For the best experience, open
https://m.gujaratmirror.in
on your mobile browser.
Advertisement

વધુ એક સહકારી સંસ્થામાં મેન્ડેટનો ઉલાળિયો

03:47 PM Sep 11, 2024 IST | Bhumika
વધુ એક સહકારી સંસ્થામાં મેન્ડેટનો ઉલાળિયો
Advertisement

હારીજ માર્કેટયાર્ડમાં ભાજપના સત્તાવાર ઉમેદવાર બાબા ચૌધરીનો પરાજ્ય, ત્રણ સભ્યોનું ક્રોસવોટિંગ

ગુજરાતમાં સહકારી ક્ષેત્રમાં પક્ષના મેન્ડેટ આપવાના ભાજપનો નિયમ બુમરેંગ થઇ રહ્યો હોય તેમ વધુ એક સહકારી સંસ્થામાં ભાજપના સભ્યોએ બળવો ર્ક્યો છે.

Advertisement

પાટણ જિલ્લાના બીજા નંબરના ભાજપ શાસિત હારીજ માર્કેટ યાર્ડમાં બીજી ટર્મ માટે ચેરમેન પદની ચૂંટણીમાં ભાજપના ત્રણ ડિરેક્ટરોએ બળવો કરી કોંગ્રેસમાંથી આવેલા અને પ્રથમ ટર્મના ચેરમેન વાઘજીભાઈને ફરી અઢી વર્ષ માટે જીતાડી ભાજપના મેન્ડેટનો ઉલાળીયો ર્ક્યો હતો.

હારીજ એપીએમસી હોલ ખાતે ચૂંટણી અધિકારી હિંમતનગર રજિસ્ટર્ડની અધ્યક્ષતામાં બીજી ટર્મના ચેરમેનની વરણી માટે ચૂંટણી યોજાઈ હતી. ભાજપના યુવા મોરચા પ્રમુખ દ્વારા ચેરમેન પદ માટે બાબા ચૌધરી અને વાઈસ ચેરમેન પદ માટે દિલીપકુમાર ઠક્કરનુ મેન્ડેટ રજૂ કરાયું હતુ. જે મેન્ડેટની સામે વર્તમાન ચેરમેન વાઘજી ચૌધરીએ પાર્ટી મેન્ડટનો અનાદર કરી સામે ફોમ ભરી ઉમેદવારી નોંધાવી હતી.

કુલ 17 સભ્યોની હાજરીમાં યોજાયેલી ચૂંટણીમાં બાબા ચૌધરીને 8 મત મળ્યા હતા સામે પક્ષે વાઘજી ચૌધરીને 9 મત મળતા એક મતથી વિજય થયો હતો. ગત વિધાનસભા ચૂંટણીમાં કોંગ્રેસમાંથી ભાજપમાં જોડાયેલ વાઘજી ચૌધરી અને જુના કોંગ્રેસીઓએ મેન્ડેટનો અનાદર કરી ફરી કોંગ્રેસમાં જતા રહ્યા હોવાના આક્ષેપ બાબા ચૌધરીએ કર્યાં હતા. તો સામે બળવાખોર ઉમેદવાર અને તેમની ટીમ દ્વારા ભાજપ લીધેલી સેન્સમાં 9 ઉમેદવારોએ ચેરમેન તરીકે વાઘજી ચૌધરીનો પાર્ટીમાં લેખિત સેન્સ રજૂ કરી હતી.

આમ છતાં પાર્ટીએ ગત વિધાનસભા અને લોકસભાની ચૂંટણીમાં ભાજપના ઉમેદવારોને હરાવવાનું કામ કરનાર હોદ્દેદારોને એપીએમસીના ચેરમેન અને વાઈસ ચેરમેનનુ મેન્ડટ આપ્યું હોય જેનો તેઓને વિરોધ હોય તેવા ગંભીર આક્ષેપો સાથે વાઈસ ચેરમેન, શહેર ભાજપ મહામંત્રી સહિતે બળવાખોર ઉમેદવારને ટેકો આપ્યો હતો.
બીજી તરફ પાટણ જિલ્લા ભાજપ પ્રમુખ દ્વારા હારીજ એપીએમસીમાં ચેરમેનની ચૂંટણીમાં ભારતીય જનતા પાર્ટીના મેન્ડેટ વિરુદ્ધ કાર્ય કરવા બદલ વાઘજી ચૌધરી (પક્ષના મેન્ડેટ વિરુઘ્ધ ઉમેદવારી કરનાર), રમેશજી ઠાકોર (દરખાસ્ત કરનાર) અને જીગર મહેતા(ટેકો આપનાર)ને શિસ્તભંગના પગલા બદલ તાત્કાલિક અસરથી ભાજપના પ્રાથમિક સભ્ય પદેથી સસ્પેન્ડ કરવામાં આવ્યા છે.

Advertisement
Tags :
Advertisement
Advertisement