For the best experience, open
https://m.gujaratmirror.in
on your mobile browser.
Advertisement

ગંદકી અને પ્રતિબંધિત પ્લાસ્ટિક સબબ વધુ 57 વેપારીઓ દંડાયા

05:08 PM Sep 11, 2024 IST | Bhumika
ગંદકી અને પ્રતિબંધિત પ્લાસ્ટિક સબબ વધુ 57 વેપારીઓ દંડાયા
Advertisement

રાજકોટ મહાનગરપાલિકા દ્વારા પ્લાસ્ટિક વેસ્ટ મેનેજમેન્ટ (એમેન્ડમેન્ટ) રૂલ્સ 2021 અન્વયે તારીખ 10/09/2024ના રોજ ત્રણેય ઝોન વિસ્તારઅલગ અલગ મુખ્ય માર્ગો પર સોલીડ વેસ્ટ મેનેજમેન્ટ વિભાગની ટીમ દ્રારા પ્રતિબંધિત પ્લાસ્ટિક જપ્ત કરવાનીતથા ગંદકી કરતા આસામી પાસેથી દંડ વસુલ કરવાની કામગીરી હાથ ધરવામાંઆવી હતી. જેમાં તા. 10/09/2024ના રોજ ત્રણેય ઝોનમાંથી કુલ 57 આસામીઓ પાસેથી 4.535 કી.ગ્રા. પ્રતિબંધિત પ્લાસ્ટિક જપ્ત કરી તથા ગંદકી કરતા આસામી પાસેથી રૂૂ. 14,800/-નો વહીવટી ચાર્જ વસુલ કરવામાં આવ્યો હતો.

સેન્ટ્રલ ઝોનનાવિવિધ મુખ્ય માર્ગો પર ઝુંબેશરૂૂપે પ્રતિબંધીત પ્લાસ્ટીકનું વેચાણ કરતા 20 આસામીઓ પાસેથી 0.74 કિ.ગ્રા. પ્રતિબંધિત પ્લાસ્ટીક જપ્ત કરી તથા ગંદકી કરતા આસામી પાસેથી રૂ 3800નો વહીવટી ચાર્જ વસુલવામાં આવેલ છે. વેસ્ટ ઝોનના વિવિધ મુખ્ય માર્ગો પર ઝુંબેશરૂપે પ્રતિબંધીત પ્લાસ્ટીકનું વેચાણ કરતા 21 આસામીઓ પાસેથી 2.795 કિ.ગ્રા. પ્રતિબંધિત પ્લાસ્ટીક જપ્ત કરી તથા ગંદકી કરતા આસામી પાસેથી રૂૂ 5850/-નો વહીવટી ચાર્જ વસુલવામાં આવેલ છે.

Advertisement

સ્ટ ઝોનનાવિવિધ મુખ્ય માર્ગો પરઝુંબેશરૂપે પ્રતિબંધીત પ્લાસ્ટીકનું વેચાણ કરતા 16 આસામીઓ પાસેથી 1 કિ.ગ્રા.પ્રતિબંધિત પ્લાસ્ટીકજપ્ત કરીતથા ગંદકી કરતા આસામી પાસેથી રૂૂ. 5150/-નો વહીવટી ચાર્જ વસુલવામાં આવેલ છે. ઉપરોક્ત કામગીરી મ્યુનિસિપલ કમિશનરની સુચના અને નાયબ મ્યુનિસિપલ કમિશનરના માર્ગદર્શન હેઠળ પર્યાવરણ ઈજનેર તેમજ ત્રણેય ઝોનના નાયબ પર્યાવરણ ઇજનેરના સુપરવિઝનમાં આસી. 5ર્યાવરણ ઇજનેર/સેનીટેશન ઓફિસરહાજરીમાં સેનેટરી ઇન્સ્પેકટર/ સેનેટરી સબ ઇન્સ્પેકટર દ્રારા કરવામાં આવેલ.

Advertisement
Tags :
Advertisement
Advertisement