રાજકોટ
સૌરાષ્ટ્ર | સુરેન્દ્રનગરમોરબીપોરબંદરજુનાગઢકચ્છઅમરેલીભાવનગર
ગુજરાતરાષ્ટ્રીયઆંતરરાષ્ટ્રીયવ્યવસાયવિશેષ અંકReligious
Advertisement

RMC ઉપર ફરી દાગ, ફાયર NOC માટે લાંચ લેતો વચેટિયો ઝડપાયો

03:35 PM Oct 19, 2024 IST | Bhumika
Advertisement
Advertisement

અગાઉ અનેક દાઝ્યા તેમાં ફરી કોણે હાથ નાખ્યો? 30 હજારમાં ધાર્યા કામ કરાવી દેતો વચેટિયો ઝડપાઇ જતા મહાનગરપાલિકામાં ઇન્ચાર્જ સહિતનાઓ સુધી રેલો, કર્મચારીઓ-અધિકારીઓમાં સન્નાટો

રાજકોટમાં ટીઆરપી ગેમ ઝોન અગ્નિકાંડના ભ્રષ્ટાચારમાં દોઢ ડઝન જેટલા અધિકારીઓ કર્મચારીઓ દાઝી ગયા છે અને હજુ જેલમાંથી જામીન મેળવવા માટે પણ કાયદાકીય સંઘર્ષ કરી રહ્યા છે અને છેલ્લે ઇન્ચાર્જ ફાયર ઓફીસર અનિલ મારૂ ફાયર એનઓસી આપવા બદલ રૂા.1.80 લાખીન લાંચ લેતા ઝડપાયાને હજુ બે મહિના જ થયા છે. ત્યાં ફરી ફાયર શાખામાં ભ્રષ્ટાચારના ભોરીંગે ફૂંફાડો માર્યો છે અને રેસકોર્ષમાં યોજાયેલ ત્રણ દિવસના એકસ્પોમાં ફાયર એનઓસી અપાવી દેવા માટે રૂા.30 હજારની લાંચ લેતા વચેટીયો ઝડપાઇ જતા કોર્પોરેશનના કર્મચારીઓ-અધિકારીઓમાં ભારે ખળભળાટ મચી જવા પામેલ છે.

રૂા.30 હજારના બદલામાં ગણતરીના ક્લાકોમાં ફાયર એનઓસી અપાવી દેનાર કૌશિક પીપરોતર એન્ટી કરપ્શન બ્યુરોના છટકામાં રંગેહાથ ઝડપાઇ જતા હવે આ લાંચની આગ કાર્પોરેશનની લોબી અને રામાપીર ચોકડીએ આવેલ ફાયર સ્ટેશન સુધી પહોંચી છે.

કૌશિક પીપરોતર ગુજરાતભરમાં ફાયર એનઓસીની ક્ધસલ્ટનટીનું કામ કરતી કંપનીનો કર્મચારી હોવાનું અને અનેક નામી કંપનીઓ તેમજ બિલ્ડરો તેના રેગ્યુલર ક્લાયન્ટ હોવાનું બહાર આવ્યું છે.

આ શખ્સ લાંચ લેતા ઝડપાઇ જતા લાંચની રક્મમાંથી કોર્પોરેશનના ક્યા અધિકારી-કર્મચારીને કેટલા ટકા આપવાના હતા? તે સવાલો ઉઠી રહ્યા છે. એસીબી આ અંગે ક્યારે ઘટસ્ફોટ કરે છે તે તરફ સૌની નજર મંડાયેલ છે.

એસીબીની તપાસમાં ફરી એક ઇન્ચાર્જ તરફ અંગુલી નિર્દેશ થઇ રહ્યો છે. જો કે, હજુ એસીબી દ્વારા મગનું નામ મરી પાડવામાં આવતુ નથી પરંતુ આ વચેટીયા મારફત કેટલા લોકોએ વહિવટ કરીને ફાયર એનઓસી અપાવ્યા છે અને ક્યા અધિકારી વતી નાણા ઉઘરાવતો હતો તે ઓકાવવા માટે કૌશિક પીપરોતરને આઠ દિવસની રિમાન્ડની માંગણી સાથે કોર્ટમાં રજુ કરવામાં આવનાર છે.

ગોપીની સ્ટાઇલ, અનેક મોટા બિલ્ડરોને NOC કાંડનો રેલો?
રાજકોટ મહાનગરપાલિકાની ફાયર એનઓસી માટે વચેટીયો લાંચ લેતા ઝડપાઇ જતા અનેક નામી બિલ્ડરો સુધી રેલો પહોંચે, તેવા નિર્દેશો મળે છે. રાજકોટના જીવનની સ્ટાઇલ સહિતના બિલ્ડિંગોમાં ફાયર એનઓસીમાં મોટો ગોટાળો વચેટીયા મારફત થયાનું જાણવા મળ્યું ચે. શહેરના ગોપી નામના બિલ્ડર સહિતના અડધોડઝન નામી બિલ્ડરોનો ફાયર એનઓસી કૌભાંડમાં ભાંડો ફૂટે તેવા સંકેતો મળી રહ્યા છે. કેટલાક બિલ્ડરો સાથેના બે નંબરી વ્યવહારોના પૂરાવા બહાર આવી રહ્યા છે. ત્યારે આગામી અઠવાડીયે આ એનઓસી કાંડમાં મોટા ધડાકા થવાની પૂરી શક્યતા છે. અનેક બિલ્ડિરોના નામજોગ ભાંડા ફૂટે તેવા સંકેતો છે.

30 હજારનો પગારદાર કોન્સ્ટેબલ બોક્સાઇટના ટ્રકવાળા પાસેથી 6500ની લાંચ લેતા પકડાયો
જુનાગઢ માંગરોળના મરીન પોલીસ સ્ટેશનમાં ફરજ બજાવતા પોલીસ કોન્સ્ટેબલ ચંદ્રસિંહ કાળુભાઇ સીસોદીયા(ઉ.34,આર્મડ પોલીસ કોન્સ્ટેબલ માંગરોળ-મરીન પોલીસ સ્ટેશન જી.જુનાગઢ) લાંચ લેતા ઝડપાયો છે.બોક્સાઇડના ટ્રકવાળાઓ પાસેથી 6500 હજાર રૂૂપિયાની લાંચ માંગી હતી. મક્તુપુર ચેકપોસ્ટ પાસે છટકું ગોઠવીને એસીબીએ પોલીસ કોન્સ્ટેબલને લાંચ લેતા રંગેહાથ ઝડપી લીધ હતો. મળતી વિગતો મુજબ,ફરિયાદીના કાકાના દિકરાની ટ્રકો પોરબંદરથી બોક્સાઇડ ભરી અમરેલી ખાતે ખાલી કરવા જતા હતા. બોક્સાઇડ ભરેલ ટ્રકો રોયલ્ટી પાસ તથા અંડરલોડ હોવા છતા આક્ષેપિત ટ્રકો રોકવામાં આવતી હતી. ફરિયાદી આક્ષેપિતને રૂૂબરૂૂ મળતા આક્ષેપિતે મક્તુપુર ચેક પોસ્ટ પરથી પ્રસાર થા દેવા માટે એક ટ્રક દિઠ 500 હપ્તા લેખે કૂલ ચાર ટ્રકના ચાર મહિનાના કૂલ 8000 રૂૂપિયાની લાંચની માંગણી કરી હતી. રકજકના અંતે કૂલ 6,500 લાંચ પેટે આપવાનું નક્કી થયું હતું.આ લાંચની રકમ ફરિયાદી આપવા માંગતા ના હોય જેથી પોરબંદર એસીબીનો સંપર્ક કરવામાં આવ્યો હતો.

Tags :
crimegujaratgujarat newsNOCrajkotrajkot newsRMC
Advertisement
Next Article
Advertisement