રાજકોટ
સૌરાષ્ટ્ર | સુરેન્દ્રનગરમોરબીપોરબંદરજુનાગઢકચ્છઅમરેલીભાવનગર
ગુજરાતરાષ્ટ્રીયઆંતરરાષ્ટ્રીયવ્યવસાયવિશેષ અંકReligious
Advertisement

ઊંઝામાંથી નકલી જીરુંની વધુ એક ફેક્ટરી ઝડપાઈ

11:26 AM Dec 14, 2023 IST | Sejal barot
Advertisement

એશિયાના સૌથી મોટા માર્કેટ યાર્ડ વિસ્તારમાં નક્લી જીરુનો વેપલો જાણે થોભતો જ નથી. સ્પાઈસ સિટી તરીકે ઓળખાતા ઊંઝાનું જીરુ દેશભરમાં પ્રખ્યાત છે. જો કે કેટલાક તત્વો આ જીરુની સુવાસને નુકસાન પહોંચાડવાનું કામ કરી રહ્યા છે. છાશવારે મહેસાણામાંથી નક્લી જીરુ બનાવતી ફેક્ટરીઓ ઝડપાઈ રહી છે. ફુડ એન્ડ ડ્રગ્સ વિભાગે દરોડા પાડી વધુ એક નક્લી જીરુ બનાવતી ફેક્ટરી ઝડપી પાડી છે અને 88 લાખથી વધુનો જીરુનો જથ્થો જપ્ત કર્યો છે.
ઊંઝા એ સ્પાઇસ સીટી તરીકે ઓળખાતું શહેર છે પરંતુ આ સ્પાઇસ સિટીમાં કેટલાક તત્વો કડવાહટ ભેળવી રહ્યા હોય એવું લાગી રહ્યું છે. મહેસાણાના ઊંઝા નજીક ગંગાપુર રોડ પર મહેસાણા ફૂડ વિભાગ દ્વારા કરાયેલ રેડમાં રૂૂપિયા 88.97 લાખનો શંકાસ્પદ નકલી જીરૂૂનો જથ્થો મળી આવ્યો છે. સ્થળ પર રેડ દરમિયાન રૂૂ.84,04,120 લાખનું 24,718 કિલો શંકાસ્પદ નકલી જીરું મળી આવ્યુ છે. મહેસાણા ફુડ એન્ડ ડ્રગ્સ વિભાગે કરેલ રેડ દરમિયાન રૂૂ.07,76,820 લાખનું 5,298 કિલો હલકી કક્ષાની ગુણવત્તાની વરિયાળી, રૂૂ.12,860 ની 643 લિટર ગોળની રસી (હલકી વરિયાળી પર ચઢાવવા), રૂૂ.3870નો 258 કિલો મિક્ષ પાવડરનો જથ્થો મળી આવતા સીઝ કરાયો હતો. સ્થળ પર મળેલ કુલ રૂૂ.88.97 લાખના મુદ્દામાલ ને સીઝ કરી ફૂડ વિભાગે કાર્યવાહી કરી હતી. સેમ્પલ લઈને ચકાસણી માટે મોકલી આપ્યા હતાં. સમગ્ર રેડ દરમ્યાન એક તરફ અધિકારીઓની કામગીરી તો બીજી તરફ આવી રેડ દરમ્યાન ફેકટરી સંચાલક ભાગી જતા હોય છે તેની જગ્યાએ ફેકટરી માલિક ધર્મેન્દ્ર પટેલ અને તેમના સાથેના માણસો સ્થળ પર જ હાજર હતા અને ફૂડ ટીમ અધિકારીઓ પર ફેકટરી માલિક ધર્મેન્દ્ર પટેલે એવો આક્ષેપ પણ કર્યો હતો કે ફૂડ અધિકારીએ રૂૂપિયા 15 લાખ માંગ્યા જે નહિ આપતા કાર્યવાહી ચાલુ રાખી હતી. તો બીજી તરફ અધિકારી એ આ આક્ષેપને નકારી કાઢતા કાર્યવાહી ચાલુ રાખી હતી. ઊંઝા એપીએમસી દ્વારા પણ આ મુદ્દે અવારનવાર તપાસ કરી ઊંઝા નું નામ ના બગડે તેની તકેદારી રાખવામાં આવે છે પરંતુ છતાં એ ક્યાંક ને ક્યાંક રૂપિયા કમાઈ લેવાની લ્હાયમાં હલકી ગુણવત્તા વાળી વરિયળી ઉપર ગોળની રસી અને પાવડર ચડાવી તેનું જીરું બનાવી બીજા રાજ્યો કે દેશોમાં મોકલી દેતા હોય છે અને આખરે નામ ઉંઝાનું ખરાબ થાય છે. ઊંઝાના ગંગાપુર રોડ પર પકડાયેલ શંકાસ્પદ જીરું મામલે પણ ફેકટરી માલિક કહે છે કે પશુના દાણ માટે બનાવ્યું છે તો અધિકારી કહે છે સેમ્પલ રિપોર્ટ બાદ માલુમ પડે કે સાચું શું છે.

Advertisement

વિજાપુરમાંથી ભેળસેળવાળું 10.45 લાખનું મરચું ઝડપાયું

મહેસાણા જિલ્લામાંથી નકલી જીરૂની બીજી ફેક્ટરી ઝડપાઈ છે. ત્યાં વિજાપુરમાંથી લેવામાં આવેલા મરચાના સેમ્પલ પણ નિષ્ફળ ગયા હતા. મરચાની ભૂકી સાથે લાકડાની બારીકભુકી ભેળવી તેની ઉપર રંગ ચડાવી પેકીંગ કરવામાં આવતું હતું નમુનો ફેઈલ જતા ડ્રગએન્ડ ફૂડ વિભાગ દ્વારા રૂા. 10.45 લાખનો મરચાના પાવડરનો જથ્થો જપ્ત કરવામાં આવ્યો છે. આ સ્થળેથી આ બીજી વખત ભેળસેળનું કારસ્તાન ઝડપાયું છે.

Tags :
Another fake cuminbustedfactoryinUnjha
Advertisement
Next Article
Advertisement