રાજકોટ
સૌરાષ્ટ્ર | સુરેન્દ્રનગરમોરબીપોરબંદરજુનાગઢકચ્છઅમરેલીભાવનગર
ગુજરાતરાષ્ટ્રીયઆંતરરાષ્ટ્રીયવ્યવસાયવિશેષ અંકReligious
Advertisement

ગોંડલની સબ જેલમાં એસિડ પી ગયેલા બીજા કેદીનું પણ મોત

06:52 PM Feb 05, 2024 IST | Bhumika
Advertisement

જેતપુરના ખૂન કેસમાં સજા ભોગવતો હતો: અગાઉ પણ એક કેદીએ દમ તોડ્યો હતો

Advertisement

આજથી છ એક મહીના પહેલા ગોંડલની સબજેલમાં એસીડ પી ગયેલા કેદીનું આજે સારવાર દરમિયાન અહીંની સિવિલ હોસ્પીટલમાં મોત થયું હતું. આ પહેલા પણ એક કેદીનું એસીડ પીવાથી મોત થયાનું પોલીસે જણાવ્યું હતું.
પ્રાપ્ત વિગતો મુજબ ગોંડલની સબ જેલમાં જેતપુરનાં એક ખુન કેસમાન સજા ભોગવતા ત્રિલોકરામ છોટુરામ ચમાર (ઉ.24)એ ગત તા.22/8/2023ના રોજ એસીડ ગટગટાવી લીધી હતી. દરમિયાન સમયાંતરે તેને સારવાર અપાવીને જેલ તંત્રએ ફરી જેલમાં ધકેલી દીધો હતો.

બીજી બાજુ ગઇકાલે ફરી ત્રિલોકરામની તબીયત બગડતા તેમને સારવાર માટે સિવિલ હોસ્પીટલમાં ખસેડાયો હતો. જયાં તેમનું મોત થયું હતું.
પોલીસના કહેવા મુજબ અગાઉ ત્રિલોક અને એક અન્ય કેદી એમ બન્નેએ સાથે એસીડ પીધુ હતું. જેમાં એકનું અગાઉ અને બીજા ત્રિલોકનું આજે મોત થયું હતું. ત્રિલોક મુળ બિહારનો વતની હોવાથી પોલીસે તેના વારસદારોને જાણ કરવા તજવીજ આદરી છે.

Tags :
deathgondalGondal Sub Jailgujaratgujarat news
Advertisement
Next Article
Advertisement