રાજકોટ
સૌરાષ્ટ્ર | સુરેન્દ્રનગરમોરબીપોરબંદરજુનાગઢકચ્છઅમરેલીભાવનગર
ગુજરાતરાષ્ટ્રીયઆંતરરાષ્ટ્રીયવ્યવસાયવિશેષ અંકReligious
Advertisement

વિવાદિત નિહિત બેબી કેર હોસ્પિટલમાં વધુ એક બાળકનું શંકાસ્પદ મોત

04:05 PM Oct 19, 2024 IST | Bhumika
Advertisement
Advertisement

ડેંન્ગ્યુમાંથી રિકવર થયા બાદ તબીબે લખી આપેલા ચાર ઇન્જેકશન નર્સે બાળકને આપતા તબિયત લથડી

ડેંન્ગ્યુમાંથી રિકવર થયા બાદ તબીબે લખી આપેલા ચાર ઇન્જેકશન નર્સે બાળકને આપતા તબિયત લથડી

રાજકોટની વિવાદિત ડો.હિરેન મશરૂૂની હોસ્પિટલ નિહિત બેબી કેર વિરુદ્ધ વધુ એક વખત ગંભીર આક્ષેપો થયા છે.શહેરની બાબરીયા કોલોની પાસે રાધેકૃષ્ણ સોસાયટીમાં રહેતા મુળ યુપીના ભંગારના ધંધાર્થી યુવાનના 8 મહિનાના બાળકને બિમારી સબબ નીહિત બેબી કેર હોસ્પિટલમાં દેખાડવા લઈ જવાયા બાદ રિપોર્ટ થતાં ડેંગ્યુ આવતાં તેને દાખલ કરાયેલ હતું.

બાદમાં રિપોર્ટ નોર્મલ આવતાં હોસ્પિટલમાંથી રજા આપવાની હોઈ એ પહેલા ડોક્ટરે લખેલા ચાર ઈન્જેક્શન નર્સ દ્વારા એક જ સાથે આપી દેવામાં આવતાં બાળક ઉઘમાં જતું રહ્યું હોઈ તેવી હાલત થઇ ગઈ હતી.ત્યારબાદ રજા લઈ ઘરે લઈ જવાયા બાદ ફરી બાળકની હાલત બગડતા ફરી હોસ્પિટલે લઈ જવાયેલ. પરંતુ તેનું મૃત્યુ થયું હતું. બેદરકારીથી મૃત્યુનો પરિવારજનોએ આક્ષેપ કરતાં ફોરેન્સિક પોસ્ટમોર્ટમ કરાવવામાં આવ્યું છે.

મળતી વિગતો મુજબ,રાધેકૃષ્ણ સોસાયટીમાં રહેતાં આફતાબ અલ્તાફભાઈ અંસારી (ઉ.8 માસ)ની તબિયત બગડતાં તેને ડો.હિરેન મશરૂૂની નિહિત બેબી કેર હોસ્પિટલમાં દાખલ કરાયું હતું. પરંતુ રાતે મૃત્યુ થતાં હોસ્પિટલ મારફત ભક્તિનગર પોલીસને જાણ કરવામાં આવતાં હેડકોન્સ.કે.જી.ઝાલાએ જરૂૂરી કાર્યવાહી કરી મૃતદેહને પોસ્ટમોર્ટમ માટે ખસેડ્યો હતો.

મૃત્યુ પામનાર બાળક એક બહેનથી નાનુ હતું.પિતા અલ્તાફ અંસારી ભંગારનો ધંધો કહે છે તેણે કહ્યું હતું કે,દિકરાને 15મીએ તાવ જેવુ થતાં દવા લીધી હતી.પછી આંચકી જેવું આવતા મોહિત બેબી કેરમાં દેખાડવા લઈ ગયા હતાં.ત્યાં રિપોર્ટ થતાં ડેંગ્યુ આવ્યો હતો.

જેથી ડોક્ટરે દાખલ કરવાનું કહેતા અમે દિકરાને દાખલ કર્યો હતો.17મીએ ફરી રિપોર્ટ થતાં ડેંગ્યુ નેગેટીવ થઈ જતાં ડોક્ટરે રજા આપવાની વાત કરી હતી.એ પછી ગઈકાલે રજા આપતી વખતે દવા ઈન્જેક્શન લખી દેવાયા હતા.બાદમાં હું ચાર ઈન્જેક્શન લઈ આવ્યો હતો.જે નર્સ દ્વારા અમારા દિકરાને એક સાથે એક પછી એક થોડી મિનિટોના ગાળામાં ચારેય આપી દેવાયા હતાં.તે વખતે મારા પત્નિ તબ્બસુમબાનુએ એક સાથે ચાર ઈન્જેક્શન આપવાના છે કે કેમ? તે અંગે નર્સને પુછતાં કોઈ જવાબ આપ્યો નહોતો.

ત્યારબાદ બાળક ઉંઘમાં જતું રહ્યું હોય તેવી હાલત થઈ ગઈ હતી અને અમને રજા અપાતાં અમે ઘરે ગયા હતા.સાંજે ફરીથી બાળકની તબિયત બગડી હતી અને ફરી હોસ્પિટલમાં લઈ ગયા હતાં.પણ આ વખતે મારા દિકરાને ફરજ પરના તબીબે મૃત જાહેર કર્યા હતા.આ ઘટનામાં બાળકની સારવારમાં બેદરકારી દાખવાઈ હોવાનું લાગતાં અમે બાળકના મરણનું કારણ જાણવા ફોરેન્સિક પોસ્ટમોર્ટમની માંગણી કરી હતી.

તેમ વધુમાં અલ્તાફભાઈએ કહ્યું હતુ. તબીબ દ્વારા લખવામાં આવેલા ચારેય ઇંજેકશનનું દર્દ આઠ મહિનાની બાળકી ઝીલી ન શકતા તેમની તબીયત લથડી હતી. આ અંગે માલવીયાનગર પોલીસ મથકના સ્ટાફે વધુ તપાસ કરાઈ છે.

અમારા આઠ મહિનાના બાળકને એક પછી એક ચાર ઇન્જેક્શન મારી જીવ લઇ લીધો

નિહિત બેબી કેર હોસ્પિટલમાં આઠ મહિનાના બાળકના મોત મામલે શ્રમિક પરિવારમાંથી આવતા પિતા અલતાફભાઈ કહ્યું હતું કે,અમારું બાળક ડેન્ગ્યુમાંથી સારું થઈ ગયું હતું અને તેમને રજા આપવાની તૈયારી જ હતી ત્યાં તબીબે ચાર ઇન્જેક્શન આપવાનું કહેતા નર્સે એક પેછી એક ચાર ઇન્જેક્શન આપી દેતા બાળક બેભાન થઈ ગયું હતું અને તેમનું મોત થયું હતું.બાળકને એક પેછી એક ચાર ઇન્જેક્શન આપતા તે આટલું બધુ દર્દ કઈ રીતે ઝીલી શકે?

વિવાદિત ડો.હિરેન મશરૂની હોસ્પિટલમાં આ રીતે આચરવામાં આવતું કૌભાંડ

નિહિત બેબી કેર હોસ્પિટલ ખાતે નિદાન માટે આવતા બાળકો અથવા તો પ્રસૂતિ બાદ ગાયનેક રીફર કરે તેવા કેસમાં આ ડોક્ટર સૌથી પહેલા તો પરિવાર પાસે આયુષ્માન કાર્ડ છે કે નહીં તેની તપાસ કરતો હતો.બાદમાં ડો.મશરૂૂ બાળકના સેમ્પલ લઈને મંગલમ લેબોરેટરીમાં મોકલતો,બાદમાં કોઈ સમસ્યા ન હોય તો તે રિપોર્ટમાં ચેડાં કરી એડિટિંગ કરી તેના આંકડા ફેરવી ઈન્ફેક્શન બતાવી નવજાતને 7થી 10 દિવસ ગઈંઈઞમાં દાખલ કરી દેતો અને આ રિપોર્ટને આયુષ્માન યોજનાના સરકારી પોર્ટમાં ઉપલોડ કરી મંજૂરી મેળવી લેતો અને પ્રતિ દિવસ 9થી 10 હજાર રૂૂપિયા મેળવતો હતો.

વિવાદિત ડો.હિરેન મશરૂની હોસ્પિટલમાં આ રીતે આચરવામાં આવતું કૌભાંડ

રાજકોટમાં બાળકોના ખોટા રિપોર્ટ બનાવી આયુષ્યમાન યોજના હેઠળ સરકાર પાસેથી પૈસા પડાવવાના મામલામાં રાજકોટની વિવાદિત નિહિત બેબી કેર હોસ્પિટલ સામે સરકારે કડક પગલા લીધા હતા.સરકારે આ હોસ્પિટલને આયુષમાન યોજનાની સુવિધા આપતી હોસ્પિટલ્સના લિસ્ટમાંથી રદ કરી દીધી હતી.આ હોસ્પિટલના ડો.હિરેન મશરૂૂએ આયુષ્યમાન કાર્ડ હેઠળ લાખો રૂપિયાનું કૌભાંડ આચર્યું હતું.

Tags :
deathgujaratgujarat newsNihit Baby Care Hospitalrajkotrajkot news
Advertisement
Next Article
Advertisement