For the best experience, open
https://m.gujaratmirror.in
on your mobile browser.
Advertisement

વધુ એક કૌભાંડ! સબરજિસ્ટ્રારે કરોડોની સરકારી જમીન બારોબાર વેંચી નાખી

04:24 PM Jul 18, 2024 IST | Bhumika
વધુ એક કૌભાંડ  સબરજિસ્ટ્રારે કરોડોની સરકારી જમીન બારોબાર વેંચી નાખી
Advertisement

ગાંધીનગર ઝોન-3ના સબરજિસ્ટ્રાર વિષ્ણુ દેસાઇ સામે ફરિયાદ દાખલ

ગાંધીનગરમાં વધુ એક જમીન કૌભાંડનો પર્દાફાશ થયો હતો. મળતી જાણકારી અનુસાર, પિરોજપુર ગામમાં એક સરકારી અધિકારીએ જ સરકારી જમીન વેચી મારી હોવાનો ખુલાસો થયો હતો. સબરજીસ્ટ્રાર વિષ્ણુ દેસાઈએ ખાનગી વ્યક્તિને જમીન વેચી હોવાનો ખુલાસો થયો હતો. વિષ્ણુ દેસાઈ સામે ગાંધીનગર સેક્ટર સાત પોલીસ સ્ટેશનમાં ગુનો નોંધાયો હતો. 2735 ચો.મી જમીનના વેચાણની દસ્તાવેજની નોંધણી કરી હતી.

Advertisement

ગાંધીનગર જિલ્લામાં કિંમતી સરકારી જમીન ખાનગી વ્યક્તિને પધરાવી દેવાના કૌભાંડમાં સરકારી અધિકારીઓની મિલિભગતનો ચોંકાવનારો ખુલાસો થયો છે. મળતી જાણકારી અનુસાર ગાંધીનગરના પીરોજપુર ગામમાં આવેલી લાખો રૂૂપિયાની સરકારી જમીનનો દસ્તાવેજ ખાનગી વ્યક્તિના નામે કરી દેવાના મામલે ગાંધીનગરના સબ રજિસ્ટ્રાર વિષ્ણુ દેસાઈ સામે સેકટર-7 પોલીસ મથકમાં ગુનો દાખલ કરવામાં આવ્યો છે.
પોલીસમાં નોંધાયેલી ફરિયાદ મુજબ સબ રજિસ્ટ્રાર કચેરી ઝોન-3માં સબ રજિસ્ટ્રાર તરીકે વિષ્ણુભાઈ હરગોવિંદભાઈ દેસાઈ ફરજ બજાવતા હતા. વિષ્ણુભાઈએપીરોજપુર ગામની સીમના સર્વે નં-179ના કુલ ક્ષેત્રફળમાંથી 50 ટકા એટલે કે 2735 ચોમી જમીનના વેચાણ દસ્તાવેજની નોંધણી કરી હતી અને ટાઈટલની ચકાસણી કર્યા વગર દસ્તાવેજ કરી દેવામાં આવ્યો હતો. નોંધણી થયેલી જમીનની બજાર કિંમત હાલની જંત્રી મુજબ 59 લાખ 67 હજાર 770 રૂૂપિયા છે. હાલમાં તો સબ રજિસ્ટ્રાર સામે ગુનો દાખલ કરી પોલીસે જમીન ખરીદનારા તથા વેચનારા ઈસમો સામે કાર્યવાહી હાથ ધરી છે.

Advertisement
Tags :
Advertisement
Advertisement