દાહોદ ફોરેસ્ટના DCFના આપઘાત બાદ વધુ એક કર્મચારીએ જીવન ટૂંકાવ્યું
દાહોદમાં નાયબ વન સંરક્ષક કચેરીના વનકર્મીએ આપઘાત કર્યો છે. મહેશ બારીયા નામનો કર્મચારી રોજમદાર તરીકે ફરજ બજાવતો હતો. નોકરીએ જવાનું કહીને ઘરેથી નીકળેલા વનકર્મીના આપઘાતથી ચકચાર મચી છે. સંત રોડ પર બોટલનું એસિડ ગટગટાવીને જીવન ટૂંકાવ્યું છે.
અઠવાડિયા અગાઉ કલાસ વન ઓફિસરે તેમના ઘરે રિવોલ્વરથી આપઘાત કર્યો હતો,અને તે વનકર્મી પણ દાહોદ વિભાગમાં આવતા ફોરેસ્ટ વિભાગમાં કામ કરતા હતા,ત્યારે આજે એજ કચેરીમાં ફરજ બજાવતા એક કર્મચારીએ એસિડ પીને આપઘાત કર્યો છે.
ઘટનાની જાણ થતાની સાથે જ પોલીસ પણ ઘટના સ્થળે પહોંચી ગઈ હતી અને તપાસ હાથધરી હતી, હજી મૃતક પાસેથી કોઈ સુસાઈડ નોટ મળી નથી આવી.અઠવાડીયા અગાઉ, દાહોદ જિલ્લામાં વર્ષ 2017માં ઇન્ડિયન ફોરેસ્ટ સર્વિસ (આઇએફએસ) તેમજ સામાજિક વનીકરણ વિભાગના નાયબ સંરક્ષક (ડીસીએફ) તરીકે ફરજ બજાવતા રમેશ પરમારે અગમ્ય કારણોસર આપઘાત હતો.
વહેલી સવારે ઘરના બેડરૂૂમમાં તેમના પાસેની બંદૂક વડે માથામાં ગોળી મારી આપઘાત કરી લેતા વન વિભાગ સહિત સમગ્ર દાહોદ જિલ્લામાં ખળભળાટ મચી જવા પામ્યો હતો.