રાજકોટ
સૌરાષ્ટ્ર | સુરેન્દ્રનગરમોરબીપોરબંદરજુનાગઢકચ્છઅમરેલીભાવનગર
ગુજરાતરાષ્ટ્રીયઆંતરરાષ્ટ્રીયવ્યવસાયવિશેષ અંકReligious
Advertisement

વધુ એક ભરતીકાંડ? રાજ્ય અને કેન્દ્રમાં પૈસા લઈને નોકરી અપાયાનો: યુવરાજસિંહનો આરોપ

04:32 PM Dec 29, 2023 IST | Sejal barot
Advertisement

ભરતીકાંડના મામલે અવારનવાર પર્દાફાશ કરનાર યુવરાજસિંહે એક પ્રેસ કોન્ફરન્સ યોજીને બે શખ્સોના નામ જોગ ચોકાવનારો આક્ષેપ કર્યો છે કે, આ બન્ને સખ્સોએ દિગ્ગજ લોકો સાથે પોતાને સબંધો હોવાનું જણાવી રાજ્ય અને કેન્દ્ર સરકારની નોકરી પૈસા લઈને અપાવી દેવાના નામે છેતરપીંડી આચરી છે.
સરકારી નકરીમાં નકલી ભરતી થયાના યુવરાજ સિંહે આરોપ લગાવ્યો છે. યુવરાજસિંહના કહેવા અનુસાર પોલીસ, સબઓડિટર, જીપીએસસી, રેલવે, આરોગ્ય ખાતામાં બનાવટી ઉમેદવારોની ભરતી કરવામાં આવી છે. કેતન શાહ અને રણજીત ઓડે રૂૂપિયા લઈ લોકોને સરકારી નોકરી અપાવી છે.
નકલી ભરતીનાં પીડિતોએ પોલીસમાં ફરિયાદ કરવાનો પ્રયત્ન કર્યો હતો. પોલીસે ફરિયાદ ના લેતા કોર્ટમાં કલમ 156(3) હેઠળ ફરિયાદ માટે અરજી કરી છે.
કેતન શાહ અને રણજીત ઓડ મોટા રાજકીય નેતાઓ સાથે ધરોબો હોવાનો દાવો કરી નોકરી માટે રૂૂપિયા ઉઘરાવ્યા હતા. 35 લાખ રૂૂપિયા લઇ પીએસઆઈની ભરતીમાં નોકરી અપાવવાનો દાવો કરવામાં આવ્યો છે. 14 પીડિત વ્યક્તિઓ પાસેથી રૂૂપિયા લઇ છેતરપિંડીનો આક્ષેપ છે. યુવરાજ સિંહે શું આક્ષેપ કર્યો છે.
છેલ્લા ઘણા સમયથી ગુજરાતમાં નકલીની બોલબાલા છે. નકલી પીએસઆઈ મયુર તડવીથી પહેલો અમે જ ઘટસ્ફોટ કર્યો હતો અને ત્યારબાદ નકલી કાંડની લાઈન થઈ. વધુમાં યુવરાજસિંહે જણાવ્યું હતું.
એક આરોપ હંમેશા એ પણ રહ્યો છે કે યુવરાજસિંહ કોઈપણ કૌભાંડ, ભ્રષ્ટાચાર, ગેરરીતિ, પેપરલીક જેવી ઘટનાઓ પ્રેસ મીડિયા માધ્યમથી સીધા ઘટસ્ફોટ જ કેમ કરે છે. તો અમે હવે પહેલા પોલીસ સમક્ષ ફરિયાદ નોંધાવવા માટે ત્રણ વાર પ્રયાસ પણ કર્યા પરંતુ પોલીસ દ્વારા પીડિતની એફઆઈઆર સુધા નોંધવામા ન આવી તો આજે મજબૂર થઈ અમારે ફરી સરકારને જંજોડવા પ્રેસ કોન્ફરન્સ કરવી પડી છે.
આજે જે વ્યક્તિની ચર્ચા કરવી છે તેમાં 2 નામ છે. (1) કેતનકુમાર શાહ (મૂળ ગામ દિયોદર, હાલ અમદાવાદ પાલડી ખાતે) (ર) રણજીત ઓડ મૂળ ગામ - લવાણા (તાલુકો - દિયોદર) આ વ્યક્તિ દેશના ગૃહ મંત્રી અમિત શાહનાં સગા છે અને ગુજરાતના ગૃહ રાજ્યમંત્રી હર્ષ સંઘવી સાથે તો ઘરોબો છે તથા ભાજપ પ્રદેશ અધ્યક્ષ સી.આર. પાટીલ સાથે તો ઉઠવા બેસવાના સીધા સંબંધો છે તેવું પણ કહેતા હોવાનું પીસીમાં જણાવ્યું છે.
તમામ સરકારી ભરતીમાં સીધું સેટિંગ હોવાનું અને સીધા ઓર્ડર લેટર જ ઇસ્યુ કરતા કરતા હોવાનું પણ જણાવે છે ઉપરાંત ગુજરાતની જ સરકારી ભરતીમાં લોકોને ગેરરીતિથી
લગાડે છે કેન્દ્ર સરકારની ભરતીમાં (પોસ્ટ વિભાગ, આરઆરબી) જેવી ભરતીમાં પણ લગાડે છે. આ કેતન શાહ નાં કહેવા પ્રમાણે તેમને પોલીસ ભરતીમાં જ નહીં, ઘણી ભરતીઓ માં સેટિંગથી લોકોને લગાડ્યા છે. તેવું પ્રેસ કોન્ફસન્રમાં જણાવ્યું છે.
2021માં લેવાયેલ પીએસઆઈ/એએસઆઈ પરીક્ષામાં હાલમાં 15મ તરીકે એક મહિલા જૂનાગઢ ટ્રેનિંગ ખાતે ટ્રેનિંગ લઈ રહ્યા છે. બીજા અન્ય પીએસઆઈ/એએસઆઈનાં પણ કથિત નામો આપવામાં આવી રહી છે. સબ ઓડિટર પરીક્ષામાં પણ એક વિદ્યાર્થીને મે જ નોકરી આપેલ પેપર ફોડીને તેમનો તેવો દાવો છે. આરોગ્ય વિભાગની ભરતીમાં છેલ્લી લેવાયેલ એમપીએચડબલ્યુ ભરતીમાં એક ડમી ઉમેદવાર બેસાડેલા અને હાલ તે પરીક્ષા પાસ છે અને નોકરી કરે છે તેવો પણ કેતન શાહ અને રણજીત ઓડનો દાવો છે.
કેન્દ્ર સરકારની આરઆરબી એટલે કે રેલવે બોર્ડની ભરતીમાં 17 લોકોને નોકરી આપેલ. જેમાંથી એકના ડોક્યુમેન્ટ અમારી પાસે પણ ઉપલબ્ધ છે. ગુજરાતની સૌથી શ્રેષ્ઠ સંસ્થા એટલે કે જીપીએસસીની ભરતીમાં પણ આ દાવો કરે છે મે રિસર્ચ ઓફિસર ક્લાસ 2 માં એક ભાઈનું 25 લાખ લઈને નોકરી અપાવેલ છે. અમે કોઈના નામ જાહેર નથી કરતા પરંતુ આ નામો અમે પોલીસ અને કોર્ટ સમક્ષ જરૂૂર રજૂ કરીશું એવું પીસીમાં જણાવ્યું હતું.
યુવરાજસિંહે આક્ષેપ કર્યો છે કે, આ વ્યક્તિની ફરિયાદ માટે અમે તમામ જગ્યાએ પ્રયત્ન કરી ચૂક્યા છે. પરંતુ કોઈ ફરિયાદ નોંધવા તૈયાર નથી. આ વ્યક્તિનો ભોગ બનેલાં અસંખ્ય વ્યક્તિ છે. જેમાંથી ભોગ બનનાર એક વ્યક્તિ બોલવા અને ફરિયાદ કરવા તૈયાર છે. આ વ્યક્તિને સરકારી નોકરીનું સપનું દેખાડવામાં આવ્યું, લોભ લાલચ આપવામાં આવી. ફસાવવામાં આવ્યો. અંતે ઠગવામાં આવ્યો. 5 લાખ જેટલો વહીવટ થયો હતો. જ્યારે આ ઉમેદવારને લાગ્યું કે ઠગાઈ ગયા છીએ ત્યારે આ બાબતની જાણ માટે અનેકવાર પોલીસ સ્ટેશનનાં ધક્કા ખાધા, PSI, DYSP, SP રેન્જ આઇજી સુધીને મૌખિક અને લેખિત જાણ કરવામાં આવેલ.
કથિત રીતે અમિત શાહનાં સગા કહેતા કેતન અને રણજીતનાં વિસ્તારમાં તપાસ કરતા એ પણ જાણવા મળેલ કે આ વ્યકિતએ ઘણા લોકોને ફ્રોડ સર્ટિ, બહારની થુનિ. ના સર્ટિનો ખૂબ મોટાપાયે વેપલો કરેલ છે. ખોટા સર્ટિ મેળવનાર આજે ગુજરાતની અલગ અલગ કચેરીમાં નોકરી પણ કરી રહ્યા છે.

Advertisement

Tags :
andAnother recruitment drive? Giving jobs by taking moneycenterfromstate
Advertisement
Next Article
Advertisement