પાલિકા દ્વારા વધુ એક ભ્રષ્ટાચાર સામે આવ્યો ત્રણ ત્રણ વખત બનાવેલ રસ્તો બિસ્માર હાલતમાં
બગસરા થી અમરેલી તરફ જતો શહેરનો એક માત્ર માર્ગના હાલ બેહાલ થઇ ગયા છે. જ્યારે બગસરા થી અમરેલી રોજના ઘણા લોકો મુષાફરી કરી રહ્યા હોય છે. જ્યારે ઘણા લોકો ત્યાં નોકરી તથા ભણતર માટે પણ જતા હોય છે.ત્યારે આ રસ્તા ના હિસાબે કોઈ ભયંકર અક્સ્માત પણ સર્જાય શકે તેમ છે.જ્યારે આ શહેરને જોડતો ફક્ત આ એક જ માર્ગ છે.જ્યારે આ રસ્તામાં એક એક ફૂટ ઊંડા તેમજ છ થી સાત ફૂટ લાંબા ખાડા પડી ગયેલ હોવાથી અહીંયા થી પસાર થવું ખૂબ મુશ્કેલ બન્યું છે.
જ્યારે શહેરની આજુ બાજુના ગામડાઓના લોકોને પણ બગસરા અનેક કામ સબર શહેરમાં આવતા જતા હોય છે. દવાખાના તેમજ હટાણું કરવા પણ અહીંયા આવતા હોય છે. જ્યારે આ રસ્તાની સ્થિતિ એટલી હદે ખરાબ છે કે અહીંયા રોડ હતો કે કાચો રસ્તો હતો તેનો પણ ખ્યાલ આવી શકે તેમ નથી જેના હિસાબે કોય પ્રસૂતાને અહીંયા દવાખાને લાવવામાં આવે છે તો જાણે રસ્તામાં જ ડિલિવરી થઈ જાય અથવાતો કોય હદય રોગના દર્દીને અહીંના દવાખાને લાવવામાં આવેતો રસ્તામાં જ આવા દર્દીનું રોદા ખાઈને મૃત્યુ નીપજે એટલી હદે આ શહેરનો મુખ્ય માર્ગ જાણે મગર મચ્છની પીઠ સમાન બની ગયો છે.
વધુમાં જાણવા મળતી વિગત મુજબ પહેલેથી જ આ માર્ગ વિવાદમાં સપડાઇ ગયો છે.જ્યારે આ રસ્તો આશરે બે વર્ષ પહેલાં જ બનાવવામાં આવ્યો હતો. ત્યારે નબળી કામગીરીથી લોકોએ વિરોધ કરેલ હતો અને ફરી પાછો આ રસ્તો બનાવ્યો હતો જ્યારે બે થી ત્રણ વખત બનેલો આ માર્ગ જનતાના કરોડો રૂૂપિયા ગળી ગયો છે.નબળી નેતાગીરી અને ભ્રષ્ટ નેતાઓ દ્વારા તેમજ હપ્તા લઈ રોડની રકમો મંજૂર કરાવી જનતાના કરોડો રૂૂપિયાથી પોતાના ઘરો ભરી લીધા હોય તેવું લાગી રહ્યું છે. હાલમાં શહેરની જનતા દ્વારા આ રોડ તત્કાલ બનાવવામાં નહિ તો પાલિકાનો ઘેરાવ કરીશું તેવી લોકોમાં માંગ ઉઠી છે.