ઈ પેપરવિશેષ અંકવ્યવસાયઆંતરરાષ્ટ્રીય
સૌરાષ્ટ્ર | સુરેન્દ્રનગરમોરબીપોરબંદરજુનાગઢકચ્છઅમરેલીભાવનગર
રાજકોટSportsક્રાઇમગુજરાતરાષ્ટ્રીયReligious
Advertisement

મોરબીમાં વધુ એક અસામાજિક ઈસમનું ગેરકાયદે મકાન તોડી પડાયું

12:24 PM Apr 28, 2025 IST | Bhumika
featuredImage featuredImage
Advertisement

ગુજરાત રાજયમાં કાયદો અને વ્યવસ્થા જળવાય, લોકોમાં સુરક્ષા અને સલામતી અનુભવાય તેમજ સ્થાનીક પોલીસ અને વહીવટી તંત્રના માધ્યમથી અસામાજીક ગુંડા તત્વો વિરુધ્ધ કડક શિક્ષાત્મક કાર્યવાહી થાય તે ખુબ જરૂૂરી છે. ત્યારે ગુજરાત રાજ્યના દરેક પોલીસ સ્ટેશન વિસ્તારમાં રહેતા અસામાજીક ગુંડા તત્વોની યાદી તૈયાર કરી તેના વિરુધ્ધ કાર્યવાહી કરવા ગુજરાત રાજય ગાંધીનગરના ડી.જી.પી દ્રારા સુચના આપવામાં આવી હતી.રાજકોટ રેન્જ આઇ.જી.પી. અશોકકુમાર યાદવ, મોરબી જીલ્લા પોલીસ અધિક્ષક રાહુલ ત્રિપાઠીએ મોરબી જીલ્લામાં રહેતા અસામાજીક ગુંડા તત્વોની યાદી તૈયાર કરી તેઓ વિરુધ્ધ અસરકારક કામગીરી કરવા સુચના આપી હતી.

Advertisement

જે અંતર્ગત નાયબ પોલીસ અધિક્ષક મોરબી ડિવીઝન પી.બી.ઝાલાની અધ્યક્ષતામાં એન.એ.વસાવા પોલીસ ઇન્સ્પેકટર મોરબી સીટી બી ડીવીઝન પોલીસ સ્ટેશન દ્રારા પોલીસ સ્ટેશન વિસ્તારમાં રહેતા અસામાજીક તત્વોની યાદી તૈયાર કરી હતી.જેમાં દેશીદારૂૂ વેચાણમાં જુસબ ઉર્ફે જુસો મહમદભાઈ મોવરના ઇસમની શક્તિનગર કંડલા હાઇવે કાવેરી સિરામિક પાછળ મોરબી ખાતે આવેલ 150 ચોરસ મીટર અંદાજિત એક કરોડ રૂૂપિયાના મકાનનું ડીમોલેશન જે તે લગત વિભાગ સાથે સંકલન કરી કરવામાં આવ્યું હતું.

Tags :
Demolitiongujaratgujarat newsmorbimorbi news
Advertisement
Advertisement