સરકારી કર્મચારી-અધિકારી સામે ભ્રષ્ટાચારની નનામી અરજી કરી શકાશે
3 માસમાં પ્રાથમિક તપાસ પૂરી કરવાની રહેશે, ગાઇડલાઇન જારી
સરકાર દ્વારા જાહેર કરવામાં આવેલી ગાઈડલાઈનમાં સરકારી કર્મી કે અધિકારી સામે ભ્રષ્ટાચાર,ગેરરીતિ અંગે નનામી અરજી કરી શકાશે.અરજી થયા પછી તથ્યોને આધારે પ્રાથમિક તપાસ કરાશે.જો કોઈને બદનામ કરવા અરજી કરનાર સામે કાર્યવાહી થશે.આ પ્રાથમિક તપાસ 3 મહિનામાં પૂરી કરવાની રહેશે. પ્રાથમિક તપાસ બાદ કેસ ACBને સોંપવામાં આવશે.
આ ગાઇડલાઇનમાં CM અથવા મંત્રીએ કરેલી ફરિયાદમાં વડા કરશે તપાસ. જે તે ખાતાના વડાએ તપાસ કરી અભિપ્રાય આપવો પડશે. પ્રાથમિક તપાસ બાદ કેસ ACBને સોંપવામાં આવશે. નિવૃત્ત થનાર કર્મી,અધિકારીએ અગાઉથી જાણ કરવી પડશે. આ કાર્યવાહી કે તપાસ સંદર્ભે જાણ કરવી પડશે.જાણ ન કરે તો ખાતાના વડા જવાબદાર ગણાશે. ખુલાસા માટે 15 થી 30 દિવસ સુધીનો સમય અપાશે.
રાજ્ય સરકાર દ્વારા ગાઇડલાઇન જાહેર કરવામાં આવી છે. પ્રાથમિક તપાસ માટેની ગાઈડલાઈન જાહેર કરી છે.સરકારી કર્મી કે અધિકારી સામે ભ્રષ્ટાચાર,ગેરરીતી અંગે નનામી અરજી કરી શકાશે. તથ્યોને આધારે પ્રાથમિક તપાસ કરાશે. બદનામ કરવા અરજી કરનાર સામે કાર્યવાહી થશે. આ પ્રાથમિક તપાસ 3 મહિનામાં પૂરી કરવાની રહેશે. મહત્તમ છ માસમાં તપાસ પૂર્ણ કરવી પડશે. તપાસ આદેશની સત્તા ખાતાના વડા સચિવ કક્ષાએ રહેશે.