પરિણીતા ઉપર દુષ્કર્મ આચરવાના કેસમાં આરોપીને જામીન મુક્ત કરતી હાઇકોર્ટ
ભગવતીપરા વિસ્તારમાં બાળકોને શાળાએ તેડવા મૂકવા થતી પરિણીતાની પાછળ પડી જઈ ફ્રેન્ડશિપનું કહી, પત્નીને તલાક આપવા અને લગ્ન કરવા લલચાવી અવારનવાર શરીર સંબંધ બાંધવાના સાત વર્ષના બનાવો સંદર્ભેની ફરિયાદમાં હાઇકોર્ટ દ્વારા આરોપીની આગોતરા જામીન અરજી મંજૂર કરવામાં આવી છે.
આ અંગેની હકીકત મુજબ, સાતેક વર્ષ પહેલા સામે કાંઠે ભગવતી પરા વિસ્તારમાં બાળકોને શાળાએ તેડવા મુકવા જતી અનુસૂચિત જાતિની પરિણીતાનો અહેમદ ગલેરીયા રોજબરોજ પીછો કરવા ઉપરાંત તેની પાનની દુકાનેથી ઈશારાઓ કરવા અને નંબર મેળવી ફોન ઉપર પતમો મને બહુ ગમો છો મારે તમારી સાથે વાતચીત કરવી છે, ફ્રેન્ડશિપ કરવી છેથ તેવું કહ્યા બાદ, બંન્ને વચ્ચે અલગ અલગ સમયે અને ભોગ બનનારની નોકરી હોય ત્યાં આવી તેડી જતા અને મુકી પણ જતા અને લગ્ન કરવા જણાવી લગ્ન કરે તો ફ્રેન્ડશિપ રાખશે, ત્યારબાદ અહેમદે તેની પત્નિને તલાક આપી બંન્ને ભાગીને લગ્ન કરશે તેવું જણાવી અલગ અલગ હોટલમાં શરીર સંબંધ ભોગ બનનારની ઈચ્છા વિરૂૂધ્ધ બાંધેલ હોય તેવી વિગત અન્વયેની ફરિયાદ થઇ હતી.
જે અન્વયે આરોપી એહમદ હનીફભાઈ ગલેરીયાએ સેશન્સ કોર્ટ સમક્ષ કરેલી આગોતરા જામીન અરજીમાં વિરૂૂધ્ધમાં ચુકાદો આવતા તેણે ગુજરાત હાઈકોર્ટ સમક્ષ આગોતરા જામીન અરજી દાખલ કરી હતી. તેમાં એટ્રોસિટી તથા દુષ્કર્મના જાહેર થયેલ ગુન્હા અન્વયેની સત્ય હકીકત તેમજ સુપ્રીમ કોર્ટના અલગ અલગ ચુકાદાઓ ટાંકી આગોતરા જામીન અરજી અન્વયે અમદાવાદના યુવા વકીલ હર્ષિત એસ. ભટ્ટની ધારદાર રજુઆત ધ્યાને લઈ હાઈકોર્ટે આગોતરા જામીન મંજુર કરતો હુકમ ફરમાવ્યો છે. આ કેસમાં આરોપ વતી ધારાશાસ્ત્રી હર્ષીત એસ. ભટ્ટ તથા ગોંડલીયા એસોસિએટસના જયેન્દ્ર એચ. ગોંડલીયા, હિરેન લિંબડ, દિલીપસિંહ જાડેજા, મોનિષ જોષી, પારસ શેઠ, કુલદિપસિંહ વાઘેલા, કરણ કારીયા (ગઢવી), કાજલબેન ખસમાણી, શીરાકમુદ્દીન શેરશીયા, ખુશીબેન ચોટલીયા, નીરાલીબેન કોરાટ, વિરલ વડગામા, ક્રિષ્નાબેન પીઠડીયા, પીયુષ કોરીંગા, મૌલીક ગોધાણી, સમીર શેરશીયા, ધારા બગથરીયા, પ્રિયંકાબેન સાગધ્રા, કેતન રાખસીયા, દિક્ષીત કોટડીયા, મયુર ગોડલીયા, ધવલ જેઠવા, મનીષ ત્રીવેદી, મનીષ ઠાકર, યશ સોની, ભુમી મહેતા, દિપક રાઠોડ, કૌશીક ઉનાગર, યશ રાદડીયા તથા પ્રિયાંશ ધિનોરા, પદમાવતીબેન પુજા ઉનાગર, મારવીન કોરાટ, રોકાયા હતા.
