વધુ એક માનવ જિંદગી ધબકારા ચુકી ગઇ: હાર્ટએટેકથી યુવકનું મોત
રાજ્યભરમાં હાર્ટ એટેકે ઉપાડો લીધો હોય તેમ હદય રોગના હુમલાથી અનેક માનવ જિંદગીના શ્વાસ થંભી રહ્યા છે ત્યારે વધુ એક બનાવમાં ભાણવડના જોષીપરા ગામે યુવકનું હૃદય રોગના હુમલાથી મોત નિપજતા પરિવારમાં અરેરાટી સાથે ગમગીની છવાઈ જવા પામી છે.
આ બનાવ અંગે પોલીસમાંથી જાણવા મળતી વિગત મુજબ ભાણવડ તાલુકાના જોષીપરા ગામે રહેતા ખેરાજભાઈ નારણભાઈ સાખરા નામનો 45 વર્ષનો ગઢવી યુવાન પોતાના ઘરે હતો ત્યારે તેને અચાનક હદય રોગનો હુમલો આવતા બેભાન હાલતમાં ઢળી પડ્યો હતો. યુવકને સારવાર મળે તે પૂર્વે જ યુવકનું મોત નીપજતા પરિવારમાં અરેરાટી સાથે ગમગીની છવાઈ જવા પામી હતીૈ
આ ઘટના અંગે જાણ થતા જ ભાણવડ પોલીસ મથકનો સ્ટાફ તાત્કાલિક હોસ્પિટલ ખાતે દોડી ગયો હતો અનેપોલીસે જરૂૂરી કાર્યવાહી કરી યુવકના મૃતદેહને પોસ્ટ મોર્ટમ માટે ખસેડ્યો હતો.
પ્રાથમિક પૂછપરછમાં મૃતક ખેરાજભાઈ સાખરા મૂળ પોરબંદરના છાયા વિસ્તારનો વતની હતો અને ભાણવડ તાલુકાના જોષીપરા ગામે રહેતો હતો ખેરાજભાઈ સાખરાનું હદય રોગના હુમલાથી મોત નીપજ્યું હોવાનું જાણવા મળ્યું છે આ બનાવ અંગે ભાણવડ પોલીસે નોંધ કરી વધુ તપાસ હાથ ધરી છે.