રાજકોટ
સૌરાષ્ટ્ર | સુરેન્દ્રનગરમોરબીપોરબંદરજુનાગઢકચ્છઅમરેલીભાવનગર
ગુજરાતરાષ્ટ્રીયઆંતરરાષ્ટ્રીયવ્યવસાયવિશેષ અંકReligious
Advertisement

દ્વારકા પંથકમાં વધુ પાંચ ઈંચ વરસાદ: અન્યત્ર હળવા, ભારે ઝાપટાંનો દોર

11:57 AM Aug 30, 2024 IST | Bhumika
Advertisement
Advertisement

દેવભૂમિ દ્વારકા જિલ્લામાં રવિવારથી શરૂૂ થયેલી મેઘસવારીએ મંગળ અને બુધવારે રૌદ્ર સ્વરૂૂપ ધારણ કર્યું હતું અને જિલ્લાના જુદા જુદા વિસ્તારોમાં 30-35 ઈંચ સુધીનો વરસાદ વરસાવી દેતા અતિવૃષ્ટિ જેવી પરિસ્થિતિનું નિર્માણ થવા પામ્યું હતું. જો કે ગત સાંજથી વરસાદનું જોર હળવું થયું હતું અને જિલ્લામાં દ્વારકા તાલુકાને બાદ કરતા અન્યત્ર માત્ર હળવા તેમજ ભારે ઝાપટા જ વરસ્યા હતા.

દ્વારકા તાલુકામાં ગઈકાલે સવારથી સાંજ સુધી વધુ 139 મી.મી. તેમજ આજે સવારે હળવા ઝાપટા સ્વરૂૂપે 7 મી.મી. સહિત કુલ 146 મી.મી. (5 ઈંચ) ઇંચ વરસાદ વરસી જવા પામ્યો છે. ત્યારે ખંભાળિયામાં ગઈકાલે બપોરે 17 મી.મી. ભાણવડમાં 6 મી.મી. અને કલ્યાણપુર તાલુકામાં 3 મી.મી. સાથે ખંભાળિયા તાલુકાનો કુલ વરસાદ 2159 મી.મી. (86 ઈંચ), દ્વારકામાં 2190 મી.મી (88 ઈંચ), ભાણવડમાં 1426 મી.મી. (57 ઈંચ) અને કલ્યાણપુર તાલુકામાં 1949 મી.મી. (78 ઈંચ) થવા પામ્યો છે.

જો કે મેઘ વિરામ વચ્ચે પણ ગઈકાલથી વંટોળિયા પવનનું જોર રહ્યું હતું. જેના કારણે લોકોને હાલાકીનો સામનો કરવો પડ્યો હતો. દિવસ દરમિયાન અવારનવાર વીજ પુરવઠો ખોરવાઈ જતા નગરજનોએ મુશ્કેલીનો સામનો કર્યો હતો. ગઈકાલે તેમજ આજે પણ ઇન્ટરનેટ કનેક્ટિવિટીના અભાવે બેન્કિંગ સેવાઓને અસર પહોંચી હતી. આજે સવારે સૂર્યનારાયણના દર્શન થયા હતા અને વાતાવરણ ચોખ્ખું બની રહેતા લોકોએ રાહતનો દમ ખેંચ્યો હતો.

ભારે વરસાદના કારણે ઘી ડેમ વિસ્તારના ઘોડાપૂરમાં પાણીની લાઈનો તણાઈ જતા પાણી પુરવઠો પુર્વવત કરવા નગરપાલિકા વોટર વકર્સ વિભાગની ટીમ દ્વારા આજથી આ અંગેની કામગીરી શરૂૂ કરી દેવામાં આવી છે. જે પૂર્વવત થતા સંભવત: બે-ત્રણ દિવસનો સમયગાળો લાગી જાય તેવી સંભાવનાઓ પણ વ્યક્ત કરાઈ રહી છે.
જિલ્લામાં મોસમનો કુલ સરેરાશ વરસાદ જોઈએ તો દ્વારકામાં 388 ટકા, ખંભાળિયામાં 245 ટકા, કલ્યાણપુર તાલુકામાં 220 ટકા અને ભાણવડ તાલુકામાં 192 ટકા સાથે જિલ્લાનો કુલ સરેરાશ વરસાદ 251 ટકા વરસી ચુક્યો છે.

Tags :
dwarka newsgujaratgujarat newsMonsoonrain
Advertisement
Next Article
Advertisement