કુખ્યાત પ્રતિક ચંદારાણા વિરૂધ્ધ વધુ એક ફરિયાદ, વ્યાજખોરીનો ગુનો નોંધાયો
કેટરર્સના ધંધાર્થીએ 22 લાખ વ્યાજે લીધા, તેની સામે ચંદારાણા બંધુએ પાંચ ફોર વ્હીલ સીકયોરીટી પેટે પડાવી લીધી
પ્રતિકના ભાઇએ કેટરર્સની ઓફિસમાં ઘુસી સંચાલકને ફડાકા ઝીંકી દીધા, પોલીસ આરોપીને સકંજામાં લેશે
રાજકોટ શહેરનાં નામચીન કુખ્યાત બુટલેગર પ્રતિક ચંદારાણા વિરૂધ્ધ વધુ એક ફરીયાદ પોલીસ ચોપડે નોંધવામા આવી છે. ગ્રીનલેન્ડ ચોકડી પાસે તિરૂપતી બાલાજી પાર્કમા રહેતા સોનલબેન સંજયભાઇ પ્રજાપતિ નામનાં કેરટર્સનાં ધંધાર્થીએ વ્યાજે લીધેલા રર લાખ રૂપીયાની સામે આરોપી પ્રતિક ચંદારાણા અને તેમનાં ભાઇ નિલેશ ચંદારાણાએ પાંચ મોંઘી કાર સીકયોરીટી પેટે લઇ પરત ન આપતા અને વ્યાજનાં નાણાની પઠાણી ઉઘરાણી કરતા બી ડીવીઝન પોલીસ મથકમા વ્યાજખોરીનો ગુનો નોંધવામા આવ્યો છે.
સોનલબેને પોતાની ફરીયાદમા જણાવ્યુ હતુ કે તેઓ શ્રી રામદેવ કેટરર્સ નામે ધંધો કરે છે. અને આ કેટરર્સની ભાગીદારમા બ્રહમાણી પાર્કમા રહેતા ભાવેશભાઇ રામાણી છે. તેમજ કેટરર્સની ઓફીસ કુવાડવા રોડ પર ડી માર્ટની પાછળ હરી દર્શન કોમ્પલેક્ષમા આવેલી છે. આજથી પાચેક મહીના પહેલા ધંધા માટે પૈસાની જરુરીયાત ઉભી થતા ભાગીદાર ભાવેશભાઇએ મીત્ર સર્કલ અને સગા સબંધીઓમા પૈસા માટે શોધખોળ કરી હતી. પરંતુ પૈસાની વ્યવસ્થા થઇ ન હતી. અને કેટરર્સનો ધંધો બંધ કરવાનો વારો આવે તેમ હતો.
ત્યારબાદ આ કેટરર્સમા કામ કરતા હરેશભાઇ રાતડીયાએ સોનલબેનને વાત કરી હતી કે માર્કેટીંગ યાર્ડમા પુરુષાર્થ નામની પેઢી ધરાવતા અને ભગીરથ સોસાયટીમા રહેતા પ્રતીક ચંદારાણા અને તેમનાં ભાઇ નીલેશ ચંદારાણા બંને વ્યાજે પૈસા આપે છે . તેનાં થકી પૈસાની વ્યવસ્થા થઇ જશે. જેથી ધંધો બંધ ન થાય માટે પ્રતીક ચંદારાણા અને તેમનાં ભાઇનો સંપર્ક કર્યો હતો. અને તેઓએ કહયુ હતુ કે પૈસાની સામે સીકયુરીટી પેટે કોઇપણ વસ્તુ મુકવી પડશે.
ત્યારબાદ અલગ અલગ સમયે કુલ રૂ. 22 લાખ જેટલા રૂપીયા બંને ભાઇ પાસેથી વ્યાજે લીધા હતા તેની સામે આઇ ટવેન્ટી કાર , ફોકસ વેગનની વેન્ટો કાર, એસ્યુવી કાર , હયુન્ડાઇ કંપનીની વર્ના કાર એમ કુલ પાંચ કાર સીકયુરીટી પેટે બંને ભાઇને આપી હતી આમ છતા છેલ્લા એકાદ મહીનાથી ધંધામા ખોટ જતી હોય અને આ બંને વ્યાજખોર ભાઇઓને પૈસા આપી ન શકતા પ્રતીક ચંદારાણા અને તેનો ભાઇ નીલેશ અવાર નવાર હેરાન કરતા હોય અને પઠાણી ઉઘરાણી કરતા હોય તેઓએ ધમકી આપી હતી કે વ્યાજનાં પૈસા નહી આપો તો પરીવારને જાનથી મારી નાંખીશુ. ત્યારબાદ ત્રણેક દીવસ પહેલા નીલેશ ચંદારાણા કેટરર્સની ઓફીસે જઇ ભાગીદાર ભાવેશભાઇને ફડાકો ઝીકી દીધો હતો . અને ધમકી આપી હતી કે વ્યાજનાં પૈસા મુડી સહીત બે દિવસમા આપી દેજો નહીતર તમારા પરીવારને પુરો કરી નાખીશ અને તમારા વાહનો ભુલી જજો. આ મામલે વ્યાજખોર ચંદારાણા બંધુથી કંટાળી જઇ કેટરર્સનાં મહીલા ધંધાર્થીએ બી ડીવીઝન પોલીસ મથકમા વ્યાજખોરી અંગેની ફરીયાદ નોંધાવી હતી.
કુખ્યાત પ્રતિક ચંદારાણા વિરૂધ્ધ 20 ગુના, ગુજસીટોક કરાશે ?
સામા કાઠાનાં કુખ્યાત બુટલેગર ગણાતા પ્રતિક ચંદારાણા વિરુધ્ધ પોલીસની ફરજમા રુકાવટ, હત્યાનો પ્રયાસ , મારામારી સહીત ર0 ગુનામા પોલીસ ચોપડે ચડી ચુકયો છે તેને થોડા સમય પહેલા પાસા તળે અટકાયત પણ કરવામા આવી હતી. આરોપી વિરુધ્ધ બામણબોર ગ્રામજનોએ પોલીસ કમિશનરને આવેદન આપ્યુ હતુ . આમ છતા આ બુટલેગરને બી ડીવીઝન પોલીસ સ્ટેશનનાં અમુક પોલીસ સ્ટાફનાં માણસો છાવરતા હોવાનો આક્ષેપ થયો હતો . અને આરોપી માર્કેટીંગ યાર્ડમા ખુલ્લેઆમ દારુનો ધંધો કરતો હોવાનુ પણ ચર્ચાય રહયુ છે તેમજ આરોપી ટોળકી વિરુધ્ધ ગુજસીટોક હેઠળની કાર્યવાહી કરવામા આવે તેવુ ચર્ચાય રહયુ છે જો કે હવે પછી પોલીસ શું કરે છે તે જોવુ જ રહયુ.
વિપુલ નામના યુવાનનું અપહરણ કરી બળજબરીથી સંભોગ કરાવી વીડિયો ઉતાર્યો
આજીડેમ ચોકડી પાસે માંડા ડુંગર નજીક રહેતો વિપુલ ચૌહાણ નામનાં યુવાનનુ નામચીન પ્રતિક ચંદારાણા, અમિત દાઢી, કૃણાલ, જયપાલ, હિરેન, સેફ અને અક્ષય દ્વારા અપહરણ કરવામા આવ્યુ હતુ ત્યારબાદ માર્કેટીંગ યાર્ડમા લઇ જઇ વારા ફરતી સતત દોઢ કલાક સુધી બેફામ માર મારવામા આવ્યો હતો. અને બાદમા આરોપીઓએ 8000 કાઢી લીધા બાદ હજુ એક લાખ માગ્યા હતા. ત્યારબાદ વિપુલને નિર્વસ્ત્ર કરી એક મહીલાને બોલાવી તેની સાથે પરાણે શારીરીક સબંધ બંધાવ્યો હતો. અને તેનો વિડીયો આરોપીઓએ ઉતારી લઇ ખોટા કેસમા ફીટ કરાવી દેવાની ધમકી આપી હતી. આ ઘટનામા મહીલાને સાક્ષી બનાવાશે અને આ ઘટનામા ઘવાયેલા વિપુલને માથામા ટાકા લેનાર ડોકટરનુ પણ નિવેદન લેવામા આવશે તેવુ આજીડેમ પોલીસમાથી જાણવા મળી રહયુ છે.