RTI કરી શાળા સંચાલકો પાસેથી તોડ કરનાર શિક્ષણ માફિયા મહેન્દ્ર પટેલ વિરુદ્ધ વધુ એક ફરિયાદ
આરટીઆઈ ના નામે શૈક્ષણિક સંસ્થાઓ પાસેથી લાખો રૂૂપિયાનો તોડ કરનાર શિક્ષણ માફિયા મહેન્દ્ર પટેલ વિરુદ્ધ ફરિયાદો ઉઠતા સીઆઇડી ક્રાઇમ દ્વારા તોડબાજ મહેન્દ્ર પટેલને ઝડપી લઇ તેના ઘરેથી એક કરોડથી વધુની રોકડ અને 400 જેટલી ફાઈલો કબજે કરી છે ત્યારે હવે શિક્ષણ માફિયાનો ભોગ બનનાર શાળા સંચાલકો સામે આવી રહ્યા છે. અગાઉ સુરત સહિત ચાર ફરિયાદ નોંધાયા બાદ આજે વધુ એક તોડ કર્યાની ફરિયાદ નોંધાઈ છે.ભાવનગરના સિહોરની જ્ઞાનગંગા સ્કૂલના સંચાલકો સામે ખોટી આરટીઆઈ કરી રૂૂ.27.50 લાખ પડાવી લીધાની ફરિયાદ નોંધાતા પોલીસે તપાસ હાથ ધરી છે.
જાણવા મળતી વિગત મુજબ ભાવનગરના શિહોરમાં રહેતા અને મનહરબાપા એજ્યુકેશન એન્ડ ચેરીટેબલ ટ્રસ્ટ સિહોર ખાતે ટ્રસ્ટી તરીકે ફરજ બજાવતા ભોળાભાઈ પરસોતમભાઈ ચૌહાણ એ રાજકોટ સીઆઇડી ક્રાઇમમાં નોંધાવેલી ફરિયાદમાં આરોપી તરીકે ગાંધીનગરમાં બીટા ક્લાસીસ ચલાવતા મહેન્દ્ર નાનુભાઈ પટેલનું નામ આપ્યું છે ફરિયાદમાં જણાવ્યા મુજબ તેઓએ ટ્રસ્ટ સંચાલિત જ્ઞાનગંગા વિદ્યા સંકુલ પ્રાથમિક શાળાની મંજૂરી જિલ્લા પ્રાથમિક શિક્ષણ અધિકારી ભાવનગર ખાતેથી વર્ષ 2019માં મેળવી શાળા ચાલુ કરી હતી આ શાળાની મંજૂરી મેળવવાનું કામ સિહોરના જોરસિંહ જીવાભાઇ પરમાર ને આપેલું હતું અને જોરસિંહે ગાંધીનગરના મહેન્દ્ર પટેલ મારફત આ સ્કૂલની મંજૂરી મેળવી હતી બાદમાં તારીખ 20/ 9/2019ના તેના મોબાઈલમાં મહેન્દ્ર પટેલે ફોન કરી ,થહું તમારી શાળાની શિક્ષણ વિભાગમાં ફરિયાદ કરી માન્યતા રદ કરાવી નાખીશ તેમ કહેતા ફરિયાદીએ જણાવેલું કે તમે કેમ ફરિયાદ કરશો ત્યારે આરોપીએ કહેલું પશાળાની મંજૂરી વખતે દસ્તાવેજો આપેલા તેમાં છેડછાડ કરી શિક્ષણ વિભાગમાં રજૂ કરેલા છેથ જેમાં મહેન્દ્ર પટેલે દસ્તાવેજમાં 654 ચોરસ મીટર ની જગ્યાએ 6,054 ચોરસ મીટર કરી દીધા હોય જેથી તેને સાડા ચાલુ રાખવી હોય તો 15 લાખની ખંડણી આપવી પડશે તેમ કહી ધમકી આપતા તેમણે રૂૂપિયા 13.50 લાખ આપ્યા હતા ત્યારબાદ વધુ નાણાં માટે મહેન્દ્ર પટેલ અવારનવાર ફોન કરી બ્લેકમેલ કરતો હોય. શાળા સંચાલકોએ વધુ પૈસા આપવાની ના પાડતા આરોપીએ શિક્ષણ વિભાગમાં આર.ટી.આઈ કરી શાળાની માન્યતા રદ કરાવી નાખી હતી ત્યારબાદ આરોપીએ ફરીથી શાળાની મંજૂરી મેળવવા માટે રૂૂપિયા 12 લાખની માંગણી કરતા રૂૂપિયા 10 લાખ આપવાનું નક્કી કર્યું હતું. આમ આરોપીએ કુલ રૂા. 27.50 લાખ ટ્રસ્ટીઓ પાસેથી પડાવી લીધા હતા આ અંગે સીઆઈડી ક્રાઇમમાં ફરિયાદ નોંધાતા પોલીસે ગુનો નોંધી વધુ તપાસ હાથ ધરી છે.