. આ ઉપરાંત અમારા વિશ્વાસનું હનન થાય એ રીતે આગામી સ્ટાઈપેન્ડ વધારાની મુદત 5 વર્ષ કરવામાં આવી છે.

રાજ્યમાં 4302 ઇન્ટર્ન્સ અને 5332 રેસિડન્ટ ડોક્ટરો રાજ્યની સરકારી મેડિકલ, આયુર્વેદિક, હોમિયોપેથી, ડેન્ટલ અને ફિઝિયોથેરાપીની મેડિકલ કોલેજો અને જીએમઇઆરએસ હેઠળની મેડિકલ કોલેજો ખાતે અભ્યાસ કરતા ઇન્ટર્ન્સની સંખ્યા 4302 છે, જ્યારે રેસિડન્ટ ડોક્ટર્સની સંખ્યા 5332 છે. આ વિદ્યાર્થીઓના સ્ટાઈપેન્ડમાં વધારો કરતાં સરકારની તિજોરી પર રૂા. 122.83 કરોડનું વધારાનું ભારણ પડશે.

રાજ્યની 6 સરકારી અને 13 GMERS(ગુજરાત મેડિકલ એજ્યુકેશન એન્ડ રિસર્ચ સોસાયટી) સંચાલિત મેડિકલ કોલેજના સ્નાતક અભ્યાસક્રમના ઇન્ટર્ન્સ અને અનુસ્નાતક તેમજ સુપર સ્પેશિયાલિટી અભ્યાસક્રમના રેસિડન્ટ્સ તબીબોને મળતા સ્ટાઇપેન્ડના દરમાં વધારો કરવામાં આવ્યો છે. રાજ્યની સરકારી મેડિકલ કોલેજના મેડિકલ, ડેન્ટલ, ફિઝિયોથેરાપી, હોમિયોપેથી અને આયુર્વેદના સ્નાતક અભ્યાસક્રમના ઇન્ટર્ન્સ, અનુસ્નાતક અને સુપર સ્પેશિયાલિટી અભ્યાસક્રમના રેસિડન્ટ તબીબોને આ સ્ટાઇપેન્ડના દરમાં થયેલા વધારાનો લાભ મળશે.
ડિગ્રીના મેડિકલ રેસિડન્ટ્સને શું લાભ મળશે? ડિગ્રીના મેડિકલ રેસિડન્ટ્સને પ્રથમ વર્ષમાં રૂા. 1,00,800, બીજા વર્ષમાં રૂા. 1,02,480, ત્રીજા વર્ષમાં રૂા. 1,05,000, ચોથા વર્ષ (સિનિયર રેસિડન્ટ) અને ક્લિનિકલ આસિસટન્ટને રૂા. 1,10,880નો લાભ મળશે.

મેડિકલ રેસિડન્ટ (ડિપ્લોમા)ના વિદ્યાર્થીઓને શું લાભ? મેડિકલ રેસિડન્ટ (ડિપ્લોમા)ને પ્રથમ વર્ષમાં રૂા.75,600 અને બીજા વર્ષમાં રૂૂ.82,320 સ્ટાઇપેન્ડ ચૂકવાશે. આયુર્વેદિક સેવાઓમાં પી.જી. રેસિડન્ટ્સને પ્રથમ વર્ષમાં રૂૂ.50,400, બીજા વર્ષમાં રૂા.53,760 અને ત્રીજા વર્ષમાં રૂા. 57,120 ચૂકવવામાં આવશે. ઉપરાંત GMERS સંચાલિત મેડિકલ કોલેજના સ્નાતક અભ્યાસક્રમના ઇન્ટર્ન્સને રૂા. 21,840, જુનિયર રેસિડન્ટ્સને રૂા.1,00,800 અને સિનિયર રેસિડન્ટ્સને રૂા. 1,10,880 ચૂકવવામાં આવશે.વિગતે વાંચવા આ લિંક પર ક્લિક કરો.

સુરતમાં રેસી.ડોકટરો હડતાલમાં ન જોડાયા, રાજકોટ-વડોદરામાં બેઠક બાદ નિર્ણય થશે
રાજકોટ સિવિલ અને વડોદરાના રેસિડેન્ટ ડોક્ટરો બેઠક યોજ્યા બાદ હડતાલ અંગે નિર્ણય કરશે. હાલમાં સયાજી અને ગોત્રી હોસ્પિટલમાં તમામ સેવાઓ ચાલુ છે. સુરતની સિવિલ અને સ્મીમેર હોસ્પિટલમાં તમામ સેવાઓ રાબેતા મુજબ ચાલુ છે, કોઈ હડતાળ નથી. રેસિડેન્ટ તબીબો હાલ આ હડતાળમાં જોડાયા નથી. હાલ બેઠક બાદ જે નિર્ણય કરવામાં આવશે.

રેસિડેન્ટ ડોક્ટરોની માગણી સંપૂર્ણપણે ગેરવાજબી ગણાવતી રાજ્ય સરકાર
1 લાખથી વધુની રકમનું સ્ટાઇપેન્ડ લાંબા સમયથી રેસિડેન્ટ ડોક્ટરોને આપવામાં આવે છે. તેમાં પણ સરકારે 20 ટકાનો વધારો કરીને 1.30 લાખ સુધીનું કર્યું છે. દેશમાં અનેક રાજ્યોમાં 40 હજારથી 70 હાજર સ્ટાઇપેન્ડની સામે ગુજરાતમાં રેસિડેન્ટ તબીબોને અપાતું સ્ટાઇપેન્ડ 1 લાખથી વધુ છે. વધુમાં અન્ય રાજ્યોમાં ત્રણ વર્ષના બોન્ડ જેની સામે ગુજરાતમાં એક જ વર્ષનો બોન્ડ છે. આ ઇન્ટર્ન અને રેસિડેન્ટ ડોક્ટરોને ભણાવતા કરાર આધારિત પ્રોફેસરો કરતા વધુ રકમ સ્ટાઇપેન્ડ રૂૂપે આ રેસિડેન્ટ ડોક્ટરોને અપાય છે. રેસિડેન્ટ ડોક્ટરોને ભણાવતા પ્રોફેસર કરતાં પણ વધુ સ્ટાઇપેન્ડ થાય તેવી આ રેસિડેન્ટ ડોક્ટરોની માંગણી સંપૂર્ણપણે ગેરવ્યાજબી છે.

Tags :
Doctors strikegujaratgujarat newsresident doctors
Advertisement
Next Article
Advertisement