ઈ પેપરવિશેષ અંકવ્યવસાયઆંતરરાષ્ટ્રીય
સૌરાષ્ટ્ર | સુરેન્દ્રનગરમોરબીપોરબંદરજુનાગઢકચ્છઅમરેલીભાવનગર
રાજકોટSportsક્રાઇમગુજરાતરાષ્ટ્રીયReligious
Advertisement

શહેર, તાલુકા અને ખંભાળિયામાંથી વધુ 57.57 લાખની વીજચોરી પકડાઇ

11:19 AM Jan 03, 2025 IST | Bhumika
featuredImage featuredImage
Advertisement

46 ટુકડીઓ દ્વારા સતત ચોથા દિવસે વીજ ચેકિંગ હાથ ધરાયુ

Advertisement

જામનગર શહેર - જિલ્લા સહિત હાલાર પંથક મા ગત સોમવાર થી વીજ તંત્ર દ્વારા વીજ ચેકિંગની કાર્યવાહી હાથ ધરવામાં આવી હતી. અને આજે ચોથા દિવસે પણ હાલાર મા 46 વિજ ચેકીંગ ટુકડીઓ ને દોડતી કરાવાઇ હતી.જેથી વીજ ચોરોમાં ફફડાટ મચી ગયો છે.આજે કુલ રુ. 57. 57 લાખ ની પાવાર ચોરી ઝડપી લેવામાં આવી હતી.

જામનગર પીજીવીસીએલ વર્તુળ કચેરી ની ચેકિંગ ડ્રાઇવ દ્વારા સોમવારે જામનગર શહેર ના જુદા જુદા વિસ્તારમાં 26 જેટલી વિજચેકિંગ ટુકડી ને મેદાનમાં ઉતારવામાં આવી હતી,અને કુલ રુ.23.10 લાખ નાં વીજ પુરવણી બિલ આપવામાં આવ્યા હતા.મંગળ વારે પણ વીજ ચેકિંગ કાર્યવાહી હાથ ધરવામાં આવી હતી. અને રૂૂપિયા 25.65 લાખ ના વીજ પુરવણી બિલ આપવામાં આવ્યા હતા. જ્યારે ગઇકાલે ત્રીજા દિવસે વીજ ચેકિગ માં કુલ રુ. 56.25 લાખ નાં વીજ પૂરવણી બિલ આપવામાં આવ્યા હતા. દરમિયાન આજે ગુરુવારે સતત ચોથા દિવસે પણ વીજ ચેકીંગ કાર્યવાહી ચાલુ રાખવામાં આવી હતી. આજે 46 ટીમો દ્વારા ચેકિંગ કરવામાં આવ્યું હતું. જેમાં જામનગર શહેરના વૈશાલી નગર , બેડેશ્વર, પુનિત નગર , રામેશ્વર નગર ,નીલ કમલ સોસાયટી અને મહાકાળી સર્કલ વિસ્તાર ઉપરાંત ખંભાળિયા શહેર તેમજ જામનગર તાલુકાના બાલાચડી ,સચાણા અને દરેડ મા કુલ 572 વીજ જોડાણ તપાસવામાં આવ્યા હતા. જેમાંથી 98 વીજ જોડાણ મા ગેર રિતી જોવા મળી હતી. આવા આસામીઓને રૂૂપિયા 57 લાખ 57 હજાર નાં વીજ પુરવણી બિલ આપવામાં આવ્યા હતા. આજ ની કાર્યવાહીમાં 10 લોકલ પોલીસ અને 16 એસઆરપી જવાનો ની મદદ લેવામાં આવી હતી.

Tags :
jamnagarjamnagar newstheft case
Advertisement
Advertisement